Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 930
________________ ૯૧૦ ધન્ય ધરાઃ ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી ફેક્ટરી ક્ષેત્રે ઉત્પાદનલાઇન શરૂ કરી. જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦થી કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓએ ૮૭માં મહુવાથી પાલિતાણા છ'રી પાળતો સંઘ પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ. ડિસેમ્બર '૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ જ મુલુંડથી પાલિતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ, જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે સંકળાયેલા છે તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ રાખે છે. પૂ. આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી આરાધના ખૂબ જ સારી ચાલે છે અને એ માર્ગે આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળને રૂ. પાંચલાખનું દાન આપેલ છે. તેમના પુત્ર વિપુલ કેમિકલ એન્જિનિયર થયા છે ને ફેક્ટરી સંભાળે છે. પોતાની પ્રગતિનો સઘળો યશ શ્રેષ્ઠીશ્રી દલીચંદ પરશોત્તમ શાહને આપે છે. તેઓ માને છે કે માનવજીવન માત્ર આરાધના માટે મળ્યું છે તો મહત્તમ આરાધના કરી લેવી. ધર્મપ્રેમી અને માનવતાવાદી શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે મેટ મળી છે તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજ્જન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈએ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડબજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા-આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જૈન સમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા-દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા-હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડલાઇનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લે છે. ભારતમાં બધે જ જૈન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૮ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશનસંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે. “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જિલ્લો બનાસકાંઠા). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972