________________
૮૬૬
બુદ્ધિ, નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા છે.
લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩/બી ઝોન૨ રીજિયન–૬ના ઝોન ચેરમેન તરીકે તેમની સેવાનું યોગદાન પ્રશંસાપાત્ર બન્યું છે.
ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં કારોબારીના સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈનસંઘના સભ્ય તેમજ જૈનસેવા સમાજના કર્મઠ કાર્યકર બનીને સમાજની યથાશક્તિ સેવામાં પોતાનો મોટાભાગનો સમય આપતા રહ્યા છે.
સામાજિક ઉપરાંત શિક્ષણ સાહિત્યને ક્ષેત્રે પણ તેમની નાની મોટી સખાવતો જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાઓમાં તેમનું માર્ગદર્શન ઉપયોગી અને ઉમદા બન્યું છે.
શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી મોખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે.
દશ વર્ષ ભાવનગર જૈનસંઘના મંત્રી તરીકે, આઠ વર્ષ ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. ભાવનગર પાંજરાપોળ, ભા. જૈનસંઘ સંચાલિત દવાખાનું વગેરે તાલધ્વજગિરિ કમિટીમાં ટ્રસ્ટી તરીકે ચાલુ છે.
ભાવનગરના વ્યાપારી સમાજમાં પણ તેમનું આગવું માન અને સ્થાન રહ્યું છે. આજે લક્ષ્મીદેવીની તેમના ઉપર પૂરેપૂરી કૃપા હોવા છતાં જીવન અત્યંત સાદું, નિરાભિમાની ને નમ્રતાભર્યું
છે.
તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્નીનો અને પરિવારનો ઉષ્માભર્યો સહયોગ મળતો રહ્યો છે.
શ્રી કીર્તિભાઈ પોપટલાલ મેપાણી કીર્તિભાઈનો
જન્મ
ઉત્તર
ગુજરાતમાં જૂના ડીસા
૧૪-૩
ગામે તા. ૩૫ના થયો.
પોતાના ઉમદા વિચાર-વાણી
વ્યવહાર દ્વારા અનોખા વ્યક્તિત્વના અદ્ભુત અમીછાંટણા કરી જીવન સિદ્ધ કરી જનાર સદ્ગત શ્રી કીર્તિભાઈ મેપાણીનો
Jain Education International
ધન્ય ધરા
જીવનબાગ લીલોછમ રહ્યો હતો. તેમનાં પ્રત્યેક કાર્યો સુગંધિત બન્યાં હતાં.
શ્રી કીર્તિભાઈની સમગ્ર કારકિર્દીમાં પ્રબળ પુરુષાર્થ દ્વારા સિદ્ધિ હાંસલ કરવાની અદમ્ય ઇચ્છા તથા સુયોગ્ય કાર્યને સતત વળગી રહેવાની શક્તિનો સમન્વય સધાયો હતો.
શ્રી કીર્તિભાઈ મેપાણી તા. ૧૮-૭-૦૬ના રોજ સ્વર્ગવાસી થયા અને ઉચ્ચત્તમ વ્યક્તિત્વની સુવાસ બહોળી વેપારી આલમમાં પ્રસરાવી ગયાં. કાપડ ઉદ્યોગમાં દાયકાઓ પૂર્વે નક્કર કદમ ઉઠાવીને યુવાપેઢી સમક્ષ સાહસ અને સ્વાશ્રયની ભવ્ય ભાવનાની તેજરેખા આલેખી હતી. તેમનું જીવન સરળ, સેવામય, કુટુંબવત્સલતા, સમતા અને સદ્ભાવ કદી ભૂલાશે નહીં—તેઓ દાનધર્મ પણ વિશિષ્ટ રીતે કરતા કોઈને ખબર પડતી નહીં. જમણા હાથે આપે તો ડાબાને ખબર પણ ન પડે. કોઈ પણ દુખિયાના સહાયભૂત હતા. તેમના ઘેર આવેલ માણસ જમ્યા વગર કદી પણ જતા નહીં. વ્યવહારકુશળતા, અનેરી સાદાઈ અને ભારોભાર એટલી જ વિનમ્રતા.
દાનધર્મને ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. અમદાવાદ સંસ્કૃતિ ધામમાં, કીર્તિસ્થંભમાં તેમના પરિવારજનોનું નામ તેજ વિલોરી (નાસિક પાસે) ભોજનશાળામાં તેમના પરિવારજનોએ મોટું યોગદાન આપ્યું. નવસારી તપોવનમાં તેમ જ આયંબિલ ઓળીના પ્રસંગોમાં સારી એવી દેણગી આપી. પોતાની હાજરીમાં જ અનેક સંસ્થાઓને નવપલ્લિત કરી છે. તેમનો મોટો દીકરો શૈલેષ પરિવાર સાથે બોસ્ટન રહે છે. કીર્તિભાઈનાં ધર્મપત્ની કાન્તાબહેને પણ ધર્મની ઘણી આરાધનાઓ અને જાત્રાઓ કરી છે. તપશ્ચર્યાઓ પણ ઘણી કરી છે.
સ્વ. પોપટલાલભાઈના પરિવારમાંથી અરધાથી પણ વધારે (સભ્યો) પુત્રો, પૌત્રો બધા જ બોસ્ટન (યુ.એસ.એ.)માં રહે છે. કીર્તિભાઈની પરમાર્થભાવનાના ગુણો તેમના વારસદારોમાં સારી રીતે સચવાયા છે.
માણસ ધારે તો વેપારવાણિજ્યના ક્ષેત્રે હર્યુંભર્યું કરવા સાથે સમાજની પણ સેવા દ્વારા જીવનબાગને સાર્થક કરી જતા હોય છે. કીર્તિભાઈએ ઉદાર ભાવનાથી અનેક તીર્થસ્થાનોમાં સંપત્તિનો સદ્ઉપયોગ કર્યો છે. ગરીબો અને સાધારણ માણસો તરફ હંમેશાં તેમની અનુકંપા-લાગણીનાં દર્શન થતાં. કીર્તિભાઈના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ ચારેયનાં લગ્ન થઈ ગયાં છે. મોટો દીકરો શૈલેષ U.S.A. બોસ્ટનમાં તેના
For Private & Personal Use Only
www.jainelibrary.org