Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 911
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ધદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે, જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરી પાડે છે. તેણે વ્યાપારમાં જે રસ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાનીવયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવતાં પચાવ્યો. જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ ક્યારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી આત્મા હંમેશાં આરાધનામાં આગળ વધતા રહ્યા. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠિન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણું સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ– શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલિ આપી, ‘સર્વ વિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશિવરિત જીવનથી આત્મકલ્યાણ Jain Education International ૮૯૧ માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સજ્ઝાય આદિ કંઠસ્થ કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તીમાણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા, જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાચન તેમ જ ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય. આ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા. શ્રી ખુમચંદભાઈનાં ધર્મપત્ની સ્વ. ચૂનીબહેનનું જીવન પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો છે. અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યાં નથી, જેનાં પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં તેમની ધર્મશ્રદ્ધા સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા સાધર્મિક ભાઈ બહેનો તરફ હંમેશાં માયાળુ અને નમ્ર રહ્યાં છે. જૈનેતરો પણ એમના આંગણેથી ક્યારેય પાછાં ગયાં નથી. અર્થાત્ આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદું જીવન જીવતાં આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ વહેડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું વ્યક્તિગત જીવન અનેકોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ કાઢેલ છે. ભારતભરનાં નાનાંમોટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન કરેલ છે. સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવ્વાણું યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યાં, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઇન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ, જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧-૧-૧૯૨૮ના રોજ થયો. મેટ્રિક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું પણ પછી ૧૯૪૮થી મુંબઈને કર્મભૂમિ બનાવી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972