________________
૮૯૪
ધન્ય ધરાઃ
લગભગ ૮૦ માણસોનો સેવાભાવી સ્ટાફ આજુબાજુનાં સંખ્યાબંધ ગામડાંઓમાં સેવા આપી રહ્યાં છે. તેઓ દાયણની તાલીમનું તથા આ વિસ્તારની મહિલાઓમાંથી સગર્ભાઓને અલગ તારવવાનું, ગામડાંઓમાં ક્લિનિકની શ્રેષ્ઠતમ સુવિધા પહોંચાડવાનું, રસીકરણનું તેમજ મહિલાઓ તથા તરુણ તરુણીઓ માટે માહિતી શિક્ષણ અને સંદેશાવ્યવહાર પૂરા પાડવાની સેવા આપે છે.
આ બધી જ માનવસેવાની પ્રવૃત્તિના પાયામાં શ્રી ચિમનલાલભાઈની પરગજુ સેવાપરાયણતા ધરબાયેલી પડી છે. ધંધામાં અને સમાજસેવામાં તેમનું કાર્યકૌશલ્ય હંમેશાં ઝળકી રહ્યું છે.
ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી હોવા છતાં ભારતમાં હોય કે અમેરિકામાં હોય સુદેવ, સુગુરુ, સુધર્મ, સાથે જ રહ્યાં છે. એક આદર્શ શ્રાવક તરીકેના બધા જ સદ્ગુણોનું તેમનામાં દર્શન થાય છે અને તેથી જ તેમનું વ્યક્તિત્વ હંમેશાં નિરાળું ભાસે છે. કેમિકલ્સના વ્યાપારક્ષેત્રે વ્યાપક નામના મેળવીને અઢી દાયકાના કેમિકલમારકોના બહોળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે ઘણું મોટું પદાર્પણ કર્યું. સખત પરિશ્રમ બાદ દીપક નાઇટ્રાઇટના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં શાનદાર રીતે ઊજવી.
૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબજ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરિ. ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને શાતા બક્ષી. રહેવાનાં ઘર ખેડૂતોને અને માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ જઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું.
વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશ મળતો રહે એ જ અભ્યર્થના.
શ્રી ચંપકલાલ ટી. ખોખર મહેસાણા જિલ્લાના ઊંઝાના વતની છે. છેલ્લાં ઘણાં વર્ષોથી “જંબુદ્વીપ’ ધર્મસંકુલના સર્જનમાં પાયાના આરંભથી કાર્યરત છે.
પૂ.પં. શ્રી અભયસાગરજી મહારાજના સાનિધ્યમાં આવ્યા પછી છેલ્લાં બત્રીશ વર્ષથી નવકારમંત્ર હૈયામાં વસ્યો
અને ધર્મરંગે રંગાયા. ઊંઝા મહાજનમાં સેવા ઉપરાંત ઈડરપાવાપુરીમાં પણ સેવા આપતા રહ્યા છે. ડાયમન્ડના વ્યવસાયમાં સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. આજે પણ પોતાના જીવનનો વિશેષ સમય ધર્મકાર્યોમાં જ પસાર કરી રહ્યા છે.
વાસા ચિમનલાલ પ્રેમચંદભાઈ
પોતાની ઉંમર ૫ વર્ષની હતી ત્યારે પરિવાર સાથે બૂઢણાથી પાલિતાણા રહેવા માટે આવેલ. શરૂઆતનો અભ્યાસ પ્રાથમિકશાળા પાલિતાણા અને ત્યારબાદ s.s.c. સુધી શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણામાં કરી અને ૧૯૬૨માં ધંધાર્થે મુંબઈ આવેલ. બૂઢણાથી મુંબઈ સુધીની સફર લાલનપાલન તેમનાં પૂજ્ય માતુશ્રી માનકુંવરબહેનને આભારી છે, જેણે પાલિતાણામાં સખત મહેનત કરીને સંતાનોને મોટાં કર્યા અને ભણાવ્યાં. આ સમય દરમ્યાન પૂ. પિતાશ્રી પ્રેમચંદભાઈ જીવરાજભાઈ શેઠ આક. પેઢી છાપરિયાળીમાં A/c તરીકે નોકરી કરતા હતા.
૧૯૬૨થી ૧૯૭૧ સુધી મુંબઈમાં નોકરી કરી અને તે દરમિયાન ૧૯૬૬માં મૃદુલાબહેન દુદાણાવાળાં સાથે લગ્ન થયાં. ચાર દીકરી અને એક દીકરો-દરેકને સારા ઘરે પરણાવેલ છે. દીકરાને ત્યાં પણ એક દીકરો અને દીકરી છે.
૧૯૭૧માં પોતાનો સ્વતંત્ર ધંધો-બોલબેરિંગ સપ્લાયનો ચાલુ કરેલ. ૧૯૮૪માં સુરત દુકાન કરી, જે હાલમાં ચાલુ છે. હાલમાં જ ટાણા-અગિયાળી ગામ વચ્ચે રતનપર ગામમાં ખેતીલાયક જમીન રાખીને ખેતી પણ ચાલુ કરેલ છે.
માતુશ્રી તથા પિતાશ્રીનું ૧૨ વર્ષ પહેલાં અવસાન થયેલ છે. પોતે ત્રણે-ભાઈ-ચાર બહેન. હાલમાં પોતાને ખેતીના કામકાજ માટે બૂઢણા અવારનવાર જવાનું થાય છે. બૂઢણાના રાજપૂત કુટુંબ સાથે બહુ જ સારા સંબંધો સ્થાપિત થયા છે. ૧૦૬૧ના ચૈત્ર વદ-૬-૭-૮ના રોજ બૂઢણા મુકામે દેરાસરમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ બેસાડવાનો આદેશ મળેલ અને તે દિવસે પોતાનાં પિતાશ્રી તથા માતુશ્રીએ તેમનાં જીવન દરમ્યાન કરેલ સત્કાર્યો અને માતુશ્રી તથા ધર્મપત્નીએ તેમનાં જીવનમાં કરેલ તપશ્ચર્યાઓની અનુમોદના અર્થે બૂઢણા મુકામે સિદ્ધચક્રપૂજન ભણાવવાનું અને એક દિવસનો ગામધુમાડો બંધ કરવાનું સુંદર કાર્ય થયું. હાલમાં મુંબઈનો દરેક કારભાર તેમના પુત્ર ચિ. પરેશ સંભાળે છે.
Jain Education Intemational
Jain Education Intermational
www.jainelibrary.org
For Private & Personal Use Only
For Private & Personal Use Only