________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કાર્યકર કે ડોનર તરીકે સંકળાયેલા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય–શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ જેવી માતબર સંસ્થા સાથે સંકળાયેલ છે.
ભારતભરનાં ઘોઘારીનાં બાળકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરતાં શ્રી ઘોઘારી જૈન સેવા સંઘમાં મંત્રી–પ્રમુખ તરીકે અનેક વર્ષ સેવા આપી છે. શ્રી અંધેરી ઘોઘારી જૈન સમાજ–અંધેરીના માજી ખજાનચી તરીકે ૧૬-૧૬ વર્ષ સેવા આપી સમયસર કેમ હિસાબ આપવો એનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડેલ. શ્રી નવાગામ જૈન સંઘ, શ્રી પદ્મનગર જૈન સંઘના પ્રમુખ રહી ઉત્તમ સેવા આપી છે.
ચંપકભાઈના અવસાન પછી એમનાં અધૂરાં રહેલ કાર્યમાં મૂળ વતન નવાગામ ખાતેના બાળમંદિર અને અમદાવાદ ખાતેના ઉપાધાનનું ભવ્ય ઉદ્ઘાટન કરાવી સંઘ કાઢેલ. પોતાના વતન ખાતે ગ્રામપંચાયતના સહકારથી-સંનિષ્ઠ કાર્યકરો સાથે રહી ચબૂતરાનો જીણોદ્ધાર કરાવી ઘણી જ વિશાળ જગ્યાનું આયોજન કરી રોજની ૩૦-૩૫ કિલો કબૂતરને ચણ નાખવાના ફંડની સારી એવી ૨કમ એકઠી કરવામાં જયસુખભાઈનો હરણફાળો છે.
નવાગામ ખાતેના પ્રતિષ્ઠિત પ્રતિમા કોસબાડ–મલ્લિનાથ જૈન તીર્થ ખાતે લાવ્યા પછી કિરીટભાઈ પાનાચંદ વોરા અને પોતાના આર્થિક સહયોગથી નૂતન ઉપાશ્રયનું બાંધકામ ખૂબ જ સુંદર રીતે જાતમહેનતથી કરી તૈયાર કરી સંસ્થાને ચાવી સોંપી. હાલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી-દાનેશ્વરી શ્રી કે. જી. શાહના સહકારથી ભારતભરમાં પ્રથમ જ વખત બનતાં પરોણાગત પ્રતિમાગૃહ’નું બાંધકામનું આયોજન ચાલી રહેલ છે. ગામડાના શ્રાવકોનાં ઘર બંધ થતાં પ્રતિષ્ઠા થયેલાં પ્રતિમાઓ કોઈજ દેરાસરો લેતાં નથી એ કોસબાડ તીર્થમાં લેવામાં આવશે એવું પૂરેપૂરું ધ્યાન તેમજ તન-મન-ધનથી શ્રી જયસુખભાઈ વોરા ધ્યાન રાખી રહેલ છે. ચંપકભાઈ વોરાની જેમ જ બીજે અનેક સંસ્થાનાં કાર્ય કરી રહેલ છે એ જ પુરવાર કરે છે કે માતાપિતાના ઉત્તમ સંસ્કારનો વારસો એણે ફળીભૂત કરેલ છે.
પહેલાં રડવું આવે અને મા-બાપ યાદ આવે હવે મા-બાપ યાદ આવે અને રડવું આવે.
શ્રી જયંતીલાલ રતનચંદ શાહ
શ્રી જયંતીલાલ રતનચંદ શાહે મુંબઈ શ્રીસંઘના સામાજિક અને ધાર્મિક જીવન અને તેની જાહેર પ્રવૃત્તિઓ સાથે
Jain Education International
૮૫૧
ઓતપ્રોત બની સેવાના ક્ષેત્રે જે પ્રગતિ અને સિદ્ધિ સાધી છે તે ભારતભરના જૈન સમાજ માટે પ્રેરણાદાયી અને ગૌરવરૂપ છે.
મુંબઈ અને લંડન યુનિવર્સિટીમાં તેઓએ બી.એ. અને બી.કોમ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. પ્રથમ પાંચ વર્ષ ઇન્કમટેક્સઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ત્યારબાદ ૫૦ વર્ષ પૂર્વે ઇન્કમટેક્સની સ્વતંત્ર પ્રેક્ટિસની શરૂઆત કરી. શુભનિષ્ઠા, ચીવટભરી કામગીરી અને મમતાળુ સ્વભાવને લીધે આ ક્ષેત્રમાં તેઓએ ખૂબ જ નામના મેળવી. વ્યવસાયના વિકાસ સાથે અનેક સંસ્થાઓના વિકાસમાં તેઓએ સમય, શક્તિ અને દાનનો ઉદારતાપૂર્વક ઉપયોગ કરી ચિરસ્મરણીય ફાળો આપ્યો. તેમની સેવા-ભાવના, ઉદારતા અને કુશળતાનો લાભ મુંબઈ શહેરની અનેક સંસ્થાઓની જેમ, અન્ય સ્થળોની સંસ્થાઓને પણ મળી રહ્યો એ બિના જેમ તેમની સમાજ પ્રત્યેની વધતી મમતાની સૂચક છે, તેમ તેમની વિસ્તરતી નામના, કીર્તિ અને પ્રતિષ્ઠાને પણ અનુરૂપ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જૈન દવાખાનું, શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી લોહાર ચાલ-પ્રિન્સેસ સ્ટ્રીટ જૈન સંઘ અને બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાઈ તન-મન-ધનથી સેવા અર્પી, તેનાં સંચાલન અને વિકાસમાં સુંદર ફાળો આપ્યો છે. આ ઉપરાંત શ્રી વીશા પોરવાડ જ્ઞાતિના પ્રમુખ તરીકે, સુરત જૈન ધર્મશાળાના મંત્રી તરીકે, શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ વિદ્યાલય (સુરત)ના ઉપપ્રમુખ તરીકે અને શ્રી સુરત વર્ધમાન તપ આયંબિલ ભવન, શ્રી આત્મ-વલ્લભ-શીલ સૌરભ ટ્રસ્ટ, શ્રી માણેકબાઈ રતનજી અરદેસર દુભાષ ટ્રસ્ટ, શ્રી શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ તથા શ્રી જે. આર. શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેઓએ યશસ્વી કામગીરી બજાવી છે. શ્રી મહાવીર વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે તેઓએ સહકાર્યકરોના સહકારથી ભગીરથ પ્રયાસો કરી જે રિદ્ધિ અને સિદ્ધિ મેળવી છે તે તેમનામાં રહેલી વિરલ શક્તિનાં દર્શન કરાવે છે. વિવિધલક્ષી સંસ્થાઓની પ્રવૃત્તિઓ સાથે માનવ રાહતનાં કાર્યોમાં પણ તેમની સેવા પ્રશંસનીય છે. બિહાર તથા સુરતના રેલસંકટ સમયે અને દુષ્કાળના કપરા સમયે તેઓએ બજાવેલી કામગીરી સંસ્મરણીય છે.
તેઓ સુરત શહેરમાં તેના પ્રદાન બદલ જાણીતા છે. તેઓ સુરતમાં મહાવીર જનરલ હોસ્પિટલ અને એસ. ડી. મહેતા કાર્ડિયાક હોસ્પિટલના સ્થાપક ચેરમેન રહ્યા. તેમનાં દર્શન, સ્વપ્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org