________________
૨૬
સલાહ અમૂલ્ય હોય છે. સમાજની વિભક્તતાને અટકાવવી એ જ એમનું અંતિમ લક્ષ્ય છે.
ધર્મ પ્રત્યે સમર્પણભાવ અને સંત મહાપુરુષો પ્રત્યે અગાધ શ્રદ્ધાને અનુરૂપ એમના મનમાં જિનશાસનનાં અનેક કાર્યો કરવાની પ્રચુર ભાવના બળવત્તર થઈ રહી છે. પરમ પિતા પરમાત્મા એમની ભાવનાઓની કદર કરતાં એમને જલદીમાં જલદી પૂર્ણ કરાવી તેઓ આહોરના નવરત્નોમાંના એક બને એવી મંગલકામના.
શેઠ શ્રી સ્વ. કુન્દનમલજી છોગાજી ગાદિયા (આહોરવાળા) બેંગ્લોર
રાજસ્થાનમાં આહોરના મૂળવતની, ઘણાં વર્ષોથી બેંગ્લોર ખાતે સ્થાયી થયા તેઓશ્રીનો પરિવાર મોટો તેમાં તેમના સંતાનો ધર્મપ્રેમી રહ્યાં છે. તેઓનું નાનપણથી ધર્મમય જીવન સાથે પરમાત્મા ભક્તિ ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધાના બીજ રોપાયા હતા.
તેઓશ્રી બાવન જિનાલય મૂળનાયક ગોડીજી પાર્શ્વનાથ ભગવાન આહોર ખાતેના અનંત ભક્ત હતા. ધર્મમય લાગણી સાથે ધર્માનુરાગી બનેલ.
શંખેશ્વરમાં પૂ. આ. દેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં ચૈત્રમાસની ઓળી સુંદર આયોજન કરેલ તેમાં દરેકે ધર્મ સાથે તપમાં જોડાવાની ઉત્કૃષ્ટ ભાવના હતી.
એમની પૌત્રી હિનાકુમારી વિમલચંદજી સંયમગ્રહણ પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સાધ્વી શ્રી ચારૂનંદિતા શ્રી મ.સા. સુશિષ્યા સાધ્વી હિતનંદિતાશ્રી મ.સા. દીક્ષાગ્રહણ કરી કુલદીપિકાઓ શાસનની શોભા વધારી એમની દોહિત્રી શોભાકુમારી દેવીચંદજી પ.પૂ.આ. શ્રી અભિધાન રાજેન્દ્ર ક્રોસ રચયિતા રાજેન્દ્રસૂરીશ્વરજી સમુદાયમાં સાધ્વીજી મણીપ્રભાશ્રીજીની સુશિષ્યા સાધ્વીશ્રી સંવેગયશાશ્રીજી મ.સા. નામ ગ્રહણ કરી સંયમ અંગીકાર કરી શાસનમાં નામ રોશન કરેલ.
તેમના સંતાનો ધર્મના કાર્યકુશળ હોઈ દરેક પોતાના મન
Jain Education Intemational
ધન્ય ધરાઃ
પસંદગીના વિષયો રસ દાખવવા ખડે પગે હાજર રહેતાં કોઈ આંગીમાં કોઈ તીર્થરક્ષા કોઈ સ્નાત્રપૂજા-જીવદયા આદિ તો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તો કોઈ સકલ સંઘના કોઈપણ કાર્ય સુંદર બનાવામાં તત્પર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવવામાં માહિર હતાં.
સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારીને સપનાં સાકાર કરવામાં સહયોગી બનનાર બેંગ્લોરના સુપ્રસિદ્ધ સપના બુક હાઉસના પ્રણેતા
શ્રી સુરેશભાઈ સી. શાહ
ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા Footprints નામે એક સુંદર
પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે, જેમાં કર્ણાટકના ૨૮ સ્વપ્નશિલ્પીઓની જીવનગાથા આલેખવામાં આવી છે. આ સ્વપ્નશિલ્પીઓએ
૨૮
સામાન્ય સ્થિતિમાંથી સાહસ અને પુરુષાર્થ દ્વારા અનન્ય સિદ્ધિ મેળવી છે. કર્ણાટકના
આવા ૨૮ સફળ સાહસવીરો અને સ્વપ્નશિલ્પીઓની યાદીમાં એકમાત્ર ગુજરાતી વ્યક્તિ સમાવિષ્ટ છે, જેમનું નામ છે-શ્રી સુરેશભાઈ સી. શાહ, સપના બુક હાઉસના ચેરમેન. આ પુસ્તકમાં શ્રી સુરેશભાઈ સી. શાહના જીવનવૃતાંતનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સપના બુક હાઉસની યશગાથા પણ સાંપડે છે. પ્રસ્તુત છે : ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા પ્રકાશિત Footprints' પુસ્તકમાં પ્રગટ થયેલા સ્વપ્નશિલ્પી શ્રી સુરેશભાઈ સી. શાહનાં જીવન-કવન વિશેના લેખનો અનુવાદ.
નવમા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે બોમ્બે કુલી એસોસિએશન વતી ઘાટકોપર સ્ટેશન પર પંડિત જવાહરલાલ નહેરુને હાર પહેરાવવાનો હતો. જેવો તે પંડિતજીની નજીક ગયો એટલે પંડિતજીએ ટકોર કરતાં કહ્યું, “અરે નાના બાળ, તું અહીં રેલવેમાં શા માટે કામ કરે છે? મને તો લાગે છે કે મા સરસ્વતી તારા ચહેરા પર નૃત્ય કરી રહ્યાં છે,” આટલું કહી નેહરુજી ચાલ્યા હતા. પેલો કિશોર ત્યારે નહેરુજીના
For Private & Personal Use Only
www.jainelibrary.org