Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 929
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ સ્વપ્નદ્રષ્ટા : આંધ્રના આગેવાન ઉદ્યોગપતિ શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા શ્રી ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી અમૃતબહેનના પ્રથમ સંતાન શ્રી ધીરજભાઈનો જન્મ બર્માના નાનકડા શહેર મોલમીનમાં ૭મી ઓગષ્ટ, ૧૯૩૮ના થયેલ. આજે ૬૮ વર્ષની આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો ૨૫ વર્ષના યુવાનના થનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના ધૈર્યનો જાણે ભેગો જ પરિચય થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા એવા ધીરજભાઈની પહેલી જ મુલાકાતમાં તાજગીભરી મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. દરેક નાનાંમોટાં કામમાં સંપૂર્ણ ચોક્સી જાણે જર્મન પરફેક્શન આપને જોવા મળે આવા યુવાન ધીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ એક લહાવો છે. મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની સ્થાપિત શ્રી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં ૧૯૫૬માં પ્રથમ વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.નો હૈદ્રાબાદની નિઝામ કોલેજમાં પૂર્ણ કરી, એલ.એલ.બી.નો અભ્યાસ અધવચ્ચે છોડીને આંધ્ર રાજ્યની લોખંડના સળિયા બનાવતી પ્રમુખ ફેક્ટરી ‘આંધ્ર રી-રોલિંગ વર્કસ’ના મેનેજિંગ પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર આ ફેક્ટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ રહેલ. ‘આંધ્ર રી-રોલિંગ વર્ક્સ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત ‘ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સિલેક્શન એવોર્ડ– ૧૯૮૨' અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી-રોલિંગ ઉદ્યોગ ઉપરાંત કાપડિયા ગ્રુપની તેલ-દાળની મિલો તથા વેપાર, કૃષિ વગેરે સર્વના સંચાલનમાં પણ શ્રી ધીરજભાઈનો મોટો ફાળો રહેલ છે. વિશેષ ‘બિલ્ડર' તરીકે તેમનું નામ ઉચ્ચ ક્વોલિટીના બાંધકામના કારણે જાણીતું થયેલ છે. નાનાં-મોટાં સૌને ઉપયોગી એવાં આધુનિક મકાનોનું બાંધકામ એ તેમની વૃત્તિ તથા શોખ બન્ને છે. આવી બહુમુખી વેપારીપ્રતિભાની સાથે સાથે ધીરજભાઈ Jain Education International COC અનેક સેવાકાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. પિતાશ્રી ટોકરશીભાઈનાં પચિન્હો ઉપર ચાલતા આવતા તેઓશ્રીએ નિમ્ન હોદ્દાઓ/પદો સરલતાપૂર્વક સંભાળ્યા છે. શ્રી ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી પ્રગતિ સમાજના છેલ્લાં પાંચ વરસથી પ્રમુખ તરીકેની સેવા બજાવી સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો–જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. શ્રી કચ્છી મિત્ર મંડળના પ્રમુખ, સર્વોદય પ્રચાર ટ્રસ્ટ, "ગાંધી જ્ઞાનમંદિરના ચેરમેન, સર્વોદયવિચાર ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી, સાઉથ ઇન્ડિયા કચ્છી વીસા ઓસવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી ટી.એલ. કાપડિયા આઇ બેન્કના પ્રમુ, ચિલ્ડ્રન એઇડ સોસાયટી (અનાથાશ્રમ), ના પ્રમુખ, મહાવીર હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આમ દરેક પ્રકારના સેવાસમાજની ૩૦ સંસ્થાઓ સાથે જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કૂલમેન્ટલી રિટાયર્ડ બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક જાતનું પ્રોત્સાહન આપી સંસ્કૃતિશિખર નામે ટ્રસ્ટ હેઠળ અમૃત-વર્ષા કાપડિયા સ્કૂલ તથા આલેર-કુલપાકજી જૈનમંદિરની બાજુ ટી. એલ. કાપડિયા આર્લર લાઇન્સ આઇ હૉસ્પિટલ ચાલુ કરેલ છે. લાયન્સ ક્લબમાં પ્રમુખ, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની રૂરલ કમિટીના ૨૭ વર્ષથી ચેરમેન રહીને તુમકુન્ટા ગામડાને એડોપ્ટ કરી વિવિધ પ્રવૃત્તિઓ કરી ગામડાંને ઊંચે લઈ આવી એક મિસાલ બનાવી છે કે શહેરોમાં રહીને પણ ગામડાને ધ્યાનમાં રાખવું. આમ એક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને પોતાની અમૂલ્ય, ઉદાર સખાવતો આપતા રહ્યા છે. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન ધીરજલાલભાઈ સમાજનું ખરેખર ગૌરવ છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના વતની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીણભાઈ આજે ૬૩ વર્ષની વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972