________________
૮૯૨
૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમે ક્રમે સારો વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર વીમા એજન્ટ તેમ જ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જ્વલંત ઉજ્વળ કારકીર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદનાં ઘણાં સ્થળોનું પરિભ્રમણ કર્યું છે.
શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, જેવી કે–જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્રમંડળમાં પ્રમુખમંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કયુમર્સ કો.ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી ૧૯૯૫ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ હતા. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ. તેમજ સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમજ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમજ જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ મુંબઈ જીવદયા મંડળમાં ખજાનચી તેમજ મંત્રી તરીકે સેવા આપેલ છે. ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી મંત્રી, વાલકેશ્વર સર્કલના પ્રમુખ તરીકેની સેવા આપે છે. ઓગષ્ટ ક્રાંતિ કો. ઓ. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની-મોટી સંસ્થાઓની સેવાઓ લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગષ્ટથી જસ્ટિસ
ઓફ પીસ (જે.પી.)ની પદવી એનાયત કરેલી, ઉપરાંત સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ.ઈ.એમ. તરીકે નિમણૂક આપેલ. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ નાનો-સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, સિદ્ધિતપ તેમ જ ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યાઓ કરેલ છે. આખુંયે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે. કંચનબહેનનો
બબ જ ધર્મ, ઉગે ગાયેલં છે. કંચનબહેનનો સ્વર્ગવાસ ૧૦-૩-૦૩
આપણા એક રૂપિયાના નુકસાન સામે બીજાને પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકશાન ભોગવી લેવું, આ રીતે તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભોગવવું પડે) ગરીબ, બિમાર તેમજ સંજોગોના ભોગ બનેલાઓ પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મન-ધનનો ભોગ આપવો એ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા
ધન્ય ધરા: સમય પહેલાં શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના પરિવારના સૌજન્યથી મુંબઈથી જેસલમેરરાણકપુર વગેરે અનેક તીર્થસ્થાનોના યાત્રા-પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ યાત્રિકો તથા જોરાવરનગર વગેરેનાં ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ યાત્રિકોનો યશસ્વી યાત્રા પ્રવાસ યોજયો હતો. પરમ કૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક આપે તેવી પ્રાર્થના. મે ૨૦૦૪ નાગેશ્વર તીર્થની યાત્રા કરાવી છે. ઘણી સંસ્થાઓમાં નાનાં-મોટાં ડોનેશનો આપેલ છે. તેમની એક દીકરી અનીતાબહેન કમલેશભાઈ વખારિયા છે. તેમને ત્રણ દીકરાઓ છે. કમલેશભાઈ વકીલાત તેમનો મોટો પુત્ર ડાયમંડની લાઇનમાં છે. નાનાભાઈ નવીનભાઈનું અવસાન ૧૭-૧૨-૦૧ થયેલ તેમના પત્ની તથા પુત્રી લીનાબહેન બે પુત્રો ધાર્મિક જીવન ગાળે છે.
શ્રી ચિનુભાઈ હિંમતલાલ શાહ
જૈન અને જૈનેતર સેવાકીય સંસ્થાઓમાં શિક્ષણ, સંસ્કાર અને માનવતાનાં કાર્યોથી જેમનાં જીવનકાર્યોની પ્રશંસા થઈ રહી છે એવા શ્રી ચિનુભાઈ રામપુરા–ભંડોકા (વિરમગામ)ના મૂળ વતની છે. જન્મ ૧૯૩૬માં થયો. સુરેન્દ્રનગરની બોર્ડિંગમાં રહીને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન ગૃહપતિ કરમચંદભાઈના સેવા સંસ્કાર, મૈત્રી, શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેનો પૂજ્યભાવ, ગુરુભક્તિ જેવા ગુણોથી એમનું વ્યક્તિત્વ વિકસિત થયું છે. મુંબઈમાં બે વર્ષની નોકરીના અનુભવ પછી સાહસ કરીને ધંધામાં ઝંપલાવ્યું અને અગ્રણી કાર્યકર્તા અને નામાંકિત વ્યાપારી તરીકે ખ્યાતિ પામ્યા. મેસર્સ શાહ બ્રધર્સ એન્ડ કું.નું મોટું નામ છે. ધંધામાં પ્રતિવર્ષ સફળતા પ્રાપ્ત થતાં ધનસંપત્તિ પણ વધવા લાગી અને જીવન અનેક રીતે સમૃદ્ધ થતું રહ્યું. વિદ્યા અને સંપત્તિને ઉદારતાથી વહેતી મૂકવામાં આવે તો પછી બન્ને વસ્તુઓ સામે ચાલીને આવે છે.
- ચિનુભાઈના જીવનમાં સંપત્તિ એ મોટાઈ કે અભિમાનનું પ્રતીક નથી, પણ ધર્મ અને માનવસેવાનાં કાર્યોમાં સતત સદ્વ્યય કરવાની શુભ ભાવનાઓ પ્રગટ થતી રહી છે. માદરે વતનમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બાલમંદિર, મિડલસ્કૂલ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org