________________
૮૫૮
શ્રી શૈલેષભાઈ કોઠારી (શૈલ પાલનપુરી)
શૈલેષભાઈ હિંમતભાઈ કોઠારી–વતન પાલનપુર, પણ વર્ષોથી વસવાટ મુંબઈ. પાલનપુરમાં વેપાર-ઉદ્યોગ, સાહિત્ય-કળાના ક્ષેત્રે હીરા જ પાક્યા છે, છતાં શૈલેષનો વ્યવસાય હીરાનો, પણ એ પથ્થરના ચળકાટથી જ અંજાયેલા રહ્યા નહીં, એમણે જીવતરના ઝળહળાટને પારખ્યો, ભીતર ઝણઝણતી ઊર્મિની સરવાણીઓને ઓળખી અને નવા અવતારે-નવા નામે પ્રગટ થયા શૈલ પાલનપુરી. એમણે એ સિદ્ધ કરી આપ્યું કે પાલનપુરમાં માત્ર રત્નસમૃદ્ધિ છલકાવતું બજાર જ નથી, અહીં શબ્દસમૃદ્ધિ છલકાવતાં રત્નોની પણ ભારોભાર ભીડ છે. સૈફ પાલનપુરી અને શૂન્ય પાલનપુરી તો દિગ્ગજો છે જ, પણ ગઝલિસ્તાનની બજારમાં ‘શમીમ’, ‘મુસાફિર’, ‘અમર’, ‘અગમ’ જેવાં નામ પાછળ ‘પાલનપુરી’ લાગે ત્યારે જ એ નામો પૂરાં બનતાં હોય છે. પછી ચંદ્રકાન્ત ભલે ‘બક્ષી’ અટકથી ચલાવે, પણ પાલનપુરનું નામ પડે અને સાપ જેમ ઊંચા થાય ખરા!
શૈલ પાલનપુરીની ગઝલપ્રીતિ આ વાતાવરણમાં પ્રગટી છે, પનપી છે. પોતાને ‘શૂન્ય’નો ચેલો માનતા આ શાયરે ‘ઝૂરતો ઉલ્લાસ’ નામે એક સંગ્રહ પણ આપ્યો છે. લૌકિક દૃષ્ટિએ સુખસગવડમાં જીવન વ્યતીત કરનાર વ્યક્તિ આંતર્ જીવનમાં કેવી સંવેદનશીલ અને વ્યથિત હોય છે એ એમના ઘણા શેઅર બતાવે છે :
હિંમતભાઈ કોઠારી
“ક્યાં લગી આંસુઓથી હું ધોયા કરું? જન્મ દિનરાત ઊંડા થતા જાય છે.’’ “કાંધે સ્વયંની લાશ છે, મરજી મુજબની રાત છે.” ‘ચાલું છું ‘શૈલ' એકલો ઈશ્વરના ભરોસે.
બાકી તો કાલા મહીં ઇન્સાન ઘણા છે.”
Jain Education International
ધન્ય ધરા
“શૈલ
શૂન્ય
અમે નિત મીણ-મિજાજી, ભણી પીગળતું જીવન.” ને મારી શરમ તો ના જ આવે, કહું શું? આરસી છે, કોણ છે આ?”
શૈલની એકલતા અને ઉદાસીનતા, ખુદ્દારી અને ખુમારી, વેદના અને વ્યથા જાતઅનુભવની નીપજ છે. જાતને જે તંતોતંત આરસીમાં જોઈ શકે છે, ઓળખી શકે છે, તે જ સાચા મોતી જેવા શેઅર પ્રગટાવી શકે છે. એમનાથી જ હૃદયસ્થ ભાવ અસરદાર શબ્દને પામે છે. ‘ઝૂરતો ઉલ્લાસ’માં એવા ઘણા અશરાત મળશે.
ડૉ. સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા
આમોદમાં નાનીવયમાં જ પૂ. ગુરુદેવોના પરિચયમાં આવતાં તેઓની પાસે તથા પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવોના પરિચયમાં આવતાં ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. ધાર્મિક ગ્રંથો, વૈરાગ્યપોષક ગ્રંથો વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વ.નું વાચન કર્યું. આજે પણ ધાર્મિક વાચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ ૧. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોનો સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ આનંદ આવે છે. ઘણા ગુરુ ભગવંતોના અંગત પરિચયમાં છે અને તેમનો તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે ગુરુઓના પ્રતાપે છે. પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વ.ના કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બન્ને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટીપદે ચાલુ જ છે.
તેમના વતન સમનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી તીર્થનો છેલ્લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયો. બન્ને દેરાસરોના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળો શાહ જયંતીભાઈ અમીચંદનો છે, પરંતુ તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સને ૧૯૭૬થી ભરૂચ તીર્થમ્ જૈન ધર્મ ફંડ પેઢી તથા મુનિ
For Private & Personal Use Only
www.jainelibrary.org