Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 889
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૮૬૯ પૂજ્ય સિદ્ધાંત મહોદધિ આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આ. દે, શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્ય આ. કે. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી અત્યંત વિશ્વાસપાત્ર શ્રાવક હતા. તેમની પાસે જૈનધર્મનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમની વઝૂત્વશક્તિ ખૂબ જ ખીલેલી. કલાકો સુધી અખંડ ધારાએ ભાષણ કરી શકે. સાંભળનારાં જરા પણ કંટાળે નહીં. તેથી ઉપરોક્ત પૂજ્યો વારંવાર અલગ-અલગ ઠેકાણે તેના પ્રસંગે એમને મોકલતા. ભવિષ્યકાળ ઇલેક્ટ્રોનિક્સ આઈટેમોનો છે. એવો અંદાજ એમને પહેલેથી આવી ગયેલો. તેથી એમણે જાપાનની હિતાચી કંપની સાથે પત્રવ્યવહાર પણ કરેલો ને અભ્યાસ પણ શરૂ કરેલો. આ વાત આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાંની છે, પણ ભાગ્યયોગે એમાં વિશેષ સફળતા મળે એ પહેલાં જ માત્ર ૪૯ વર્ષની ઉંમરે તેમનો દેહાંત થઈ ગયો. એમણે ઘણા મુમુક્ષુઓને દીક્ષા માટે સક્રિય મહેનત કરેલી. જીવનમાં નવપદજી પ્રત્યે વિશેષ લગાવ હતો. નવપદજીની પૂજાની બધી ઢાળો મોઢે હતી. કાળધર્મના દિવસે પણ એ ઢાળો જ ગણગણતા હતા. એમના પરિવારમાંથી પણ એમનાં ધર્મપત્નીએ પાછળથી મોટી ઉંમરે દીક્ષા લીધી. બે પુત્ર ને એક પુત્રીએ પણ દીક્ષા લીધી. એમના દીક્ષિત ભાઈઓ આચાર્ય ધર્મજિતસૂરિ મહારાજ અને આચાર્ય જયશેખરસૂરિ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. એમની દીક્ષિત બહેનો સ્વ. સાધ્વી શ્રી નયાનંદશ્રીજી, સાધ્વીજી જયાનંદશ્રીજી, સાધ્વીજી કીર્તિસેનાશ્રીજી અને સાધ્વીજી જયસેનાશ્રીજી તરીકે સુંદર ચારિત્રજીવન પાળે છે. એમના પુત્ર સમસ્ત જૈન સંઘમાં વિદ્ધવર્ય અગ્રણી તરીકે પ્રસિદ્ધ પૂજ્ય આચાર્ય શ્રી અભયશેખરસૂરિ તરીકે જૈન શાસનને શોભાવી રહ્યા છે. તેમના બીજા પુત્ર આ લેખક પોતે છે. એમની દીકરી સાધ્વી નયનાશ્રીજી મ. તરીકે ઉત્તમ ચારિત્રજીવન જીવી રહ્યાં શ્રી રસિકલાલ નરિચાણિયા એક વાસ્તવિક જીવનસંગ્રામના અડગ મહારથી શ્રી રસિકલાલનો જન્મ ઈ.સ. ૧૯૧૯માં રાણપુર (સૌરાષ્ટ્ર) નામના નાના ગામમાં થયો. વઢવાણ અને સુરેન્દ્રનગરમાં શિક્ષણ લઈને તેઓ પ્રગતિને પંથે આગળ વધવા વતન છોડીને ૧૯૩૭માં મુંબઈ આવ્યા અને ન્યુ ધોલેરા સ્ટીમ શિપ્સ લિ. નામની એક આગેવાન વહાણવટી કંપનીમાં રૂા. ૩૫=00ના પગારથી નોકરીમાં જોડાયા. હાલ તેઓ ન્યુ ધોલેરા શિપિંગ એન્ડ ટ્રેડિંગ કું. લિ.ના ડિરેક્ટર પદે તથા મલબાર સ્ટીમશીપ કું, લિમિટેડના જનરલ મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની આ વિકાસ કેડી જીવનની અતિ ગંભીર વિટંબણાઓ અને વાસ્તવિક ઝંઝાવાતો વચ્ચેથી કઈ રીતે માર્ગ કરી આગળ વધી તે જાણવું કોઈપણ માનવી માટે માત્ર ગૌરવભર્યું જ નહીં પરંતુ વધતેઓછે અંશે અનુકરણીય બાબત ગણી શકાય. ડગલું ભર્યું કે ના હઠવું” એ કાવ્યપંક્તિને જીવનનો મહામંત્ર બનાવી શ્રી રસિકલાલભાઈએ તેમની જીવનકથાને એવા હૃદયસ્પર્શી વર્ણનથી સ્પષ્ટ કરી છે કે વાચક દુનિયાની વાસ્તવિકતાને મૂર્તિમંત થયેલી જોવા લાગે છે. જીવન એ જીવવા લાયક છે અને અનુકૂળ સંજોગોની સરવાણીથી સુખી બનાવી શકાય છે. તેમ મર્દ માનવી જ વિચારી શકે છે. એવા મર્દ માનવીનું પ્રતીક એટલે શ્રી રસિકલાલ નરિચાણીયા જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. માનવી ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. ઈ.સ. ૧૯૩૭માં મુંબઈમાં તુરત નોકરી મળી જતાં ગુલાબી સ્વપ્નાંઓ સાથે તેમણે ચાર વર્ષ કર્તવ્યનિષ્ઠા અને શ્રદ્ધાથી કામ કરી ઈ.સ. ૧૯૪૧માં પહેલાં કરતા બમણો પર મેળવ્યો. ઈ.સ. ૧૯૪૧નું વર્ષ તેમના માટે જીવનના મહત્ત્વના સીમાચિહ્ન રૂપ નિર્માણ થયેલ હતું. એ જ વર્ષે સુરેન્દ્રનગરના ઉમદા કુટુંબની એક પુત્રી સુશીલા સાથે તેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા. મુંબઈમાં કુટુંબ સાથે સ્થિર થવાની તેમની મહેચ્છા પર જાપાનના યુદ્ધને કારણે થોડા સમય માટે ઠંડુ પાણી રેડાયું. તેમનાં પત્ની પર માનસિક ગાંડપણનો અતિ વિકૃત અને ઉગ્ર હુમલો થયો. ઉજ્જૈનના આધ્યાત્મિક ઉપચાર કેન્દ્ર કલ્પવૃક્ષ કાર્યાલયમાં તેમની પેઢીના માલિક સ્વ. શૂરજી વલ્લભદાસની મદદથી તેમના પત્નીને દાખલ કર્યા. પ્રાર્થનામય વાતાવરણથી તેમની પત્નીનાં માનસિક અસ્વસ્થતા પર થોડો અંકુશ જણાયો. મુંબઈ આવી સ્થિર થયાં. બે ત્રણ વર્ષના સુખી દંપતીજીવનને અંતે કુટુંબમાં મોટા પુત્ર પ્રદીપનો ઉમેરો થયો. –લેખક : પંન્યાસ અજિતશેખર વિજય ગણિ મહારાજ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972