________________
૮૪૨
ધન્ય ધરાઃ
ઊંઝ'પાંજરાપોળમાં અનુદાન તીર્થમાં સાધુ-સાધ્વીની વેયાવચ્ચ, ઊંઝાનાં સાર્વજનિક ક્ષેત્રોમાં, હોસ્પિટલો, આંખની હોસ્પિટલમાં, કેળવણી ક્ષેત્રોમાં, મંદિરોમાં પોતાની નાની–મોટી દેણગી આપ્યાનો સંતોષ હતો. ભારત દેશનાં લગભગ તીર્થોની યાત્રા પોતે કરતા અને કુટુંબને કરાવતા. આવા સંઘના શાસનનાં અનેકવિધ કાર્યોના પ્રેરણાદાયી, સમગ્ર પરિવારના મોભી દાનવીર, સ્પષ્ટવક્તા, સાહસિક, વિરલ વ્યક્તિત્વ, સરળતા, નિખાલસતા અને ધર્મ પ્રત્યેની રૂચિ કુટુંબને સાથે રાખીને, કુટુંબના સંસ્કારદાતા બની સમગ્ર નગરમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી શક્યા છે.
પોતાની વિકાસગાથામાં આધ્યાત્મિક ચેતનાના સાથી બીલીમોરાના મોતીચંદભાઈ, ભીખાભાઈ પટેલ સાથે કોઈ તીર્થમાં રહી જ્ઞાનને મેળવવા ઉત્સુક રહી પોતાના આત્માને ત્યાગધર્મના રંગને પાકો કરતા રહ્યા. એશિયા ખંડમાં નામચીન ગંજબજારની સુપ્રસિદ્ધ પેઢી “શાહ કાન્તિલાલ લહેરચંદ એન્ડ સન્સ'ના નામથી જાણીતી છે. દેશાટન ૫૦ વર્ષ પહેલાં સમગ્ર ભારતનાં ગામેગામ, શહેરેશહેરે વેપાર અર્થે અને યાત્રાની ભાવનાથી તીર્થદર્શન કરી પોતાના કુટુંબને ધર્મમાર્ગમાં વાળી સાચા પથદર્શક બની શ્રાવકજીવનને ઉજ્જવળ બનાવી અને કુટુંબીઓની એકતાની ભાવનાનો મહાન સગુણ “રેતીમાં મહેલ ચણવાનો બની રહ્યો હતો. તેમનો પુરુષાર્થ ગજબનો રહ્યો.
શ્રી કિશોરભાઈ ડી. શેઠ કે. ડી. શેઠ જામનગરના નામાંકિત વકીલ હતા. તેઓશ્રીનું તા. ૮-૧૨-૧૯૯૪ના રોજ મોટરઅકસ્માતમાં નિધન થયું. જામનગર શહેર સહિત જિલ્લાની તમામ કોર્ટોનું કામકાજ બંધ રહેવા પામેલ. ત્યારબાદ તેમનાં વડીલ ભાઈશ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તથા તેમના ધર્મપત્ની સૌ. શ્રીમતી કલ્પનાબહેન શેઠ અને કે. ડી. શેઠનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન કે. શેઠ દ્વારા આજ સુધીમાં જામનગરમાં ઘણાં શુભ કાર્યો અવારનવાર થયાં, દાનધર્મ, નાની-મોટી તપસ્યા આયંબિલ તથા માનવતાના અનેક શુભકાર્યોનો સેવાયજ્ઞ મંડાયો. જેમાં નોંધપાત્ર કાર્યોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરેલ છે.
શેઠ સદનમાં ધૂપસળી પ્રગટાવેલી રાખી છે જેની સુગંધે શેઠ પરિવારનું ગૌરવ-પ્રતિષ્ઠા વધતા રહ્યાં છે.
(૧) તેમના નાના પુત્ર વિરલની સ્મૃતિમાં જામનગરનાં વૃદ્ધો તથા બાળકો માટે શ્રી અંબાવિજય વિસ્તારમાં વિશાળ વિરલ–બાગ” બનાવરાવીને જામનગર મહાપાલિકાને સોંપવામાં આવેલ. આજે અસંખ્ય લોકો તેનો લાભ લઈ રહ્યાં છે.
(૨) જામનગરની પોશ સોસાયટી સ્વસ્તિક સોસાયટીમાં તેમનાં માતુશ્રીની સ્મૃતિમાં, ‘પૂ. કાન્તાબહેન ડી. શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' બનાવવામાં આવેલ છે, ઉપરાંત કે. ડી. શેઠ હોલનું નિર્માણ કરી આપેલ છે.
(૩) કે. ડી. શેઠના મોટા પુત્ર આશિતભાઈની સ્મૃતિમાં અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ અને “આશિત કે. શેઠ મેડિકલ સેન્ટર' સ્થાપી આપવામાં આવેલ છે. શ્રી ગુરુ ગોવિંદસિંહજી હૉસ્પિટલ (ઇરવિન હૉસ્પિટલ)ને મેડિસિન માટે રૂ. એકાવન હજાર ઉપરાંત નાની મોટી રકમ અર્પણ કરવામાં આવી હતી.
(૪) શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યા અપાવવામાં મહત્ત્વનો ફાળો આપેલ છે. ત્યાં દરરોજ સાંજસવાર ફક્ત પાંચ રૂપિયામાં જરૂરિયાતવાળાંઓને જમવાનું ભરપેટ દાળ-ભાત-રોટલી અથવા રોટલા શાક, છાશ વગેરે આપવામાં આવે છે. ઉપરોક્ત દર્શાવેલ ટ્રસ્ટને શ્રી વિરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બિમાર વ્યક્તિઓની જરૂરિયાત અર્થે એબ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે.
(૫) ૪, દિગ્વિજય પ્લોટમાં આવેલ વિરલ બિલ્ડિંગમાં શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલન હેઠળ “શ્રી કે. ડી. શેઠ સેન્ટર ફોર એજ્યુકેશન' કાર્યરત છે.
શ્રી અંબાવિજય વિસ્તારમાં એક હાઇસ્કૂલ, જૈન દેરાસર તથા શ્રી ગીતા ઉપદેશ પ્રચાર અર્થે ગીતા વિદ્યાલયની આવશ્યકતા જરૂરી હતી. આ બાબતે શ્રી કે. ડી. શેઠે જામનગરના માયાળુઉદાર દરિદ્રપરાયણ બુદ્ધિશાળી ના. રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સાહેબને રજૂઆત કરતાં તેઓશ્રીએ સંમતિ અને કિંમતી જમીન અને અમૂલ્ય યોગદાન ફાળવતાં આ ત્રિવેણી સંગમ જેવાં કાર્યોને વેગ મળ્યો, જેની ફળશ્રુતિના અનુસંધાને જામનગરની આજની શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળમાં આવતી શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલનું નિર્માણ થવા પામ્યું. શ્રી સત્ય સાંઈ બાલવિકાસ (મોન્ટેસરી)માં શરૂઆતમાં દાખલ થયેલાં બાળકોનો બાલવિકાસ, અભ્યાસ પૂર્ણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org