Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 906
________________ ૮.૬ ગવર્નમેન્ટ દ્વારા `SEM' તરીકે ૧૯૮૯થી ૯૬ સુધી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી, ન્યુ દિલ્હી દ્વારા તેમને ૧૯૯૧માં વિકાસરત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલિતાણામાં ધજાદંડ દેરાસર નિર્માણનાં ૭૫ વર્ષ પછી ૧૯૮૮માં પહેલીવાર બદલવાનો થયો ત્યારે શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. મુહૂર્ત આપવા સાથે તે કાર્ય શ્રી કે. સી. શેઠના હાથે કરાવવાનું સૂચન કર્યું હતું. આખો પ્રસંગ મહોત્સવરૂપે ઊજવાયો હતો અને તેમાંથી ગુરુકુળના હાલના ત્રિશીખરીય સાધારણ દ્રવ્યથી નિર્માણ (દેવદ્રવ્યના વપરાશ વિનાના, ભવ્ય દેરાસરનું નિર્માણ) થયું હતું. આ દેરાસરના નિર્માણમાં નિમિત્ત બનવા ઉપરાંત દેરાસરથી સંલગ્ન તેમણે પોતાની સ્વતંત્ર દેરી બનાવી છે, જેમાં ૫૧ના શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે અને તેમના પરિવારને આ દેરીની કાયમી ધજાનો આદેશ પણ મળ્યો છે. વિરાર, મુંબઈમાં મહાવીરધામમાં સાધારણના ફંડ માટે કૂપનો કાઢવામાં આવી હતી. ૩૫૦૦ કૂપનના વેચાણમાંથી માત્ર એક કૂપન ખેંચવામાં આવી હતી. તેમાં કાન્તિભાઈનું નામ નીકળ્યું હતું. કૂપનોથી કુલ ચાલીસ લાખ રૂપિયાનું ફંડ થયું હતું. લકી વિજેતા તરીકે તેમનું નામ દેરાસરના મુખ્ય શિલાલેખમાં લખવામાં આવશે. ઈ.સ. ૨૦૦૭માં બીજા ચાર મહાનુભાવો સાથે મળી પોતાની ‘શ્રી મુનિસુવ્રત ફાઉન્ડેશન' નામની સંસ્થા સ્થાપી છે. ઉદ્દેશ માનવસેવાનાં કાર્યો છે જેવાં કે મેડિકલ સહાય રૂા. ૧૦૧/ ના ટોકન ૨કમમાં પૂરા પરિવારનો ગ્રુપ મેડિક્લેઇમ વીમો ઉતરાવી આપવો, કષ્ટસાધ્ય રોગો માટે ‘યોગરત્નાકર' ગ્રંથ આધારિત આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ તેમજ સાધારણ જૈન પરિવારો માટે રૂા. ૭૫,૦૦૦/ થી રૂા. ૯૦,૦૦૦/માં સંપૂર્ણ મેરેજ પેકેજ વગેરે છે. હમણાં મુંબઈમાં વસતા સર્વ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન પરિવારો તેમજ ઘાટકોપરના બધા ફિરકાના જૈન પરિવારોમાંથી જેમનો મેડિક્લેઇમ વીમો ન હોય તે સર્વ પરિવારોને મેડીક્લેઇમ વીમો ઉતરાવી આપવાનું અભિયાન ચાલું છે. તેમનાં ધર્મપત્ની ગુણવંતીબહેન ઉગ્ર તપસ્વિની અને ધર્મપરાયણ શ્રાવિકા છે. તેમણે શ્રેણીતપ, કર્મસૂદનતપ, વીશ સ્થાનકની વીશ ઓળી, ૧૬ ઉપવાસ, વરસી તપ અને ઉપાધાન તપની આરાધના કરી છે. Jain Education International ધન્ય ધરાઃ શ્રી કાન્તિભાઈએ ‘યોગરત્નાકર’ નામના જૈનમુનિ દ્વારા ૪૦૦ વર્ષ પહેલાં તે વખતે સફળ થયેલા બધા જ આયુર્વેદના ઉપચારો ગ્રંથસ્થ કરાવ્યા આવ્યા છે. તેમાંથી હરસ, ફિશર, ભગંદર., પથરી, કમળો, ડાયાબીટીસ, દમ, ટી.બી., કેન્સર જેવાં અસાધ્ય ગણાતાં અથવા અત્યંત પીડાકારક દર્દો માટે દવા વિકસાવી છે, જે તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી તેમની ભાયખલા ફેક્ટરીથી દર શુક્રવારે મફત આપે છે. આ ઉપચારો ખૂબ જ અસરકારક છે. હજારો દર્દીઓ સાજાં થયાં છે. તેથી તેમની ઇચ્છા છે કે આ દવાઓને મોટા પાયે વિકસાવી કરોડો દર્દીઓને તેનો લાભ મળે માટે તેમના ઘરની બાજુની દવાની દુકાનમાં મળતી થાય તેમ કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે. પાલિતાણાના જૈન ગુરુકુળનું ગૌરવ શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં એક્સપોર્ટઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગૂન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સીડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી.પ્રતિવર્ષે ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગલમલ એન્ડ કું।. માં જોડાયા, જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન પારેખ એન્ડ કું।. ચાર્ટડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972