Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 904
________________ ૮૮૪ ધન્ય ધરાઃ * મોરબીમાં શ્રી ચન્દ્રરેખા જૈન પાઠશાળા * માતુશ્રીની સ્મૃતિમાં મોરબી શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષનો લાભ કે મુંબઈની ૨૫૩ પાઠશાળા માટે મોરબીનિવાસી શાહ સુખલાલ રા. કાગદી શ્રેષ્ઠ પાઠશાળા નામક ચાંદીનો શિલ્ડ તથા પારિતોષિક * શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં અનામત સીટો * પૂજ્યો લિખિત પુસ્તકોનાં વિમોચનનો લાભ તથા યાત્રા-પ્રવાસમાં અનેકવાર સંઘવીનો લાભ કે મોરબીમાં શ્રી સુમતિનાથનગર સંઘમાં શ્રીમતી ચન્દ્રકળાબહેન કાન્તિલાલ શાહ આયંબિલ શાળા તથા શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, જૈન પાઠશાળાનો લાભ તથા ચૈત્ર માસની ઓળી (પારણાં સાથે)નો લાભ કે બોરીવલી સિમ્પોલીમાં શ્રી મેહુલ જૈન પાઠશાળાનો લાભ કે સમાજના ૭૫ વર્ષના ઇતિહાસમાં નેત્રચિકિત્સા માટે સૌ પ્રથમ મોટી ૨કમનું અનુદાન કે જ્ઞાતિના સેવાસમાજમાં ઘણાં વર્ષોથી રસ લઈને સંસ્થાને અનાજવિતરણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં મૂકવામાં તેઓશ્રીનો અમૂલ્ય ફાળો + નયનરમ્ય શ્રી મલ્લિનાથ તીર્થ, દહાણુમાં ટ્રસ્ટીપદે સેવા કે શ્રી આગમમંદિર, પૂનામાં શ્રી ચતુઃ શરણ પન્ના નામક આગમ સુવર્ણાક્ષરે લખાવવાનો લાભ * ઘાટકોપર નવરોજી જૈન સંઘ મધ્યે નૂતન આરાધનાભવનમાં માતબર રકમ દ્વારા ભવ્યાતિભવ્ય મોક્ષ સીડીનો લાભ લીધેલ. * શ્રી નવરોજ લેન જૈન સંઘના અતિ ભવ્ય દેરાસરજીના નિર્માણમાં પાયાના પત્થર તરીકે ખૂબ મોટા પાયે અનુપમ ભોગ આપેલ હતો. તેઓશ્રીએ મુંબઈ જૈન પત્રકારસંઘના ઉપપ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ ભારતભરના જૈન પત્રકાર માટે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું આયોજન કરેલ છે. સમ્મતશિખરજીનો ૫ વખત યાત્રા પ્રવાસ અને સમસ્ત તીર્થયાત્રાઓ અવારનવાર કરેલ છે. જેન કલ્યાણ માસિકના તેઓ ઘણાં વર્ષોથી માનદ્ ટ્રસ્ટી છે. મોરબી વીસા શ્રીમાળી જ્ઞાતિના ટ્રસ્ટી તથા ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના સ્થાપકપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્માનુરાગિણી ધર્મપત્ની ચન્દ્રકળાબહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહેલ છે. તેમનું જીવન ધર્મમય અને તપમય છે. ધર્મ પોતાના પૂરતો સિમિત ન રાખતાં આ ધર્મપ્રેમી દંપતીએ ધાર્મિક સુસંસ્કારોનું સિંચન તેમના સુપુત્રો શ્રી અશોકભાઈ, કેકીનભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ તથા પુત્રવધૂ અ.