Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 902
________________ ૯૮૨ હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતાં. એમના ઘરનાં ૧૨ મેમ્બરો અમેરિકા ગયાં હતા. અગાસીતીર્થમાં વિશાળ ભોજનગૃહ હોલ અને તેના ઉપર ધર્મશાળા, સેનેટોરિયમ તેમની દેખરેખ નીચે બની હતી. શ્રી પોપટલાલભાઈને છ પુત્રો અને એક પુત્રી છે. તેમનાં નામ કીર્તિલાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસંતલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા રમીલાબહેન છે. સેવંતીભાઈ એન્જિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ.ડી. છે. ચંદ્રકાન્તભાઈ એમ.એસ., એમ.ટી.સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસ.સી. કોમ્પ્યૂટર માસ્ટર પૂરું કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રભાઈ, ચન્દ્રકાન્તભાઈ પૌત્ર ચેતન પૌત્ર શૈલેષ, જયેશ, સુમીત અમેરિકામાં પંચાગમાં રહે છે. જૂના ડીસામાં સં. ૨૦૪૨માં કીર્તિલાલે પર્યુષણ પર્વમાં અટ્ટાઈ કરેલી તેમ જ બીજા ૫૦ તપસ્વીઓ નિમિત્તે સં. ૨૦૪૩માં કારતક માસમાં ઓચ્છવ થયેલ, તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકારસીનું જમણ થયેલ હતું. ભીલડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાનો એક બ્લોક પોપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબહેનનાં નામથી બંધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફેમિલી સાથે મુંબઈ વાલકેશ્વરમાં સમ્રાટ અશોક સોસાયટી, ચંદનબાલા સોસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે. સૂરતમાં ગોપીપુરામાં ચંચળબહેનના નામથી સાધ્વીજી મહારાજનો મોટો ઉપાશ્રય બનાવી આપેલ છે. નવા ડીસામાં જૈન બોર્ડિંગમાં પોપટલાલભાઈના પરિવારના નામથી ૨૬ બ્લોકો સાધારણ માણસો માટે બંધાવી આપેલ છે. વિલોરી (નાસિકમાં) પણ બધા ભાઈઓએ સારો લાભ લીધેલ છે. શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ જીવણલાલ શાહ (જસપરાવાળા) ભાવનગર બાજુના એક નાનકડા ગામ જસપરાના મુંબઈમાં વસતા ઘોઘારી જ્ઞાતિના પ્રસિદ્ધ કુટુંબ શાહ ગિરધરલાલ જીવણલાલને ત્યાં અનુભાઈનો જન્મ તા. ૪-૮-૧૯૪૨ના રોજ થયો. ઉછેર તથા અભ્યાસ મુંબઈમાં જ થયો. ચાલુ અભ્યાસે લગભગ ૧૪ વર્ષની ઉંમરે તેમના પિતાશ્રીનું અવસાન થયું. પોતાની ઉંમર નાની હોવા છતાં ત્રણ Jain Education International ધન્ય ધરા ભાઈઓમાં મોટા હોવાથી પિતાશ્રીએ સ્થાપેલી ચાલુ દુકાન સ્થિર રાખી આગળ વધવાની જવાબદારી તેમના શિરે આવી. જે તેમણે ખૂબ આત્મવિશ્વાસ-પૂર્વક સ્વીકારી-સંભાળી. આટલી નાની ઉંમર હોવા છતાં તેમના મખમલ (વેલ્વેટ)ના ધંધાને માત્ર સંભાળ્યો જ નહી પણ તેનો અકલ્પનીય વિકાસ કર્યો. એ જ રીતે પૂ. માતાપિતાના ધાર્મિક સંસ્કારને પૂ. માતુશ્રીની દોરવણીથી ખૂબ આગળ વધાર્યા. આજે વ્યાપારધંધાનો વિકાસ અને ધાર્મિક સંસ્કારોનો વિકાસ એમ બન્ને વિકાસની એમના જીવનમાં ઉચ્ચ પ્રકારની હરીફાઈ છે. અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરીને ઘણાં સંઘરી રાખે છે. કોઈ સ્વાનંદ-મોજશોખમાં વાપરે છે, કોઈ વિલાસમાં વેડફે છે, જ્યારે કોઈ વિરલા જ પરહિતાર્થે સામાજિક અને ધાર્મિક કાર્યમાં વાપરી શકે છે, એ પણ ગણતરીનો હિસ્સો, જ્યારે વિરલામાં વિરલ અઢળકમાંથી અઢળક સુકૃત્યોમાં વાપરે છે. અનુભાવી એવા વીરલામાંના વીરલની પંક્તિમાં આવે છે. વળી પૂર્વજોની પુન્યાઈના કારણે તેમનાં ધર્મપત્ની દીનાબહેન તથા અનુજ બંધુઓ શ્રી કીર્તિભાઈ તથા શ્રી કુમારભાઈનો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે, તે તેમના જીવનનું એક ઉજ્જ્વળ પાસું છે. ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધર્મના ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે અને હજુ વર્તમાનમાં પણ કરતા જ રહે છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈના માનદ્ મંત્રી તરીકે અગાઉ ઘણાં વર્ષો સેવા આપેલી અને હાલ સમસ્ત મુંબઈ જ્ઞાતિના ટ્રસ્ટીપદે બિરાજે છે. મુંબઈના જૈન સમાજમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પાયધુની–વિજય દેવસુર સંઘનું સ્થાન મહત્ત્વનું છે, કહો કે અનન્ય છે. આ દેરાસરની સ્થાપના-પ્રતિષ્ઠા આજથી ૧૯૪ વર્ષ પૂર્વે કરી હતી અને ત્યારથી તે દેરાસર-તે સંઘ સાથે તે દેરાસરના બંધારણ મુજબ સંઘના કુલ ૧૩ ટ્રસ્ટીઓમાં આપણા ઘોઘારી સાથના ૪ ટ્રસ્ટીઓ હોય છે. દેરાસરની આજુબાજુના પાયધુની–ગુલાબવાડી જેવા વિસ્તારમાંથી આપણી વસ્તીનો અતિ મોટો ભાગ-લગભગ સંપૂર્ણ ભાગ પરાંઓમાં વસી ગયો છે, છતાં દેવસુર સંઘમાં હજુ આપણે આપણું સ્થાન જાળવી રાખ્યું છે. એવા મુંબઈના સિરમોર સંઘ-વિજય દેવસુર સંઘમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. ગોડીજી દેરાસરની કાયમી ધજા, વરસગાંઠનું For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972