Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 932
________________ ૯૧૨ ધન્ય ધરાઃ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયા શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રાપ્રવાસનું આયોજન કરેલું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને ‘જસ્ટિસ ઓફ પીસ” અને પછી “સ્પેશ્યલ એઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ’ SEM તરીકે નિમણૂક કરેલી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં “ઉદ્યોગ રત્ન” તેમજ સને ૧૯૮૬માં ‘શિરોમણિ' એવોર્ડ ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝેલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિની એક્સલ્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. તેઓના વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોને કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા. જરૂરિયાતમંદ તેમજ યોગ્ય વ્યક્તિને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનનીય બન્યા હતા અને લાંબી બિમારી બાદ ૧૨ જૂન ૧૯૯૩ના રોજ ઝળહળતો તારો ખરી પડતાં જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર “માનવસેવા પુરસ્કાર” પણ આપવામાં આવ્યો હતો. ડો. રમણલાલ સી. શાહ ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા ગામે થયો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા બાદ મુંબઈમાં જ ઉચ્ચ અભ્યાસ કરવા સભાગી બન્યા. કોલેજમાં પોતાના વિષયમાં પ્રથમ આવતાં બે વર્ષ માટે તેઓ ફેલો નિમાયા. ઈ. સ. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક અને સેન્ટઝેવિયર્સ શૌપ્ય ચંદ્રક મેળવ્યા. ઈ.સ. ૧૯૬૧માં ‘નળ દમયંતીની કથાનો વિકાસ’ એ વિષય પર પીએચ.ડી. કર્યું. ઇ. સ. ૧૯૪૮થી ૧૯૫૦ દરમ્યાન “સાંજ વર્તમાન' તથા “જનશક્તિ' દૈનિકમાં તંત્રી વિભાગમાં કામ કર્યું. ઇ. સ. ૧૯૫૧માં તેઓ મુંબઈની સેન્ટઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને તે દરમ્યાન એન.સી.સી.માં વીસ વર્ષ કામ કર્યું. ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૬૩થી પીએચ.ડી.ના ગાઇડ બન્યા. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇસ્ટ આફ્રિકન કાઉન્સીલ જેવી અનેક સમિતિઓમાં સેવા આપતા રહ્યા. મુંબઈ જૈન યુવક સંઘ તથા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે અને પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તેમની સેવા અજોડ છે. જૈનધર્મ ઉપરનાં વ્યાખ્યાનો આપવા માટે દુનિયાના સંખ્યાબંધ દેશોનો પ્રવાસ કર્યો. અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં યશસ્વી ફાળો આપ્યો. લગભગ એકસો જેટલાં પુસ્તકોનું આલેખન કે સંશોધનસંપાદન કર્યું, જે તેમની પ્રખર બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવે છે. દરવર્ષે જે તે સ્થળે યોજાતા જૈન સાહિત્ય સમારોહના અગ્રણી આયોજક તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. આવા બહુશ્રુત સાક્ષર દંપતી ડૉ. રમણભાઈ અને પ્રા. તારાબહેન ગુજરાતી સમાજનું ગૌરવ છે. શ્રી રતિલાલ મોનજીભાઈ ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈનું જીવનકવન સ્વચ્છ અને નિરભ્રદર્પણ સમું જોવા મળે છે. મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા. નાની ઉંમરથી જ સુવ્યવસ્થિત કાર્યપ્રણાલિકામાં માનનારા શ્રી રતિલાલભાઈએ જીવનની એકપણ ક્ષણ નકામી જવા દીધી નથી, હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂક્યું નથી. તેમના વ્યક્તિત્વમાં સાત્ત્વિકતા, સમદર્શિતા અને નિર્મોહીપણાનો સુભગ સમન્વય જોવા મળ્યો. કરાંચીમાં તેમનો ધીકતો ધંધો ચાલતો હતો, પણ બીજા વિશ્વયુદ્ધના કાનિશાન વાગ્યા ત્યારે એ બધું સ્વેચ્છાએ છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેરપા તથા અન્ય એવી ચીજોના કમિશન બેઈઝથી વેચાણકામ માટે સમગ્ર ભારતનો પુરુષાર્થી પ્રવાસ કર્યો, મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા રહ્યા, જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ થાય છે. હિંમત અને સાહસથી Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972