Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 934
________________ ૯૧૪ ધન્ય ધરાઃ દાનવીર, ધર્મપુરુષ શ્રી શશિકાન્તભાઈ રતિલાલભાઈ નાણાકીય કે મશીનરી સુવિધા વગરની આ “ફેક્ટરીમાં તેઓ જુદા-જુદા ભાગોનો સબ કોન્ટ્રાક્ટ કરી એમનાં ઘરાં એસેમ્બલ કરી આપતાં. પ્રથમ વર્ષે ટર્ન ઓવર સારું થતાં ૨૫૦ ચોરસ ફૂટ જગ્યા લઈ થોડીક મશીનરી વસાવી. બાદ ૧૯૭૨માં બીજી ૨૫0 ચોરસ ફૂટ જગ્યા સંપાદન કરી ૧૯૭૩ સુધીમાં ક્રમશઃ ૫000 ફૂટની જગ્યા પર સાચા અર્થમાં “ઓટોક્લિન’ એકમનો આરંભ થયો અને રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા એકમે ધારી સફળતા મેળવતાં ૧૯૭૮માં પનવેલ પાસે, તળાજામાં ૮000 ચો. મીટરના પ્લોટ પર મેન્યુફેક્યરિંગ યુનિટ શરૂ કર્યું. આજે સંપૂર્ણ સાધન-સંપત્તિ યુક્ત “ઓટોક્લિન’ એકમ આવશ્યકતાને પહોંચી વળે છે. તેમણે વિદેશથી આયાત થતાં સાધનોનાં સમરૂપ સાધનોનું ઉત્પાદન કરી કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવના દર્શાવી છે, સાથે તેઓએ ૧૯૯૩માં કચ્છના કંડલામાં ૧૦૦ એકર જગ્યામાં પાઇપકટિંગનો પ્લાન્ટ નાખ્યો છે. ૧૯૯૯થી ઓટોક્લીનમાંથી નિવૃત્ત થયાં. ૧૯૯૯થી ત્રણ વર્ષનો અભ્યાસ કરીને જ્યોતિષ અલંકાર અને વાસ્તુપ્રવીણ મેળવ્યા. - આ એકમ દ્વારા માત્ર ૩૦ વર્ષમાં ૧૦૦ વર્ષ જેટલું કાર્ય સિદ્ધ કરી બતાવી ઝવેરીબંધુઓએ વિક્રમ સર્યો છે. એટલું જ નહીં ઘણાં ક્ષેત્રોમાં ‘પ્રથમતા'નું ગૌરવ પણ સર્યું છે અને ઔદ્યોગિક આલમમાં કીર્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા છે. આ એકમ ઉપરાંત વિદેશમાં દશબાર વ્યવસાયગૃહોની વિતરણ વ્યવસ્થા સંભાળતી મે. ઝવેરી એન્ટરપ્રાઇઝના ભાગીદાર એવા રાજેન્દ્રભાઈએ વ્યવસાયવૃદ્ધિ સાથે સમાજસેવાની પણ ઉત્તરોત્તર વૃદ્ધિ કરી છે. શૈક્ષણિકક્ષેત્રે તેઓ સુરતના શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા તથા શેઠ છોટાલાલ ચિમનલાલ મુન્સફ એજ્યુકેશન ફંડ તથા વડોદરાની શ્રી મહાવીર જૈન વિદ્યાલય-કન્યા છાત્રાલય વગેરેના ટ્રસ્ટી તથા સુરત જૈન ધાર્મિક શિક્ષણસંઘના પેટ્રન તરીકે તેમ જ બોમ્બે એસ્ટ્રોલોજિકલ સોસાયટીના આજીવન સભ્ય છે. એસ્ટ્રોલોજીમાં વિશેષ રૂચી ધરાવે છે. લાયન્સ ક્લબ ઓફ જૂહુના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત રહ્યા હતા તથા જૈન શ્વે. કોન્ફરન્સ સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્ફરન્સના લાઈફ પેટ્રન તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાના વિશાળ અનુભવ અને કાર્યનિષ્ઠાથી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી રાજેન્દ્રભાઈ જૈન સમાજનું ગૌરવ છે. દેશવિદેશની વ્યાપારી આલમમાં શ્રી શશિકાન્તભાઈના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. પ્રબળ પુરુષાર્થ અને આગળ બુદ્ધિપ્રતિભાથી ઉત્તરોત્તર પ્રખર વધતા રહેલા શશિભાઈએ ભાવનગરના પ્રતિભાવંત ઉદ્યોગપતિ અને શશિકાન્તભાઇ રતિલાલભાઈ સેવાભાવી સજ્જન તરીકે ઉજ્જવળ નામના પ્રાપ્ત કરી. ભાવનગરની મોટાભાગની સમાજસેવી સંસ્થાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ, દેરાસરો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ અને જૈનજૈનેતરોનાં દરેક શુભ કાર્યોમાં તેમનું યોગદાન પ્રથમ નિલેશભાઈ શશિકાન્તભાઈ હરોળમાં નોંધાયું છે. શ્રી શશીભાઈને ગળથૂથીમાંથી જ સાહસ, સેવા અને સ્વાર્પણના સંસ્કાર મળ્યા છે. માનવતાના ઉપાસક શ્રી શશીભાઈએ જ્ઞાતિ ઉપરાંત અન્યત્ર જગ્યાએ પણ ઘણી મોટી સહાય કરી છે. પારાવાર મુશ્કેલીઓ વચ્ચેથી હિંમત, ખંત તુષારભાઈ શશિકાન્તભાઈ! અને શ્રદ્ધાના સથવારે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. પૂર્વ જન્મના રૂડા સંસ્કારબળે લક્ષમીલોભ અને વૈભવમોહથી અલિપ્ત રહીને સંપત્તિ સરોવર બનવાને બદલે સરિતા બનીને બહોળા જનકલ્યાણ અર્થે વહેતી જ રાખી છે. પિતાનો ઉજ્જવળ વારસો દિપાવી રહ્યા છે. હિતેનભાઈ શશિકાન્તભાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972