________________
૮૬૮
ધન્ય ધરાઃ
પાણીના પરપોટા જેવી આ ક્ષણભંગુર જિંદગીને એમણે અનેક પ્રશંસનીય કાર્યો કરીને અતિ મૂલ્યવાન બનાવી દીધી છે. રાજકારણ, ધર્મક્ષેત્રે અને સમાજક્ષેત્રે એમણે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. દહેગામ તાલુકાના જુનિયર ચેમ્બરના પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તથા લાયન્સ ઝોન ચેરમેન, ૧૯૬૭માં તેઓ ધારાસભ્ય બન્યા અને ૧૯૭૪માં ઘનશ્યામભાઈ ઓઝા માટે તેમની સીટ જતી કરીને દહેગામમાંથી તેમને ધારાસભ્ય તરીકે જિતાડ્યા અને તેઓ ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર બન્યા. પૂર્વ ડિરેક્ટર-ગુજરાત ઇલેક્ટ્રીકસિટી બોર્ડ, પૂર્વ પ્રમુખભારત જૈન મહામંડળ, પૂર્વ પ્રમુખ-ગુજરાત રાજ્ય અણુવ્રત સમિતિ, પૂર્વ જનરલ સેક્રેટરી–વિશ્વ ગુજરાતી સમાજ અને હાલ ‘અંતરધારા' (ધર્મધારા)ના તંત્રી તરીકે સેવાઓ આપી રહેલ છે. ગુજરાત યુવક કેન્દ્રમાં પ્રમુખપદેથી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમણે અનેક પ્રવચનો આપ્યાં હતાં. તે સાથે જનરલ સેક્રેટરી, એક્સ એમ. એલ. એ. કાઉન્સિલ (પૂર્વ ધારાસભ્ય) ગાંધીનગરમાં સેવા આપી રહ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજમાં
જ્યારે જનરલ સેક્રેટરી હતા ત્યારે તેમના સાથીઓ સાથે મુંબઈમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા ગુજરાતના પ્રતિનિધિઓને લઈ જઈ એક મોટું ભવ્ય અધિવેશન કરેલ. ઉપરોક્ત દરેક સંસ્થાઓમાં જ્યારે તેઓ હોદ્દા ઉપર હતા ત્યારે તેમણે માનવકલ્યાણ માટે અનેક કાર્યો ખંત અને ધગશથી કરેલ.
- ૧૯૮૬માં શિકાગો શહેરમાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે આમંત્રણ મળતાં તેઓ ગયા. તેમને ન્યૂયોર્ક, લોસ એન્જલસ, શિકાગો, ડેટ્રોઇટ અને અન્ય શહેરોમાં જૈન ધર્મનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. ત્યારબાદ ૧૯૯૩માં ફરી તેમને આમંત્રણ મળતાં શિકાગો શહેરમાં જૈન મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે હાજરી આપવા ગયા ત્યારે પણ તેમણે જૈન ધર્મનાં પ્રવચનો આપ્યાં હતાં. છેલ્લાં ૨૫ વર્ષથી “અંતરધારા' (ધર્મધારા) સામયિક દ્વારા એમણે જૈનો ઉપરાંત જૈનેતરોમાં પણ ધર્મની ધારા વહેવડાવી છે, જેના પ્રતાપે અનેક જીવો પ્રેરણા પામી પોતાના જીવનને સફળ બનાવી શક્યા છે. તેમની પ્રેરણાથી
અંતરધારા'એ જૈન સમાજમાં આગવી ને અનોખી નામના પ્રાપ્ત કરી છે. “અંતરધારા’ સામયિક એક વ્યાવસાયિક સામયિક નથી પણ દરેક ઘરોમાં વાચન દ્વારા સંસ્કારનું સિંચન કરે છે.
ચિંતનશીલ જીવન ફિલસૂફ અને ભાવનાશીલ સર્વમિત્ર તરીકે તેમણે તેમનું વ્યક્તિત્વ એવું વિકસાવ્યું હતું કે તેઓ જીવનભર તેમના પરિચયમાં આવનાર અને તેમને દૂરથી
જાણનારના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હતા. જાહેર સેવા ને માનવસેવાના અને માનવસેવાને પ્રભુસેવા ગણનાર સેવાવ્રતધારીના સત્કાર્યોની સોડમ સૌને હંમેશાં લાભ આપતી પ્રસરતી જ રહેશે.
આમ તેમણે રાજકીય, સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રે અને માનવતાના ધર્મો સાથે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. આનાથી બીજું કયું મોટું કાર્ય હોઈ શકે?
દઢ ધર્મસાધક સુશ્રાવક મોહનભાઈ - પિતા : શ્રી ચીમનભાઈ ઝવેરી
માતા : મોતીકોરબહેન (પછીથી સાધ્વી શ્રી મહાનંદશ્રીજી) વતન : સુરત જન્મ વર્ષ : ઈ.સ. ૧૯૨૩ કર્મભૂમિ : મુંબઈ.
આ ઉત્તમ શ્રાવકનાં માતાજી, નાનાભાઈઓ, બધી બહેનો એમ સાત દીક્ષા એમણે પોતાના હસ્તક કરાવી હતી.
સ્વયં સતત દીક્ષાની ભાવનાવાળા હતા. શિક્ષણક્ષેત્રે દરેક ધોરણમાં પ્રથમ કક્ષામાં ઉત્તીર્ણ થયેલા. એમનું ગણિત અત્યંત પાવરફૂલ હતું.
પરમાત્માના અનન્ય ભક્ત આ ઉત્તમ શ્રાવક સંગીતક્ષેત્રે ગાવામાં અને હારમોનિયમ (વાજાપેટી) વગાડવામાં અત્યંત કુશળ હતા. વર્ષો સુધી મુંબઈ પાયધુની શ્રી મહાવીરસ્વામી દેરાસરના સ્નાત્ર મંડળના અગ્રગણ્ય સભ્ય હતા. - અત્યંત સરળ સ્વભાવના કારણે દુન્યવી ક્ષેત્રે અનેક કડવા અનુભવો થયા પછી પણ તેમના મનમાં ક્યારેય પણ કોઈના પર પણ દ્વેષભાવ ઊભો થયો ન હતો. કર્મના સિદ્ધાંતને ખૂબ જ સ્વસ્થતાથી પચાવ્યો હતો.
પરગજુ સ્વભાવના કારણે ઘણી વખત ઘરની આર્થિક નબળી સ્થિતિની પરવા કર્યા વિના બીજાઓને સહાય કરી લેતા. | મોહનભાઈ જૈન જ્યોતિષમાં માસ્ટરી ધરાવતા હતા, પણ
એ કદી વેપારનો વિષય ન બન્યો. ઘણા સાધુઓને પણ અહોભાવથી એ વિષય શીખવાડતા.
તેઓશ્રી શ્રી નેમિસૂરિ મહારાજના સમુદાયના શ્રીકસૂરસૂરિ મહારાજ-શ્રી વિજ્ઞાનસૂરિ મહારાજના પણ પ્રીતિપાત્ર હતા. એમની નિશ્રામાં ઉપધાન તપ કર્યું હતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org