________________
८४४
ધન્ય ધરા:
સાર
કિશોરભાઈ પી. કોરડિયા રાજકોટની દરેક જ્ઞાતિ માટે ગૌરવશાળી વ્યક્તિ છે. સુદૃઢ સમાજ, સમૃદ્ધ સમાજ, ધર્મમય સમાજ, જીવદયા પ્રેમી સમાજનું નિરૂપણ કરવા માટે ૩૦ (ત્રીસ) વરસ થયાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક સંસ્થાઓમાં જે દીર્ધકાળથી સેવા આપી રહ્યા છે તે અવર્ણનીય છે. જિનાલયો, ઉપાશ્રયોનાં નવનિર્માણ સાથે જબરદસ્ત જીવદયાના કાર્યને ત્રીસ વર્ષ થશે અને અજાયબી એ છે કે છેલ્લાં દશ વરસથી મકરસંક્રાંતિના દિવસે એક જ મંડપમાં, એક જ દિવસમાં રૂા. ૧૦૦/-થી માંડીને સાંજ સુધીમાં એક લાખ ને એંશી હજારનો જબ્બર ફાળો પાંજરાપોળનાં મૂંગા પશુઓ માટે એકઠો કરેલ છે તે એક અજાયબી છે. આજે “ચૂંટણી અને વાદવિવાદના જમાનામાં ૩૦ (ત્રીસ) વરસ સુધી આટલી બધી સંસ્થાઓમાં કાયમી ઉચ્ચ હોદ્દા ઉપર ટકી રહેવું બહુ જ કઠિન બિના છે તે એક અજાયબી છે.
સામાન્ય રીતે લાખો રૂપિયાની મિલ્કત હોય પણ જે સંસ્થાઓ પાસે એક રૂપિયો રોકડ ન હોય તે સંસ્થાની મિલ્કત ઓછી કર્યા વગર મિલ્કતને આર્થિક રીતે વટવૃક્ષ બનાવવી તે નવીનતા છે. શ્રી કિશોરભાઈ કોરડિયાએ રાજકોટનાં અનેકવિધ વેપારીમંડળો, વેપારી એસોસિએશનો, કો–બેન્કો, કો. ઓ. સોસાયટીઓ, વેપારી મહામંડળો, જૈન ઉપાશ્રયો, બોર્ડિગો, જ્ઞાતિની અન્ય સંસ્થાઓ, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓમાં જબ્બરદસ્ત નેતૃત્વ પૂરું પાડેલ છે.
આજ કારણે માનનીય દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડી દ્વારા આ મહામૂલ્ય સેવાકીય વિભૂતિ'નો એવોર્ડ એનાયત થયો હતો.
પૂર્વે સંતરામનગરી નાગપુરમાં શ્રી કિશોરભાઈ કોરડિયાને વિવિધ સંસ્થાઓ, તેમજ સમસ્ત જૈન સમાજ દ્વારા ત્યાંના યુવરાજ ભોસલેના હસ્તે ૩૦ થી ૪૦ પત્રકાર મિત્રોની પત્રકાર પરિષદમાં અને વિશાળ જનમેદનીની હાજરીમાં “બહુરત્ન પ્રતિભા ગુજરાત' એવોર્ડ અર્પણ થયો.
સમસ્ત જૈન સમાજ વિશા શ્રીમાળી જ્ઞાતિમાં સૌથી નાની ઉંમરમાં પ્રમુખ બન્યા. પૂર્વ માનનીય ગુજરાતના ગવર્નર સાહેબશ્રી સુંદરસિંહ ભંડારી સાહેબના હસ્તે “સૌરાષ્ટ્રના અજોડ સેવાના ભેખધારી તરીકેનો એવોર્ડ રાજકોટમાં વિશાળ ઉદ્યોગપતિ પરિષદમાં અપાયો.
શ્રી કિશોરભાઈ કોરડિયાએ સામાન્ય જનતા માટે
અનેકવિધ નિદાન કેમ્પો, અનેકવિધ ઢોરો માટે, પશુઓ માટે ભવ્ય ઓપરેશન કેમ્પો, વિશાળ જીવદયાપ્રેમી પાસેથી ગંજાવર કક્ષાની દવાઓ મેળવી ફ્રી ઓફ ઓપરેશનો, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિઓમાં જબ્બરજસ્ત સેવા કામગીરી, કોમી હુલ્લડોમાં શાંતિ સરઘસ, શાંતિ સભાઓ, માનનીય પોલીસ કમિશ્નર સાહેબ સાથે ફરીને શાંતિની સ્થાપના કરવામાં સહાયરૂપ બન્યા હતા.
આ જ સંસ્થા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાપનાથી આજ સુધી ટ્રેઝરર તરીકેની ઉમદા સેવાઓ આપી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રના પ્રધાનો તેમજ જુદાજુદા દેશના એમ્બેસેડરો અને વિવિધ મહાનુભાવોની હાજરીમાં સેવાકીય, જીવદયા, ધાર્મિકતાના સ્તંભ'ને મજબૂત જહેમતનો ૨૦૦૫નો સ્વ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની એવોર્ડ ન્યૂ દિલ્હી ખાતે અર્પણ થયો છે. એ એવોર્ડ કેન્દ્રના પ્રધાન શ્રી રાજશેખરનજી અને અન્ય પૂર્વ કેન્દ્રના પ્રધાનો તેમજ અનેક દેશના એમ્બેસેડરોની શુભનિશ્રામાં અપાયો હતો.
એ સમયે દિલ્હીમાં બિરાજમાન વિશ્વવિભૂતિ એવા પ્રમુખ સ્વામી'એ સામેથી દર્શન આપી “અક્ષરધામ મંદિરમાં ભવ્ય સન્માન સાથે “આશીર્વાદ એવોર્ડ અર્પણ કર્યો. આવી વિવિધ સેવાઓનો ઇતિહાસ સર્જનાર કિશોર પી. કોરડિયાનું સમ્માન ગુજરાતના માનનીય ગવર્નર શ્રી નવલકિશોર શર્માજી સાહેબના હસ્તે થયું.
વિરલ ગુણોના સંગમ સરીખા કુમારપાળ વિ. શાહ ચિરંજીવો
વિશિષ્ટ-કક્ષાના સાધુ-સંતોના મુખે, ઉદારસખી શ્રીમંતોના મુખે, ધર્માનુરાગી શ્રાવકવર્યોના મુખે, પવિત્ર અને સદાચારમય-જીવન જીવનારા વિદ્યાર્થીઓના મુખે, શ્રી કુમારપાળભાઈનું નામ ઘણા આદર, અહોભાવ તથા બહુમાન સાથે લેવાતું વારંવાર સાંભળ્યું છે. '
જેના વિરોધી ન હોય અને હોય તો તેને પણ એમના ગુણોનો સ્વીકાર કરવો પડે એવા વિરલ ગુણોના સ્વામી કુમારપાળભાઈ વિમળભાઈ શાહ આજના અવસરે સાંભર્યા છે.
કામ હાથભર અને પ્રચાર વેતભર પણ નહીં, અરે, આંગળીભર પણ નહીં એવું એમના જીવનકાર્યનું પ્રથમ સૂત્ર છે. જે કોઈ અવસરપ્રાપ્ત-કામ આવ્યું તેમાં જોડાયા, તે હાથમાં લીધું. પૂરું દિલ રેડીને એ કામ કર્યું તન-મન-ધનને નિચોવીને,
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org