Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 898
________________ સંસાર ભરના શ્રાવકોની શ્રદ્ધાનું સરનામું... ૧ મર્ણાર્તદેહ ધામ અ . ભવવાના સરનામા સમુ dીર્થ.. અમદાવાદ-મોડાસા હાઇવે પર દહેગામ વટાવ્યા પછી માત્ર સાત કિલોમીટરના અંતરે નેશનલ હાઇવેને તદ્દન અડીને આકાર લઇ રહેલું મહાવિદેહધામ તમારી નજરે પડશે. નવા બબલપુરા ગામની સીમમાં આવેલું અને સપકાર સરકતી શ્યામરંગી સડકને સ્પર્શ કરતું આ મહાવિદેહધામ આ પંથકનો જીવંત ચમત્કાર છે. એંશી ઉપરાંત ફુટની ઉંચાઇવાળા અને જિનશાસનને અલૌકિક ગરવાશમાં તરબોળ કરતા આ તીર્થને જોઇને ખાતરી છે કે તમે જરૂર તમારા વાહનને થંભાવી દેશો. આ તીર્થના આશિર્વાદ દાતા પ.પૂ. યોગનિષ્ઠાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સમુદાયવર્તિ પ.પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ કેલાસસાગરસૂરીશ્વરજી મ.સા. તથા આ તીર્થનાસ્વપ્નદ્રષ્ટાપૂજ્યશ્રીના અંતેવાસી શિષ્ય શિલ્પમર્મજ્ઞ મુનિશ્રી સંયમસાગરજી મ.સા. છે. આ તીર્થ અમદાવાદથી માત્ર ૩૫ કિ.મી. દૂર દહેગામ-મોડાસા હાઇવે પર નવા બબલપુરા ગામની સીમમાં આવેલું છે. આવો, અહીં બધું જ અદ્ભુત છે... ઇતિહાસને પણ ઓવારણા લેવાનું મન થાય એવું છે મહાતીર્થ મહાવિદેહધામ. અહીં દિવ્યતા છે, ભવ્યતા છે. કહેવાય છે કે “તારે તે તીર્થ” હા ! મહાવિદેહધામ તો તારનારૂં તીર્થ છે. માનવ મનમાં ઉજાસ ભરી દેનારું તીર્થ છે. અહીં તીર્થ અદ્ભુત છે. તીર્થમાં બિરાજમાન દેવાધિદેવ અદ્ભુત છે. તીર્થની રચના અદ્ભુત છે. અહીંની સુવિધાઓ અદ્ભુત છે. અહીં કુશળ શિલ્પકારો એ સ્થાપત્યની કરેલી કારીગરી અદ્ભુત છે. અહીં આવ્યા પછી વિચારો બદલાશે, વિચારોનું વહેણ બદલાશે. અરે, તમારો આખો અભિગમ બદલાઈ જશે. અહીં ગુંજે છે મંત્રવાદનો પ્રતિધ્વનિ... હા, અહીં આર્યસંસ્કૃતિના પ્રાણને સંચારિત કરવામાં આવ્યો છે. મંત્રવાદના પ્રતિધ્વનિથી તીર્થની આ ધરા ગુંજિત બની રહે છે. અર્વાચીન યંત્રવાદને તિલાંજલિ આપવા પૂર્વક ભવતારક મૂળનાયક શ્રી સીમંધર સ્વામીના આ જિનાલય માટે પથ્થર આદિ સાધનો, દ્રવ્યોને ઉંટ ગાડા-બળદગાડામાં જ પ્રસ્થાપિત કરી આ સ્થાને લાવવામાં આવ્યા છે. અહીંનું દ્રશ્ય જ એવું નયન મનોહર અને ચિત્તાકર્ષક છે કે મનુષ્યની સ્મરણ મંજૂષામાં ચિરંતન સ્થિરતા ધારણ કરે! અહીં કશુંક અનન્ય છે.. ધરતીના આ ટુકડામાં જ કશુંક અલૌકિક દિવ્ય તત્વ ધરબાઈને પડ્યું છે. જાણે ભોમકાનો આ ખંડ વરસોથી પોકાર પાડી રહ્યો હતો. “આ સ્વર્ગીય મોક્ષમાર્ગી ધરા છે. કોઈ અહીં તીર્થની રચના કરો ચમત્કારી તત્વ અહીં છુપાયેલું છે. અત્રે જિનમંદિરની સાથે-સાથે આધુનિક સગવડતા સભર ધર્મશાળા. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રયનું પણ નિર્માણ થઇ ચુક્યું છે. વિશાળ ભોજનશાળાનું પણ નિર્માણ ટુંક સમયમાં ચાલુ થનાર છે. આમ તમામ સુવિધાઓ સાથે છ એકર જેટલી વિશાળ જમીન પર પથરાયેલ આ તીર્થ દિવ્યતાની પ્રભા પ્રસરાવવાનું તીર્થ બની, રહેશે એનિઃશંક છે. જિન મંદિરની ઉંચાઇ લગભગ ૮૦ ફુટની છે. સં. ૨૦૬૪ના ચૈત્ર વદ-૩ બુધવાર તા. ૨૩-૫-૦૮ના રોજ આ નૂતન જિનાલયમાં પ્રભુજીને ભવ્ય અંજનશલાકા મહોત્સવપૂર્વક ગાદી નશીન કરવામાં આવ્યા છે. જિન મંદિરમાં દરેક સ્થંભ ઉપર અલગ-અલગ પ્રભુજીના જીવન વિશેના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. નાગપાશનું તોરણ વિશિષ્ટ પ્રકારનું બેનમુન છે. પરિકર પણ બેનમુન છે. ઉપર ગુંબજના ભાગમાં સાત ભયોનાં સુંદર દ્રશ્યો આલેખવામાં આવ્યા છે. દરેક પ્રભુજીની પ્રતિમા પર જમણી જાંઘે લંછન તેમ જ હાથ-પગના તળીયે ઉત્તમ લક્ષણો કોતરવામાં આવ્યા છે. મૂળનાયક શ્રી સીમંધર સ્વામી પરમાત્માના પરિકરમાં ૧૯ ગોખલા કોતરવામાં આવ્યા છે. જેમાં ૯-૯ ઇંચના ૧૯ છે વિહરમાન ભગવાનોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સંપર્ક સૂત્ર : મહાવિદેહધામ તીર્થ – ફોન : ૦૨૭૧ ૬ ૨૬૭૧૦૦ ' શ્રી કેલાસસાગરસૂરિ આરાધના ફાઉન્ડેશન ટ્રસ્ટ, દહેગામ મોડાસા હાઈવે, નવા બબલપુરા પો. સલકી (જિ. ગાંધીનગર)પીન ૩૮૨૩૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972