Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 923
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૯૦૩ જૈન ભોજનશાળાનાં મંડાણ કરનાર આ ધર્મવીર સંઘપતિનું યુગલ જ ગણી શકાય. દાન-શીલ-તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારમાં દાનધર્મનું આરાધન કરવામાં પોપટભાઈની જેવી તત્પરતા દેખાઈ તે પ્રમાણે શીલ ધર્મની સેવનામાં તેઓ જરા પણ ઊતરતા નહોતા. પોતાને સંતાન નહીં હોવા છતાં પિસ્તાલીશ વર્ષની પ્રૌઢ ઉંમરમાં, સંપત્તિનું સર્વાગ સુંદર સાધન છતાં, આજીવન સજોડે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરવું એ તેમનો મનોનિગ્રહ કેટલો મજબૂત હશે તે બતાવી આપે છે, એટલું જ નહીં પરંતુ સ્વયં ગ્રહણ કરેલ સર્વશિરોમણિ બ્રહ્મચર્યવ્રતમાં માનસિક, વાચિક અને કાયિક ખલન થવા ન પામે તેને માટે તેઓ સદા સાવધાન રહેતા. પોતાને અનુકૂળ સુશીલ ધર્મપત્નીનો સુયોગ થવો એ પણ તેમનો પરમ ભાગ્યોદય સૂચવે છે. દાન અને શીલના ઉત્તમ સદ્ગુણો સાથે તપોગુણ પણ શ્રીમાન પોપટભાઈનો જાણવા યોગ્ય છે. ખાનપાનની સંપૂર્ણ સામગ્રી છતાં અષ્ટમી, ચતુર્દશી, ઉજ્વલ પંચમી વગેરે પર્વતિથિઓના દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કાંઈપણ તપસ્યા તેમને અવશ્ય હોય જ, શરીરની માંદગીમાં પણ તેઓ તપસ્યાની ભાવનાને ભૂલતા નહીં. અરિહંત-સિદ્ધાદિ નવપદમય શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં તેઓ એટલા ઉજમાળ કે એ આયંબિલની ઓળીના દિવસોમાં એક ધાન્યનાં આયંબિલની આકરી તપશ્ચર્યા અને તે પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરી સર્વશિરોમણિ નવપદજી મહારાજના તેઓ આરાધક બન્યા. એ નવપદજીની ઓળી થયા છતાં હજુ તે પ્રત્યેના પૂર્ણ સભાવ તેવોને તેવો જ જોવા મળ્યો. શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા માટે જ્યારે જ્યારે જે દિવસે તેઓ પાલિતાણામાં આવે અને ગિરિરાજની યાત્રા કરે તે પ્રથમ દિવસે તેમને ઉપવાસ જ હોય અને જ્યારે ત્યાંથી ઘર તરફ જાય ત્યારે પ્રાયઃ આયંબિલ જ હોય. એ તપોધર્મના મંગલપણામાં તેમનો સદ્ભાવાતિરેક જાણવા માટે બસ છે. દાન–શીલ અને તપ એ ત્રણેય ધર્મના પ્રકારો ભાવથી સંગત હોય તો જ સંપૂર્ણ ફળ આપનારાં શાસ્ત્રકારોએ કહ્યા છે. આ સંઘપતિજી કાંઈ દાનાદિ ધર્મનું આરાધન કરવા કટિબદ્ધ છે તેમાં તેમની સંપૂર્ણ ભાવનાનો સુયોગ જ હોય. કોઈની પ્રેરણાથી પરાણે ભાવના વિના કરવું એ તેમને ઓછું રુચિકર છે, તે ઉપરાંત ભાવધર્મના બે ભેદ પૈકી ચારિત્રધર્મના પ્રથમ ભેદનું સ્વયં યદ્યપિ આરાધના કરવામાં તેઓ હંમેશા તૈયાર રહ્યા છે. સદ્દગુરુની અધ્યક્ષતામાં નાણ મંડાવીને તેઓએ બાર વ્રત ઘણાં વર્ષો થયાં ઉચ્ચરેલ; એટલું જ નહિ, પરંતુ પોતે તેમ જ પોતાના ધર્મપત્નીએ કરેલાં પંચમી-નવપદજીની ઓળી વગેરે તપસ્યાની પૂર્ણાહૂતિ પ્રસંગે ઘણાં જ ઠાઠથી હજારોના ખર્ચે ઊજવેલ ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે દેશવિરતી ધર્મારાધક સમાજને પોતાને આંગણે નોતરી જનતાએ આપેલા સ્વાગતાધ્યક્ષપદને યથાર્થ સફળ કરેલ છે. રાજનગરનિવાસી ધર્મરસિક શ્રીમાન શેઠ પન્નાલાલ ઉમાભાઈના પ્રમુખપણામાં તેમ જ આપણા સંઘપતિની સ્વાગતાધ્યક્ષતામાં ઊજવાયેલ એ ઉજ્વલ ધર્મપ્રસંગને જામનગરની જૈન-જૈનેતર પ્રજા હજુ અનેક વાર યાદ કરે છે. એમની યોગ્યતાને અનુરૂપ પાનસર અને મહેસાણામાં ઊજવાયેલ દેશવિરતિ ધર્મારાધક સમાજના અધ્યક્ષ તરીકે જૈન સમાજે તેમની વરણી કરી અને તેઓએ પણ પોતાની કાર્યદક્ષતાથી સમાજે આપેલા સુકાનીના પદને ઘણું જ શોભાવ્યું. આ સંઘપતિજી અંગે જણાવ્યા મુજબ એકલા ધર્મકુશલ જ નહોતા, પરંતુ તેમની વ્યવહારકુશળતા પણ ઘણી અજબ હતી. ગમે તેટલાં કાર્યો હોય તો પણ તેમની કાર્ય વ્યવસ્થાની શક્તિ સહુ કોઈને હેરત પમાડે છે. સ્વયં ચકોર-કાર્યદક્ષ અને દૂરંદેશી એટલું જ નહીં પરંતુ કોઈ પણ કાર્યનું સારું-માઠું શું ફળ આવશે તેનું સાચું અનુમાન કરવાની તેમની સૂઝ અવર્ણનીય હતી. એમનું કહેવું હંમેશાં દલીલપૂર્વક જ હોય છે. તેઓ બહુ પરિમિત બોલવાવાળા, પરંતુ જે બોલે છે તે ઘણો વિચાર કરીને બોલે. તેમની ભાષામાં એટલી મીઠાશ હોય છે કે તે બોલતા હોય ત્યારે “હજુ શેઠ બોલ્યા જ કરે” એમ સાંભળનાર સહુ કોઈની ચાહના રહે છે. પૂ. આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાય, મહર્ષિઓ વગેરે અનેક સાધુઓના પરિચયમાં આવવા ઉપરાંત રાજા-મહારાજા, મહામાત્ય, શેઠ, શાહુકાર અને વિદ્વાન વર્ગના સંસર્ગમાં ઘણી વખત તેઓ આવેલા હોવાથી એમની કાર્ય કરવાની સૂઝ-સમજ અને શક્તિ ઘણાં જ ખીલેલાં છે. પ્રસંગોપાત તેઓ સારું ભાષણ પણ આપી શકતા. જામનગરના શાસનરસિક સંઘમાં શ્રી પોપટભાઈની આગેવાની પ્રત્યેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ઘણી જ ઇચ્છનીય થઈ પડેલ. સરલ આત્માઓને ધર્મમાં જોડવાને માટે સદા તેઓ તૈયાર જ હોય છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક આત્માઓને ધર્મનો અવિહડ રંગ લાગેલો છે, અનેક વ્યક્તિઓ વ્રત-નિયમ–પચ્ચખાણ ધારવાવાળા થયાં છે, કંઈક જીવો દુર્વ્યસનથી મુક્તિ મેળવી જીવનપલટો પામ્યા છે. જામનગરની યંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રાણ હતા. શ્રીમાન સંઘપતિનો સૌભાગ્યસૂર્ય એટલો ઉદયવંતો હતો કે જામનગરના સ્થાનિક સમાજ ઉપરાંત અમદાવાદ, પાટણ વગેરે શહેરોનો જૈન સમાજ તેની ખૂબખૂબ ચાહના રાખે. અને હુન્નર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972