સૌ. કલ્પનાબહેન, નલિનીબહેન, મયુરીબહેન, ભાવનાબહેન તથા પૌત્રોમાં કરેલ છે. આ પુણ્યશાળી પરિવારે સમાજના મોવડી મંડળ અને યુવક મંડળને પ્રસંગોપાત કાયમી ફંડોમાં સારું એવું યોગદાન આપેલ છે. આ રીતે જિનાજ્ઞા મુજબ સાતેય ક્ષેત્રમાં અતિ સુંદર સુકૃતો કરેલ છે, જેમાં જિનાલય નિર્માણ, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપાશ્રય, ભાતાગૃહ, ૨ આયંબિલશાળા, ૩ પાઠશાળા, શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ વગેરે ખાસ નોંધપાત્ર છે. આ ધર્મપ્રેમી પરિવાર તરફથી સમાજની ઓફિસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો મૂકવા અર્થે રૂા. ૫૧,000=00નું અનુપમ યોગદાન આપેલ છે. તેઓશ્રી હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો સદ્વ્યય કરે એ જ એક મનોકામના. મોરબી નિવાસી સ્થળ સમજુબહેન સુખલાલ શાહ જેમના આત્માની અમો શાંતિ ઇચ્છીએ છીએ. સ્વ. કાંતિલાલ ભીખાલાલ શાહ જન્મ તારીખ : ઈ.સ. ૨૬-૩-૧૯૨૮ રવર્ગવાસ : ઈ.સ. ૧૯-૫-૧૯૯૭ અમારા ઉપકારી પિતાશ્રી વિ.સં. ૨૦૪૦ની સાલમાં પૂ. ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મ.સા. થકી ધર્મમાં આગળ વધ્યા પછી તો આગળ વધતાં વિ.સં. ૨૦૪૩ની સાલમાં ત્રિલોકનાથ પૂ. શાંતિનાથ પ્રભુની ચલપ્રતિષ્ઠા પોતાની અનાવલ મુકામની દુકાનમાં ગૃહમંદિર સ્થાપના કરાવી. ભાવના વધતી ચાલી અને વિ.સં. ૨૦૫૨ની સાલમાં અનાવલ મુકામે જ ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા તથા ભગવાનને ગભારામાં પ્રવેશ કરાવવાનો ચઢાવો પણ લીધો. આજે અનાવલ મુકામે અમારી દુકાનની નિકટ જે મૂળનાયક વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય છે, જેમાં મૂળનાયક ભરાવવા ઉપરાંત મણિભદ્ર વીર, પદ્માવતી દેવી, યક્ષ-યક્ષિણી, પ્રસાદદેવીને ભરાવવાનો લાભ તથા પ્રતિષ્ઠા સમયે કાયમી ધજાનો ચઢાવો પણ સ્વ. પિતાશ્રીએ લીધેલ. શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠાનો લાભ પણ મેળવેલ હતો. નાની ઉંમરથી જ પરગજુ સ્વભાવ તથા લાગણીશીલ મન હોવાથી પરોપકારના કાર્યમાં તેમને ખૂબ આનંદ આવતો હતો. ઈ.સ. ૧૯૬૮માં સુરતમાં આવેલ પૂર દરમ્યાન અનાવલથી ટ્રકો ભરીને સહાય મોકલાવી તેઓએ માનવતાનાં કાર્યોથી યશકીર્તિ મેળવ્યાં. એજ પ્રમાણે બીલીમોરાના મેમનગર સંઘમાં પણ વિ.સં. ૨૦૫૩ની સાલમાં વાસણોના અઢીસો સેટ ભેટમાં આપ્યા. સ્વર્ગવાસ પૂર્વે ત્રણ વરસ સુધી ચાલુ માસમાં એકાસણાં– બિયાસણાં, નવપદજી આરાધના વગેરે કરતા. અનાવલ મુકામે અનુકંપાદાનનો પ્રવાહ વહાવી અનેકોના પ્રેમને જીત્યા હતા, જેને લોકો આજે પણ યાદ કરે છે. ઘરમાં પણ પોતાનાં ધર્મપત્ની સ્વ. www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972