Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 866
________________ ૪૬ શિક્ષણશિબિર રાખવામાં આવી. પંન્યાસ શ્રી ભાનુવિજયજી મહારાજ આ શિબિરમાં જૈન ધર્મના હાર્દ અને મર્મ કુશળતાથી શીખવાડતા. ‘સંવત બે હજાર, સત્તરે, ધોમ ધખંત ઉનાળે, કાળ, મહા—વિકરાળ બન્યો ત્યાં, અચળગઢે એ કાળે; આંધી કેરો દૈત્ય ભયંકર, ઢીમ અડીખમ ઢાળે, થરથર થરથર કંપે જીવો, કોઈ કશું નવ ભાળે. પ્રાણ હણે યમરાજ બનીને, વાયુનાં તોફાનો, છત ઊડી, ઘર-છપ્પર ઊડ્યાં, ઊડ્યાં ભવ્ય મકાનો.-૩ “ગભરુ-શિષ્યોએ જઈ લીધું, ગુરુવાત્સલ્યનું શરણું, જેમ શિકારીથી બચવાને, આશ્રય શોધે હરણું; કહે ગુરુવર : “એક જ છે, બસ! આજે પાર ઊતરણું, શ્રેષ્ઠ કોઈ સંકલ્પ થકી, આ તાંડવ થાશે તરણું. કોણ છે એવો ઝીલે જે, મુજ બોલ સમયના કોપે, કોઈ પુનીત સંકલ્પ તણું, જે બીજ હૃદયમાં શોધે.-૪ “શિષ્યવૃંદમાં હતો વિરાજિત, કુમાર કામણગારો, થયો. કંઈક અંતરમાં એના, અજબગજબનો ઝબકારો; થાય જો આ તાંડવથી, ભોળા જીવનો છુટકારો, ટેકવણું હું બ્રહ્મચર્યની, મુનિવર! લ્યો સ્વીકારો!' અને પલકમાં શાંત થયું, તોફાન ખરેખર ત્યારે, સોળ વરસની તરુણાઈમાં, જોયું અચરજ ભારે!''-૫ કુમારપાળભાઈના જીવનની આ અણમોલ પળ હતી. વિ.સં. ૨૦૧૭ની વાત છે. ઉનાળાનો ધોમ-ધખતો તાપ. આબુઅચળગઢનો ડુંગરાળ પ્રદેશ. સમી સાંજનો સમય. શિબિરમાં જીવન–ઘડતરના પાઠ ભણાવાય છે. આ અઘરો વિષય, વિદ્યાર્થીઓ ખંતથી શીખી રહ્યા છે. અચાનક ત્યાં જોરદાર આંધી ચડી આવે છે. સાંજનો ઉનાળુ પવન તોફાને ચડ્યો છે. મંડપ પરનાં લોખંડનાં પતરાં વંટોળની સ્પીડ સાથે ઊડ્યાં. પાણી ઠારવાની પરાંત પણ દૂરદૂર જઈને પડી. પવનના ઝપાટા અને સુસવાટા ભયાનક હતા. કુમળા કિશોરો અને સાધુઓ પણ, દાદા શ્રી પ્રેમસૂરિ મહારાજની ફરતા વીંટળાઈ વળ્યા. બધા થરથર ધ્રૂજતા હતા. આ વિકટ પળને કવિએ સુંદર ઉપમાથી વિભૂષિત કરી છે. શિકારીથી બચવા જેમ હરણાં સલામત આશ્રય શોધે તેમ બધા પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણોમાં લપાઈ ગયા છે. દાદા-મહારાજને મોટી ચિંતા છે. આટલા બધા વિદ્યાર્થીઓ પહેલી જ વાર માતા Jain Education International ધન્ય ધરાઃ પિતા–ધર છોડીને અહીં આવ્યા છે. કાંઈ પણ અણઘટતું બને તો પછી બીજી વાર કોણ પોતાના વહાલસોયા બાળકને અહીં ભણવા મોકલશે? આ તોફાન તો શમાવવું જ જોઈએ. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજે શાંત-ચિત્તે બધાને ઉદ્દેશીને કહ્યું: “આનો એક જ ઉપાય છે. કોઈ વિદ્યાર્થી કે સાધુ, આ ક્ષણે કોઈ શ્રેષ્ઠ-સંકલ્પ કરે, તો જ આ ભયાનક તોફાન શમે ! કોણ આ પડકાર ઝીલશે! પવિત્ર અને મહાન સંકલ્પ કોણ કરશે?” કટોકટીની આ ક્ષણે, વિદ્યાર્થીઓના વૃન્દમાં એક હતા કુમારપાળ વિ. શાહ. હૃદયમાં ગજબનો ઝબકારો થયો. પરમ સંયમધર પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણ-સ્પર્શ કરી વિનીત સ્વરે કહ્યું : “આ આવેલી કુદરતની મહાન આપત્તિને શમાવવા આ ક્ષણે, હું આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરું છું.” હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી આ ભાવનાનો પ્રકૃતિએ પળવારમાં પુરસ્કાર આપ્યો. જાણે, કશું બન્યું જ ન હતું! ભયાનક અને બીકાળવું તોફાન, શાંત થઈ ગયું. બધાના જીવ હેઠા બેઠા. સૌને હાશ થઈ. મુનિમહારાજે બધાની વચ્ચે કુમારપાળની આ ‘ભીષ્મપ્રતિજ્ઞા’ની વાત કરી, અનુમોદના કરી. “જ્ઞાન મળ્યું, વરદાન મળ્યું, ને કુમાર બહુ હરખાયો, દૂર થયો અંતરથી એના, માયાનો ઓછાયો; જીવન બદલ્યું, દૃષ્ટિ બદલી, સાર-સકળ સમજાયો, જ્ઞાનશિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમી રસ પાયો, ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, “ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’–૬ ભવિષ્યના રાજમાર્ગની કેડી કુમારપાળના જીવનમાં કંડારાઈ! જીવનના ઊર્ધારોહણનો પ્રારંભ થયો. ગુરુ મહારાજનું વરદાન મળ્યું. દાદા પ્રેમસૂરિ મહારાજના હાથે પ્રેમનો અમીરસ પીધો. હૈયું હરખથી છલકાઈ ઊઠ્યું. જીવન બદલાયું સાથે-સાથે જીવન નીરખવાની દૃષ્ટિ પણ બદલાઈ. જીવનનો સાર શેમાં છે એ સમજાયું. કામનું ઔષધ કામ છે એ ન્યાયે કર્મયોગ આદર્યો. પરોપકારના કર્મયોગ તરફ દૃષ્ટિ માંડવા, યા-હોમ કર્યા. “જનકલ્યાણને કાજે એણે, નિત્ય વિહારો કીધા, માનવ–મનની શાતા કાજે, લખ ઉપચારો કીધા; ન જોઈ, જાત ન જોઈ, ધર્મપ્રચારો કીધા, સૌને કાજે ખુલ્લાં એણે દિલનાં દ્વારો કીધાં. નાત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972