________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૮૬૧
કેશરિયાજીનગરમાં પહેલે માળે પ્રતિમા પધરાવી પ્રતિષ્ઠા કરાવેલ. અનેક સુકૃત્યો કરીને જીવન સફળ બનાવેલ. તેમના સુપુત્ર બિપિનચંદ્રએ મહુવા નેમિવિહાર દેરાસરમાં ચૌમુખજીમાં તથા જીવિતસ્વામીના દેરાસરમાં શ્રી નેમિનાથજી, મંત્રાધિરાજ પાર્શ્વનાથ તથા શ્રી અનંતનાથ પ્રભુની પૂજા-પ્રતિષ્ઠા કરાવેલ છે. નાનાં-મોટાં અનેક દાવો કરી જીવનમાં લક્ષ્મીનો સદ્વ્યય કરી જીવન સફળ બનાવી રહ્યા છે. ચંદ્રપ્રભુ લબ્ધિધામઅમદાવાદમાં પ.પૂ. આ.શ્રી ચંદ્રયશસૂરીશ્વરજીની નિશ્રામાં વશ-વિહરમાન તીર્થકરની પ્રતિષ્ઠા-આંગી-પૂજા વગેરેમાં લાભ લીધેલ છે. સેંટ ઝેવિયર્સ સ્કૂલ-ધોબી તળાવમાં પણ ૧૦ વર્ષ કમિટીમાં રહી સેવા આપેલ છે. તેમનાં પત્ની અ.સૌ. તરુણાદેવી ખડે પગે ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ, ધર્મની પ્રભાવના વગેરેમાં તન-મન-ધનપૂર્વક સાથ સહકાર આપી તથા પ્રેરણાસ્ત્રોત બની હૃદયની શુદ્ધતાપૂર્વક સરળતા, સાલસતા તથા કુટુંબની એકતા, પ્રગતિ ને ઉન્નતિ માટે કુટુંબીજનોની સેવા કરી રહ્યાં છે. અન્નપૂર્ણાદેવીની ઉપમા સાર્થક કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં મહિલાદક્ષતા કમિટી તથા એકતા કમિટીમાં સેવા આપી રહ્યાં છે.
સ્વ. શ્રી શિવલાલભાઈ દીપચંદ શાહ
શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તળાજામાં ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના વરદ્ હસ્તે તેઓને કાસ્કેટ સમ્માનપત્ર અર્પણ કરવામાં આવેલ તથા મહુવામાં બાંધેલ મકાનનું વાસ્તુ પણ તેમના હસ્તે કરવામાં આવેલ તથા મુંબઈ ભાયખલા શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ શ્રી મહુવા જૈન મંડળની નિશ્રામાં શ્રીયુત,શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના વરદહસ્તે કાસ્કેટ સમ્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. તેમનાં મોટાંબહેન ચંદનબહેને પણ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલું. તપશ્ચર્યાઓ ચાલુ હોય છે. તેમના સુપુત્ર બિપિનચંદ્રને ૨૬ વર્ષથી એકાસણાં ચાલુ છે તથા ત્રણ વર્ષીતપ, તેમાં એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે ઠામ ચોવિહાર એકાસણું કરેલ તથા તેમના સુપુત્ર વિશાલ M.Com. M.B.A. તથા ચિ. નીલેશ (B.M.S. M.Com)સાથે ઝવેરાતના ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. તેમના પિતાનો સખાવતી વારસો આગળ ધપાવી વર્ષે બે વાર સાધર્મિક વાત્સલ્ય, ગુપ્તદાન, સંઘજમણ, સંઘપૂજા, મોટાપૂજનો, પ્રતિષ્ઠા (મહુવા, ખંભાત, બેંગ્લોર, સુરત, નાસિક, વિલ્હોળી, ચંદ્રપ્રભુ લબ્ધિધામઅમદાવાદ) વગેરે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ જીવન સફળ બનાવી રહ્યા છે. મહુવામાં હરખચંદ વીરચંદ ટેક્નિકલ હાઇસ્કૂલ તથા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ભોંયણીમાં સેનેટોરિયમમાં બ્લોક વગેરે કાર્યો કરી જીવન સફળ બનાવ્યું. તેમના કુળની યશોગાથા ઉજ્જવળ કરી. મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમ તથા શકુંતલા જૈન ગર્લ્સ હાઇસ્કૂલમાં ટ્રસ્ટ કરેલ છે. મુંબઈમાં શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ૨૦માં અધિવેશનમાં સ્વાગતપ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી ઉજ્જવળ યશોગાથામાં એક પીંછું ઉમેર્યું હતું તથા સમસ્ત જૈન સમાજને યોગ્ય દિશા બતાવી અનેક સ્થાનોએ ગુપ્તદાન, અનુકંપાદાન, જીવદયા, સાધર્મિક ભક્તિ, ગુરુમહારાજોની વૈયાવચ્ચ જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, સંઘપૂજનો, પ્રતિષ્ઠામહોત્સવો ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનો, સાતેક્ષેત્રમાં લક્ષમીનો સદવ્યય કરી જીવન સફળ બનાવેલ. પ.પૂ. આ.ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સાહેબની અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર શિખરબંધી દેરાસર બનાવી શ્રી મહુવા સંઘને અર્પણ કરેલ છે. ઘરમાં પરમ ઉપકારી પરમાત્મા પૂ. શ્રી મહાવીર સ્વામીનું ઘર દેરાસર બનાવી લાભ લીધેલ છે. જીવનમાં નવ લાખ નવકાર મંત્રનો જાપ પૂરો કરેલ છે. આયંબિલ તપ, સામાયિકો, જાપ વગેરે સુંદર ધાર્મિક ક્રિયાઓ કરેલ છે. તળાજામાં ચૌમુખજીમાં પ્રતિષ્ઠામહોત્સવમાં લક્ષ્મીનો સદ્વ્યય કરી અનેક લાભો લીધેલ તથા પ.પૂ. આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સાહેબની ૪૧”ની પ્રતિમા સ્થાપન કરેલ તથા ચૌમુખજીમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ. પાલિતાણામાં
શિવલાલભાઈનો જન્મ કરાંચીમાં થયો હતો. ૧૯૪૨ની લડત વખતે અભ્યાસ છોડી કુમળી વયે લડતમાં ઝંપલાવ્યું. પોતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી માટે તેમણે લશ્કરી ખાતામાં નોકરી સ્વીકારી. બાવીસ વર્ષ લશ્કરી ખાતામાં કામ કરવાનો એમને બહોળો અનુભવ હતો. શિસ્ત, નિયમિતતા, ચોક્સાઈ, જવાબદારીની સભાનતા વગેરે ગુણો લશ્કરમાં કામ કરવાને કારણે શિવલાલભાઈમાં સહજ રીતે જોવા મળતા.
લશ્કરી નોકરી છોડી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું. અને પોતાના સાળા શ્રી ચીમનભાઈ કે. મહેતા સાથે મળીને મુંબઈ દીપક ટ્રેડીંગ કું. ચલાવી અને સમય જતાં વડોદરામાં દીપક નાઈટ્રાઈટ લિ.ની સ્થાપના કરી અને તેના તેઓ સેક્રેટરી બન્યા. એ ઉદ્યોગ દ્વારા તેમણે ઉદ્યોગના ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી હતી. પોતે નોકરી કરતાં કરતાં જીવનમાં ઊંચા સ્થાને પહોંચ્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org