Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 928
________________ ૯૦૮ ધન્ય ધરાઃ કોંઢના જ વતની શ્રી અમૃતલાલ દેવશીભાઈ કોઠારી કે જેઓ આ કાર્ય માટે મુંબઈ બેઠાં ફંડ મેળવી મોકલતા હતા, તેમની સ્મૃતિમાં તેમના પુત્રો તરફથી ૨.૫૦ લાખ જેવું માતબર દાન મેળવી એ.ડી. કોઠારી આરોગ્યનિધિ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગને ડો.ની ચિઠ્ઠી મુજબ દવાઓ ફ્રી આપવાનું શરૂ કર્યું. આજે સંસ્થા ફાલીફૂલીને ૧૧.૫૦ હજાર (અગિયાર લાખ પચાસ હજાર)નું સ્થાયી ફંડ ધરાવે છે. સાધર્મિક ઉત્કર્ષ ટ્રસ્ટ મુંબઈ તરફથી રૂા. દશ હજારની લોન વગર વ્યાજની કોઈપણ ફિરકાના ભેદભાવ વગર ધ્રાંગધ્રા શહેર અને હળવદ તથા આજુબાજુનાં ગામડામાં સાધર્મિક ભાઈઓને લોન અપાવવામાં મદદ કરે છે. દુષ્કાળના સમયે ધ્રાગંધ્રા શહેરનાં તળાવ ઊંડાં ખોદાવવાનાં હોવાથી મુંબઈના (ઘાટકોપર) ચંચળબહેન કસળચંદ ચે. ટ્રસ્ટ તરફથી રૂા. ૩.૫૦ લાખ જેવી માતબર રકમ તેના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈ રૂબરૂ બોલાવી મદદ મેળવી આપવામાં મદદ કરી. શહેરમાંથી પણ લગભગ ૧૫ લાખ જેવો ફાળો થયો તેમાં પણ તેમણે ખૂબ મહેનત કરી. આમ અનેક ક્ષેત્રોમાં તેમની સુવાસ ફેલાઈ રહી છે. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પૂ. સ્વ. પંન્યાસ અભ્યદયસાગર મ.સાહેબની પ્રેરણાથી ઊભું થયેલ શંખેશ્વર જૈન આગમ મંદિરના પાયાના ટ્રસ્ટી તેમના પિતાશ્રી મણિભાઈ હતા. તેમના અવસાન બાદ શ્રી મહેન્દ્રભાઈને ટ્રસ્ટી તરીકે લઈ લીધા, તેમાં પણ સક્રિય રસ લે છે. અને હા, કોઈપણ પુરુષની પ્રગતિમાં હંમેશાં પોતાની ધર્મપત્નીનો સાથ હોય તો જ પુરુષ આગળ વધી શકે, બને પણ એવા જ ધર્મશ્રદ્ધાળુ. કુટુંબપ્રેમી અને વડીલોના આશીર્વાદવાળાં ધર્મપત્ની નામે સ્નેહલતાબહેન મળેલાં. ગયા વર્ષે ઓગષ્ટમાં તેમનું ૬૮ વર્ષે દુઃખદ અવસાન થયું. તેમના ત્રણ સુપુત્રો, પુત્રવધૂઓ, વ. તેમને દરેક કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે છે. આ બધું પુણ્યાઈના કારણે પૂ. પિતાશ્રીનો વારસો મળ્યો છે, તેનું પરિણામ છે. અસ્તુ. સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા ભંડારિયાવાળા (કામળિયાના) પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો મૂકી જનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના પાલિતાણા પાસેના ભંડારિયાના વતની. સાધારણ અભ્યાસ પણ આત્મબળ ગજબનું હતું. પચાસેક વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દૃઢ મનસૂબા સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. મુંબઈ આવીને નરોત્તમભાઉ ઝવેરીની કંપનીમાં નોકરીથી જીવન-કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથે આગળ વધતા રહ્યા. ૧૯૫૬માં એમના પુત્રોએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનના ઉચ્ચત્તમ સંસ્કારોનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ગુરુભક્તિ, તીર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમ વડે એમણે પોતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દીકરી અને બાવીશ પૌત્રોનો વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનાંમોટાં દાન અપાયેલાં છે. માતુશ્રી પૂ. વિજ્યાબહેન દેવચંદભાઈ મહેતા ભારતનાં લગભગ બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યાં છે. શ્રદ્ધાસંપન્ન અને ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણી જ તપશ્ચર્યા કરી. વર્ષીતપ પણ કરેલ. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીનો મંગલ ધર્મનો વારસો બરાબર જાળવી રાખ્યો છે. વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુણ્યાઈની મળેલી લમીનો મંગલ ધર્મનાં કામોમાં પ્રસંગોપાત સદુપયોગ થઈ રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ સમૂહલગ્નમાં સહયોગ-સોળ સમૂહલગ્નમાં વતનમાં બસસ્ટોપ, ચબૂતરો, પાણીની પરબ માતુશ્રીના નામે બનાવ્યાં. કાનજી ખેતશીની વાડીમાં સમૂહલગ્ન, ડેકોરેશન વગેરે લોકકલ્યાણનાં કામોમાં સારો લાભ લીધો છે. સામાજિક ક્ષેત્રે તન-મન-ધનનો સારો ઉપયોગ કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972