Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 884
________________ ૮૬૪ ધન્ય ધરાઃ વિશેષ નોંધ : આ.ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય શ્રી આ. ભ. ચંદ્રોદય સૂરિજીના શિષ્ય આ.ભ. શ્રી કનકશેખર સૂરીશ્વરજી સાથે પરિચય હોવાના કારણે વિનંતી કરતાં અવારનવાર સમાધિ આપવા આવતા હતા. છેલ્લે બે દિવસ અગાઉ જ આવી સમાધિ આપવાપૂર્વક સુંદર માર્ગદર્શન આપ્યું. અમૃતભાઈએ પણ ગુરુપૂજન કર્યું. માંગલિક સાંભળ્યું. તેમના આવવાથી તેમના સમભાવમાં અને દર્દ સહન કરવામાં શક્તિ પ્રાપ્ત થતી હતી. ગુરૂકૃપાથી છેલ્લે સુધી તેમણે સમભાવને ટકાવી રાખ્યો હતો. શ્રી કાંતિભાઈ મણિલાલ ઝવેરી કાંતિભાઈની ધર્મ કાન્તિ’ આબુ-દેલવાડાનાં દેરાસરનું સ્મરણ થતાં જ જેમ શ્રી વસ્તુપાલ તેજપાલ અને અનુપમાદેવી સ્મૃતિપટ ઉપર ખડા થઈ જાય છે, તેમ શ્રી હસ્તગિરિ તીર્થનું નામ લેતાંની સાથે જ જેમનું નામ સ્મૃતિપથ ઉપર અંકિત થઈ જાય છે, તે શ્રાદ્ધવર્ય શ્રી કાંતિલાલ મણિલાલ ઝવેરીનું, જેમની સાચી ઓળખાણ એક જ છે...“શ્રી કાંતિભાઈ હસ્તગિરિવાળા'. શ્રી હસ્તગિરિ તીર્થના ઉદ્ધારમાં તેમણે તન-મન-ધનજીવન ન્યોચ્છાવર કરી દીધાં છે! સુકલકડી આ એક શ્રાવક સાહસથી કેવી અનોખી સિદ્ધિ પામી શકે છે, એનું સાક્ષાત્ દર્શન આજે હસ્તગિરિ તીર્થમાં થાય છે. એક નાનું દેરાસર પણ કોઈ એકલાને બાંધવામાં કેટલી બધી મુશ્કેલીઓ નડે છે. એ આપણને ખબર છે, જ્યારે કાંતિભાઈએ ઊંચા પર્વત ઉપર શૂન્યમાંથી એક ભવ્ય સર્જન કર્યું. આ શ્રાદ્ધરત્ન આ તીર્થને શ્રેષ્ઠ ને પવિત્ર બનાવવા અવિધિ-આશાતનાઓ ન થાય તે માટે જાતે ત્યાં રહી બધી તપાસ રાખતા. લાંબી ઓળીના આયંબિલ જાળિયા ગામમાં ઝૂંપડીમાં જાતે રસોઈ બનાવી આ કરોડપતિ શ્રાવકે કર્યા છે. લક્ષ્મીને ધર્મમાર્ગ અને જીવનસેવાને માર્ગે વાપરી મહાલક્ષ્મી બનાવી. તેઓ માનતા હતા કે દેવગુરુની કૃપા, જૈન સંઘો, જૈન બંધુઓ, સહકાર્યકર્તાઓના સહકાર વિના આ કાર્ય શક્ય ન હતું. આ સાથે કંચનબહેન પ્રકાશમય પડછાયો બનીને સહધર્મચારિણી બન્યાં. સૌરાષ્ટ્રના પાલિતાણાના તીર્થક્ષેત્રથી ૧૭ કિ.મી.ના અંતરે આવેલ હસ્તગિરિ ૭૨ જિનાલય અષ્ટકોણાકારનું આ દેરાસર ગુલાબી સંગેમરમરથી બનેલું છે. આ તીર્થની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૫૫ વૈશાખ સુદ-૬ના રોજ પ.પૂ.આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે અને પ.પૂ.આ. શ્રી વિ.. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ફળીભૂત થયું છે. તીર્થના નિર્માણકાર્યમાં પ્રારંભથી જ શ્રી બાબુલાલ નગીનદાસ ખંભાતવાળા તથા તેમનાં ધર્મપત્ની સૂર્યાબહેન અને વી. એલ. શાહ તન-મન-ધનથી સંકળાયેલાં રહ્યાં છે. જેમની રગેરગમાં ધર્મ વહેતો હતો, એવાં માતુશ્રી ચંપાબહેનની કુક્ષિએ શ્રાવકન કાંતિભાઈનો જન્મ વિ. સં. ૧૯૭૮ પાટણમાં થયો હતો અને જીવન રાણો થયો વિ.સં. ૨૦૫૧ ચૈત્ર વદ આઠમના દિવસે જીવનલીલા સંકેલી. કાંતિભાઈ દશ વર્ષના હતા ત્યારે માતુશ્રીએ (ચંદ્રોદયાશ્રીજી મ.સા.) દીક્ષા અંગીકાર કરી અને ચૌદ વર્ષના હતા ત્યારે નીતિ અને પ્રામાણિકતાના માર્ગે જીવન જીવનારા તેમના પિતાશ્રી મણિલાલ ઉત્તમચંદનો દેહાંત થયો. માતાપિતાની પાસેથી સંપત્તિના વારસાની સાથેસાથે આદિભક્તિ, ગુરુધીરતા, ધર્મમાં પ્રૌઢતા, શ્રદ્ધામાં નિર્મળતા, સંસારમાં વિરાગતા આદિ આધ્યાત્મિક સંસ્કારોનો વારસો તેમને ગળથુથીમાંથી પ્રાપ્ત થયો હતો. પરિણામે બાલ્યવયમાં એકિઝબિશનમાંથી બા મહારાજ માટે કાચલી અને નોટબુક ખરીદવાનું મન થયું. પુણ્યાનુબંધી-પુણ્યથી પ્રાપ્ત થયેલ આ લક્ષ્મીનો તેમણે કરોડોની સંખ્યામાં સાત ક્ષેત્ર તેમજ અનુકંપા આદિમાં વિનિમય કર્યો. શ્રી સિદ્ધક્ષેત્રમાં ૨00 થી વધુ સાધર્મિક ભાઈ-બહેનોને ચાતુર્માસ તથા નવ્વાણું યાત્રાની આરાધના કરાવી, એટલું જ નહીં પણ એ પ્રસંગે અનુકંપાદાન પણ એટલું જ વરસાવ્યું. પ્રત્યેક પૂજારી, ડોળીવાળા, ઘોડાવાળાને જમાડીને બહુમાન કરતાં. ઘોડાને ગાળો આપતા, અનાથાશ્રમ અને શ્રાવિકાશ્રમમાં ઘણી વખત ખાવાનું પહોંચાડતા. આજ કારણે મજૂરોએ પણ માત્ર તનથી જ નહીં પણ મનથી તીર્થનિર્માણમાં સહાય કરી. તીર્થનિર્માણનાં ભગીરથ કાર્યોમાં અનેક વિઘ્નો આવ્યાં તથા તેમના ઉપર જીવલેણ હુમલા પણ થયા હતા છતાં સૂઝબૂઝ અને ઈશ્વરકૃપાએ સારો અને સાચો માર્ગ બતાવ્યો. એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે આર્થિક સહાય બંધ થતાં પોતાનો વૈભવી વિસ્તારમાંનો ફ્લેટ વેચી તીર્થનિર્માણનું કાર્ય આગળ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972