________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૮૬૩
તેમની સેવાની કદરરૂપે ૧૯૫૮માં મુંબઈ સરકારે જે.પી.ની માનવંતી પદવી આપી. પાટણ જૈન સંઘે એમનું બહુમાન કરી નવાજ્યા. લાખિયારવાડના રહેવાસીઓએ પણ તેમને સન્માન્યા. જનસમાજમાં ઘણું મોટું માન-સન્માન પામ્યા. સેવાજીવનની એ જ પગદંડી ઉપર તેમના પુત્રો ચાલી રહ્યા છે.
સૌથી મોટા પુત્ર શ્રી હરેશભાઈ પણ મુંબઈની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નાણાવટી હોસ્પિટલમાંથી પરિવાર અને અન્ય સર્કલમાંથી વ્યવસ્થા કરાવીને એક ફી બેડની જોગવાઈ કરાવી છે. મહાવીર હોસ્પિટલમાં સારું એવું દાન આપેલું છે. ભારતના હરેશભાઈ પી. શાહ તીર્થયાત્રાનો પણ આ પરિવારે લાભ લીધો છે.
ગરીબોને દવાદારૂ, રક્તદાન અને એવી અન્ય માનવસેવાની પ્રવૃત્તિમાં શ્રી હરેશભાઈને વિશેષ રસ છે. આખું યે કુટુંબ મંગલ ધર્મની ભાવનાથી રંગાયેલું છે. શ્રી હરેશભાઈ મુંબઈની જુદી જુદી સંસ્થાઓ સાથે આ રીતે સંકળાયેલા છે. પ્રિન્સેસ સ્ટ્રીટ-લોહાર ચાલ જૈન સંઘના ટ્રસ્ટી, જનસેવા સંઘમુંબઈના ખજાનચી; લીબર્ટી હાઇસ્કૂલ, મુંબઈના ખજાનચી; ફૂટપાથ પાર્લામેન્ટના મેમ્બર, આત્માનંદ જૈન સભાના મેમ્બર તથા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર. શ્રી વિજાપુર વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિપંચના અગ્રણી
શેઠશ્રી અમૃતલાલ રતિલાલ
તેઓશ્રી નાનપણથી પ્રભાવશાળી ચહેરો ધરાવતા, સમય જતાં અનોખું વ્યક્તિત્વ તેમનામાં નીખરી આવ્યું. નાની ઉંમરથી નોકરીમાં જોડાયા. લગભગ ઉંમર વર્ષ ૬૦ સુધી બે જગ્યાએ નોકરી કરી અને શેઠના પ્રિય પાત્ર તરીકે આગળ આવી પ્રગતિ સાધી. ૬૦ વર્ષે નોકરી છોડ્યા પછી ધર્મમય જીવન ગાળવાના નિર્ધાર સાથે દિન
પ્રતિદિન તેમાં આગળને આગળ વધતા રહ્યા. તત્ત્વની ભૂખ જાગી અને રુચિને કારણે જ્યાં જ્યાં યોગ પ્રાપ્ત થયો ત્યારે ગુરમુખે વાણી સાંભળતાં છેલ્લાં વર્ષોમાં ધાર્મિક વાચન કર્યું તેના પુણ્ય મનથી અને ચિત્તથી અંદર શાંતતા આવતી ગઈ. પોતાની જાતે આરાધના કરી શકે તે માટે ૭૦ વર્ષની જૈફ વયે બે પ્રતિક્રમણનો અભ્યાસ કર્યો. તેમની ખાસ વિશેષતા મૌન પણ સામયિક કરતાં તેમની મુદ્રાને નીરખવા જેવી હતી. સમાજસ્તરે વિજાપુર સત્તાવીશ જ્ઞાતિપંચની પરંપરાએ સંવત ૨૦૧૨માં પંચની ગાદીએ આવ્યા. શાંત સ્વભાવ, કુશાગ્ર બુદ્ધિ અને મિલનસાર સ્વભાવથી સંસ્થા અને જ્ઞાતિપંચનો પ્રેમ સંપાદન કર્યો. છેલ્લી બે મીટિંગમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં જ્ઞાતિ પ્રત્યેની લાગણીથી તેઓ ગાદી પર બેઠા. ચાર વર્ષની કેન્સર જેવા અસાધ્ય રોગમાં પણ ગજબની સહનશીલતા અને સમતાભાવ રાખી કુટુંબ માટે પ્રેરણારૂપ રહ્યા અને હંમેશાં માર્ગદર્શક રહ્યા. તેઓ હાલમાં બે પુત્રો અને બે પુત્રીનો સુખી પરિવાર મૂકી ગયા છે. અંતિમ સમયે નવકાર મંત્ર સાંભળતાં ઉચ્ચારતાં પરમાત્મા અને ગુરુની આકૃતિ સામે નજર રાખી છેલ્લો શ્વાસ છોડ્યો, જે તેમના સમાધિમરણમાં પરિગમન પામ્યો. ૭૮મા વરસે કુટુંબીઓને કહ્યું હતું કે મારું મૃત્યુ ૮૨માં વરસે થવાનું છે, પરંતુ પરિવારે વાત લક્ષમાં લીધી નહીં અને અચાનક કેન્સર વ્યાધિનું નિદાન થયું. છેલ્લાં ચાર વર્ષ કેન્સરની વ્યાધિ દરમ્યાન સતત ધાર્મિક વાચન રહ્યું. તેના પ્રતાપે દર્દ સહન કરવાની અને સમતાભાવ રાખવાની ક્ષમતા વધી ગઈ. મૃત્યુના ત્રણ મહિના અગાઉ તમામ પરિગ્રહથી મુક્ત બની પોતાના માટે એક રૂપિયાનો પણ પરિગ્રહ રાખ્યો નહીં. સારા માર્ગે વાપરવાના રૂપિયા અનામત રાખી બધા રૂપિયા પરિવારમાં આશીર્વાદ આપતા હોય તેમ આપી દીધા. સોનુંચાંદી આદિનો પણ મોહ રાખ્યો નહીં. છેલ્લા ૨૦ દિવસ વ્યાધિ ઉગ્ર બન્યો તેમ તેમની શાંતિ પણ વધતી ચાલી. છેલ્લા દિવસે મૃત્યુના (૧૦-૧૦ મિનિટે) ૪૫ મિનિટ પહેલા ડાયરી માંગી. તેમાં “ઈશ્વર ધ્યાન' તેટલા શબ્દો લખ્યા સાથે પુત્રોએ ગુરુભગવંત આચાર્ય રામચંદ્રસૂરિજીનો ફોટો અને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો ધર્યો. તેમને હાથ જોડ્યા. પુત્રોએ નમો અરિહંતાણં'નું રટણ ચાલુ કર્યું અને પોતે “નમો અરિહંતાણં' શબ્દ ઉચ્ચાર કરતાં સમાધિપૂર્વક મૃત્યુને સ્વીકાર્યું. મૃત્યુ બાદ પણ મુખ ઉપર એજ શાંતિ–સમાધિની મુદ્રા-જાણે આંખ મીંચી ધ્યાનમાં સૂતા હોય! આવી શાંતિ, સમાધિ, સમભાવ અમને પણ મળે એવું પરિવાર માંગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org