________________
૮૩૬
ધન્ય ધરાઃ
વીસસ્થાનક તપ, કંઠાભરણ તપ, નિગોદનિવારણ તપ, ધર્મચક્ર તપ, શત્રુંજય તપ, પાંચ ચારમાસી તપ તથા અન્ય છૂટક તપ મળીને લગભગ ૧૮૫૦ ઉપવાસ કર્યા છે. નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૦મી ઓળી તથા એકાંતરે ૧૦૦૮ આયિબલ કર્યો છે.
પાલિતાણામાં શ્રી આદિનાથ દાદાની પાંચ વખત નવાણું જાત્રા કરેલ છે અને એ સિવાય અન્ય છૂટક જાત્રાઓ મળીને લગભગ ૭૮૦ જાત્રાઓ કરેલ છે. નવ ઉપવાસ તથા ચાર અઠ્ઠાઈ પૌષધ સહિત કરેલ છે અને અન્ય પૌષધો મળીને લગભગ ૬૦૦ પૌષધો કરેલ છે. પાલિતાણામાં પાંચ ચોમાસાં કરેલ છે તથા મદ્રાસમાં બાર વ્રત અંગીકાર કરેલ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં ૨૩ દિવસ રહી આયંબિલ સાથે છ'રી પાળીને શ્રી શંખેશ્વર દાદાની ૧0૮ જાત્રા કરી અને ગામનાં દરેક દેરાસરનાં દર્શન, પૂજન તથા ચૈત્યવંદન કર્યા.
સંવત ૧૯૯૯માં પાલિતાણામાં પૂ.આ. દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મદ્રાસના શેઠશ્રી મૂલચંદ આસુરામે ઉપધાન તપ કરાવેલ ત્યારે શ્રી કાન્તિભાઈએ પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. દ્વિતીય ઉપધાન સંવત ૨000માં રાધનપુરમાં પૂ.આ. દેવ શ્રી જબુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ. તૃતીય ઉપધાન સંવત ૨૦૦૨માં થરામાં પૂ.આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ.
કાન્તિભાઈએ પ્રથમ વરસીતપનું પારણું પાલિતાણામાં, બીજા વરસીતપનું પારણું હસ્તિનાપુરમાં, ત્રીજા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ, મદ્રાસમાં કરેલ અને શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય જમણ કરેલ. ચોથા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ પર કરેલ. શ્રી કાંતિભાઈ પાંચ જિનપ્રતિમા, પાંચ પાઠશાળા તથા પાંચ ઉપાશ્રયમાં સહયોગી બનેલ છે.
શ્રી કાન્તિભાઈએ સાવત્થી તીર્થમાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા ભરાવેલ છે. મદ્રાસના શ્રી ચન્દ્રપ્રભુ નવા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિમા ભરાવેલ છે. હરિદ્વારમાં શ્રી પાર્શ્વયક્ષની પ્રતિમા ભરાવેલ છે.
અંકેવાળિયા (ગુજરાત)માં શ્રી વાસુપૂજ્ય સ્વામીની દેરીનો લાભ લીધેલ છે. સુજીપકુંજ-પાલડી, અમદાવાદમાં મૂળનાયક શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કરી પ્રતિષ્ઠા કરેલ છે. રૂની તીર્થમાં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ ભરાવવાનો,
પ્રતિષ્ઠા કરાવવાનો તથા કળશ ચઢાવવાનો લાભ મળેલ છે. શ્રી ચન્દ્રપ્રભુ નયા મંદિર, મદ્રાસમાં શિલાસ્થાપનાનો લાભ લીધેલ છે. મદ્રાસમાં માધાવરમમાં શ્રી સુમતિનાથ મંદિરમાં શિલાસ્થાપનનો લાભ લીધેલ છે. ૫.પૂ. આચાર્યદેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી વિવેકાનંદ નગર, અમદાવાદમાં દેરાસર તથા ઉપાશ્રય માટે જગ્યા અર્પણ કરેલ.
કાન્તિભાઈનું મુખ્ય પ્રિય કાર્ય આયંબિલશાળાઓની સ્થાપના છે. તેમને આયંબિલ તપ અતિપ્રિય છે. અલગ-અલગ જગ્યાએ ૧૧ આયંબિલશાળા ચાલુ કરાવેલ છે. આના માટે જાતે ફરી ફંડ એકઠું કરી આયંબિલશાળાઓને સદ્ધરતા અર્પેલ છે. કંબોઈ (બનાસકાંઠા)માં આયંબિલખાતામાં સારું ફંડ કરાવી સહયોગ આપેલ છે. થરા (બનાસકાંઠા)માં ગામમાં આયંબિલભુવન તથા હોલનો લાભ લીધેલ છે. થરામાં પાવાપુરી સોસાયટીમાં આયંબિલ ખાતામાં લાભ લીધેલ છે. રાણીપ (અમદાવાદ)માં આયંબિલભુવનનો લાભ લીધેલ છે. શ્રી કુલપાકજી તીર્થમાં શેઠશ્રી કેવળચંદજી ખટોડ સાથે મળીને ફુલપાકજી આયંબિલશાળામાં લાભ લીધેલ.
રાજકોટમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. લફણીમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. ઉણમાં આયંબિલશાળામાં કાયમી શાશ્વતી ઓળીનો લાભ લીધેલ અને અન્ય ફંડ કરાવી આપેલ.
શ્રી રૂની તીર્થ (બનાસકાંઠા)માં આયંબિલ ભવનમાં પ્રવેશદ્વારનો લાભ લીધેલ. અમદાવાદમાં વાસણા, ઓપેરા સોસાયટી, શાહપુર, દશા પોરવાડ સોસાયટી, નારણપુરા તથા ડી-કેબિનમાં આયંબિલશાળામાં સહયોગી બનેલ. મંગલમૂર્તિ, ચાણક્યપુરી તથા રાણીપમાં કાયમી શાશ્વતી ઓળી કરાવવા ફંડ કરી આપેલ. શ્રી કેવળચંદજી ખટોડના સહકારથી આણંદ, ઈડર, નડિયાદ, થરા, ઉણ, પાલિતાણા, સાંગળી, સિકંદરાબાદ તથા શ્રી કુલપાકજી તીર્થ એમ નવ જગ્યાએ નવાં આયંબિલખાતાનું નિર્માણ કરેલ છે.
શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ તીર્થમાં ધર્મશાળામાં લાભ લીધેલ છે. શ્રી મુનિસુવ્રતસ્વામી મંદિર, મ્યુઝિયમ પરિસર મદ્રાસમાં ધર્મશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં તારાબહેન ડાહ્યાલાલ હેક્કડ જૂના ડીસા ધર્મશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં ગિરિવિહાર ભોજનશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં શ્રી ચંદ્રપ્રભુજી જૈન નવ મંદિર ટ્રસ્ટ દ્વારા બનતી
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org