________________
૮૬૨
હતા એટલે નોકરી કરનાર માણસોની મુશ્કેલીઓ પ્રત્યે તેમને હંમેશા સહાનુભૂતિ રહેતી. તેઓ સ્વભાવે અત્યંત ઉદાર અને પરગજુ હતા. પરિચિત વ્યક્તિનું કામ તેઓ હોંશથી તરત કરી
આપતા.
છેલ્લી અવસ્થામાં તેઓ પૂરેપૂરા સ્વસ્થ હતા. જીવનમાં સક્રિય વર્ષો તો માણી લીધાં છે. આતો વધારાનાં વર્ષો છે એ ખેલદિલીથી હસતાં હસતાં કહેતા. કુદરતે એવી નોટીસ આપી છે કે જેથી ઉત્તમ ધર્મકાર્ય વેલાસર કરી શકાય. ત્યારે તેમની સ્વસ્થતા અને સમતા જોઈને એમના પ્રત્યે સૌને બહુ આદર થયો હતો.
શિવલાલભાઈ વડોદરાની અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. એમની સુવાસ ઘણી મોટી હતી. અંગત રીતે પણ તેઓ અનેક લોકોને કશી પણ પ્રસિદ્ધિની કે નામ-નિર્દેશની અપેક્ષા વિના સહાય કરતા અને અનેકને અંગત મુશ્કેલીઓમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતા. વડોદરાના સુપ્રસિદ્ધ કવિ ડો. રણજીતભાઈ પટેલે (અનામી) એમને અંજલિ આપતાં નીચેની પંક્તિઓ લખી છે :
એક
દિવ્ય
દીપક પ્રગટ્યો દીપ થકી શિવ-કલ્યાણની જ્યોત ધરી; સૌમ્ય ઘુતિ ઊભરી, વિપદ-તિમિર હરી. પ્રકાશ, પ્રકાશનકી; એક દીપક પ્રગટ્યો ચંદ થકી, એને જીવન કોડિયે સ્નેહ છલોછલ; એનાં કર્મની વાટ અહો કશી નિર્મલ. સ્થિર સૈર પ્રકાશ ઝગી શું પલેપલ; નિશદિન નિશા હરવાનું કશું બલ ? મહાજ્યોતિ શું આખિર એ લપકી; એક દીપક પ્રગટ્યો દીપ થકી.
શ્રી પન્નાલાલ
એક
FXzy
ચોગમ
ૐની
પ્રખર
ભીખાચંદ શાહ જૂની પેઢીમાં પુરુષાર્થની પ્રતિમૂર્તિ સમા શ્રી પન્નાલાભાઈ બી. શાહનું નિસ્પૃહી અને સેવામય જીવન તેમની સખાવતી વૃત્તિની સ્વયં પ્રતીતિ કરાવી જાય છે.
Jain Education International
ધન્ય ધરા:
આ સાહસિક અને સેવાભાવી શ્રેષ્ઠીનો જન્મ ગરવી ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં ૧૯૬૬ના અષાઢ સુદી સાતમને સોમવારે થયો. નાની વયમાં પિતાશ્રીની શીતળ છાયા ગુમાવી. સંઘર્ષ અને ઝંઝાવાતો સામે બાથ ભીડવા કમર કસી. ખપ પૂરતો અભ્યાસ કરીને જીવનસંગ્રામમાં આગળ વધ્યા પણ માત્ર સેવા એ એમનો એકમાત્ર પરમાનંદ રહ્યો. કર્તવ્ય એ એમના જીવનનું એકમાત્ર ધ્યેય રહ્યું. ખાસ કરીને માનવસેવા એમનો જીવનભરનો મંત્ર બન્યો.
મજબૂત મનોબળ, મિલનસાર અને નિખાલસ હૃદય અને દૃઢ નેતૃત્વશક્તિને કારણે તેઓ મુંબઈમાં ફૂટપાથ પાર્લામેન્ટના સફળ સુકાની બન્યા. સમૂહબળ જમાવ્યું અને તે દ્વારા જનગણની સુંદર સેવા કરતા રહ્યા.
સેવાનો ગહન માર્ગ અપનાવી સંયમ, સાદાઈ અને સૌજન્યતાના ત્રિવેણીસંગમ સમા આ વિરાટ વ્યક્તિએ જનતાના પ્રશ્નો નીડરપણે યોગ્ય સ્થળે રજૂ કરી જનમાનસમાં સુંદર સુવાસ ઊભી કરી.
જીવનભર ખંત અને ધીરજપૂર્વક ઘણા પ્રસંગોએ એક અડગ યોદ્ધાની જેમ જૈન શાસનની અને બીજી સંખ્યાબંધ સંસ્થાઓ દ્વારા સેવા કરી.
શેઠ અમીચંદ પન્નાલાલ શ્રી આદીશ્વરજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ વાલકેશ્વર-મુંબઈ-૬ના જીવન પર્યંત ટ્રસ્ટી હતા. મુંબઈમાં દવાના ધંધાની લાઈનમાં જોડાયા–“વોરા બ્રધર્સ” પેઢીના ભાગીદાર બન્યા અને વિશિષ્ટ પ્રગતિ સાધી. એમના અનોખા વ્યક્તિત્વને કારણે વ્યાપારી આલમમાં પણ સૌના તેઓ પ્રીતિપાત્ર બન્યા.
પ્રિન્સેસ સ્ટ્રીટ-લુહાર ચાલ જૈન સંઘના અગ્રણી–મોભી, જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ, આત્માનંદ સભા, મહાવીર જૈન વિદ્યાલય, નાનીમોટી અનેક સંસ્થાઓમાં તેમની નિઃસ્વાર્થ સેવા યાદગાર બની.
પૂ.આ. શ્રી વલ્લભસૂરિજી દાદાની પ્રેરણાથી શાસનસેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં એમનું નામ સૌ પ્રથમ મોખરે રહ્યું. આણંદજી કલ્યાણજીની પેઢીમાં પાટણના સક્રિય કાર્યકર તરીકે, પાટણ જનતા હોસ્પિટલ, પાટણ પાંજરાપોળ; ફૂટપાથ પાર્લામેન્ટ, સર હરિકેશન હોસ્પિટલ, સુરત રેલ સંકટ, ગરીબો માટેનાં દૂધ કેન્દ્રો અને કોંગ્રેસની રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને ગજબનું કામ કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org