________________
શાશ્વત સૌરભ ભાગ
ચાલવા મનોરંજનના મહારથી શ્રી મહેન્દ્રભાઇ ડી. શેઠ પ્રયત્ન કરી રહ્યા છે. ભણવામાં હોંશિયાર શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ મિડલ સ્કૂલમાં ત્યારે એકથી પાંચ ક્રમાંકમાં તો હોય જ !! ભણતા હોય પહેલી, પણ ચોથા ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, ભૂગોળ, ઇતિહાસ, જનરલ નોલેજ તેમને આવડતાં જ હોય ! આ બધા વિષયોમાં ૬૦ % થી ૭૦% માર્કશીટમાં વગર વાચને આવેલ હોય ! ? મિડલ સ્કૂલના બધા ધોરણ ઉર્તીણ થયા બાદ ફરજિયાત ઘરથી દૂર નવાનગર હાઇસ્કૂલમાં ભણવા જવાનું થયું, અભ્યાસી વાતાવરણ બરાબર નહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ‘આવારા-ડોન’સ્ટાઇલમાં જ હોય ! હાઇસ્કૂલમાં મહિનો નહીં થયો ત્યાં ઘર નજીક ખંભાલિયા ગેઇટ પાસે નેશનલ હાઇસ્કૂલ શરૂ થવાની જાહેરાત વર્તમાનપત્રમાં જોવા મળી, માતુશ્રીની આજ્ઞા મેળવી પ્રથમ બે ભાઇઓનાં નામ લખવામાં આવ્યાં. પ્રથમ મહેન્દ્ર દુર્લભજી શેઠ દ્વિતીય નામ કિશોરચંદ્ર દુર્લભજી શેઠ, ત્રણ દિવસ પછી ત્રણ ઓશવાળ મહાજન જ્ઞાતિના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. સ્કૂલ ભણતર (એસ.એસ.સી.) પુરું થતાં મહેન્દ્રભાઈને કલકતા પાસે આવેલ રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી યુનિવર્સિટીના શાંતિનિકે તનમાં
ભણવા જવું હતું પણ તેટલે દૂર જવાની માતાની આજ્ઞા ન મળતાં ભણવું ન હતું, છતાં જા મ ન ગ ૨ ની ડી.કે.વી. કોલેજમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થી નેતા ‘હાલાર કોલેજિયન એસોસિએશન'ના મંત્રી-પ્રમુખ તરીકે છ વર્ષ ફરજ બજાવી
મનોરંજનના મહારથી શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ
OPPRY
Jain Education International
દરેક કોલેજ તથા વિદ્યાર્થીઓના અગણિત પ્રશ્નોને ન્યાય અપાવ્યો. બી.એ. પાસ ન થયાથી કોલેજ તથા પ્રમુખ (વિદ્યાર્થીનેતા) પદ છોડવાં પડડ્યાં.
‘સૂરમંદિર’ જેવી સંગીત સંસ્થા ઊભી કરી સંગીત વગાડનારાં તથા ગાનારાંઓ તૈયાર કર્યાં, મહિનામાં ત્રણ ચાર સ્ટેજ જાહેર કાર્યક્રમ અવશ્ય થતાં. ‘ધૂમકેતુ’ નામક નાટ્ય સંસ્થા સ્થાપી ગુજરાત રાજ્યના યુથ ફેસ્ટિવલમાં અેમનું દરેક નાટક પ્રથમ અથવા બીજા નંબરે જ હોય !!
નાનામોટા અનેક મનોરંજન કાર્યક્રમ કર્યા પછી ‘એ’ ગ્રેઈડ સો ઉપર (મહમદ રફી, મૂકેશ, ગીતા દત્ત, કિશોરકુમાર, મન્ના ડે, શકીલાબાનો જેવાં અનેક નામી કલાકારો) કાર્યક્રમો તથા નાટકો જામનગરની પ્રજાને ખૂબ જ સસ્તા દરે મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા. તેથી જિલ્લાની તમામ કોલેજો ‘એ’ ગ્રેઇડની શાળાઓ, જામનગર નગરપાલિકા, દૈનિકો, ગુજરાત વિદ્યુત બોર્ડ, લાયન્સ, જાયટન્સ, રોટરી જેવી અનેક સંસ્થાઓએ મળી જાહેર સમ્માન કરી, ‘મનોરંજનના મહારથી'નું બિરુદ અર્પણ કર્યું. નવાનગર રાજ્યમાં શુભ-અશુભની સમિતિના આગેવાન મહેન્દ્રભાઈ જ હોય.
ચલચિત્રો ઘણાં પ્રદર્શિત કર્યાં, બનાવ્યા, બદિયાણી એન્ટરપ્રાઇઝના સહકારથી શહેરનું અંબર સિનેમા (શાહી સિનેમા) દોઢથી બે વર્ષ ચલાવ્યું, અન્ય પ્રે સિનેમા ઘરોમાં પણ તેમનાં ચિત્રો અવારનવાર રજૂ થતાં કંઇક ગુજરાતી-હિન્દી ચિત્રોનું દિગ્દર્શન કરેલ, કોઈ પાસેથી પૈસા લીધેલ ન હતા, ‘ધરતીનો ધબકાર'ના દિગ્દર્શક (કેપ્ટન) તરીકે વગર પૈસે જવાબદારી સંભાળેલ હતી ! સમયકાળ બદલાયો
હોવા છતાં શ્રી મહેન્દ્રભાઈ શેઠની રાખરખાવટ, તેમનું સંસ્કારધન અકબંધ રહ્યું છે. પ્રતાપી પિતાનો વારસો જાળવી રાખવા નાના મોટા ફંડફાળામાં તેમની દાનગંગા વહેતી જ રહે છે. સારાં કાર્યોમાં સામે ચાલીને પ્રે સહભાગી થવાની તેમની ઉદારતા અને કાર્યકુશળતા વિરલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org