________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૮૪૩
કાજીના ચકલા પાસે આવેલ ધર્મનાથ-નેમિનાથ જૈન દેરાસરમાં ભગવાનશ્રી નેમિનાથ દાદાનો છેલ્લાં પાંત્રીસ વર્ષથી યથાશક્તિ જન્મદિવસ ઉજવણીમાં કે. ડી. શેઠ પરિવાર ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત નાની-મોટી અગણિત ૨કમોની સખાવત અવારનવાર આ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
ભાઈશ્રી કિશોરભાઈની વકીલાત ખૂબ જ સારી રીતે ધમધોકાર ચાલતી હતી અને આવક ખૂબ સારી હતી ત્યારે માતુશ્રી કાન્તાબહેને આજ્ઞા કરી “આ આપણે ખોટું સાચું કરી પૈસા નથી મેળવવા. ઈશ્વરકૃપાથી આપણને ઈશ્વરે ઘણું આપ્યું છે માટે વકીલાતની પ્રેક્ટિસ બંધ કરી દે.” કિશોરભાઈએ માતૃઆજ્ઞા શિરે ચઢાવી વકીલાતની પ્રેક્ટિસને તિલાંજલિ આપી દીધી, જેમાં ધર્મના સપ્તરંગી રંગની ઝલક નિહાળવા મળે છે!?!
શ્રી કિશોરભાઈ પી. કોરડિયા
થવામાં હતો વધુ અભ્યાસ માટે હાઇસ્કૂલની જરૂરત હતી. અત્રે બાલવિકાસનો પ્રશ્ન વિદ્યાર્થી આશિત કે. શેઠ, દ્વિતીય વિદ્યાર્થી વિરલ કે. શેઠ હોવાથી આ હાઇસ્કૂલનું ભૂમિપૂજન આ વિદ્યાર્થીઓના હાથે જ સત્ય સાંઈબાબાના કરકમલ દ્વારા વિશાળ મેદનીની ઉપસ્થિતિમાં સંપન્ન થયું.
બીજા દિવસની સુપ્રભાતે અંબાવિજય (નવનગર સ્ટેટ) જ એક વિશાળ જમીનમાં તા. રાજમાતા ગુલાબકુંવરબા સાહેબે જામનગરના વૃદ્ધો માટે એક ભેટ કે. ડી. શેઠના જવાબદલી ના જામ શ્રી રણજિતસિંહજી નિરાધાર આશ્રય ઊભું કર્યું. જેમાં ઘણા વૃદ્ધો લાભ લ્ય છે. ના. જામશ્રી રણજિતસિંહજી નિરાધાર આશ્રયમાં આજે વૃદ્ધો અંદાજે એંસીથી સો પોતાના જીવનયાત્રાના બાકીના દિવસો સુખ-શાંતિ અને સુંદર સગવડથી પસાર કરી રહ્યા છે! જામનગર જિલ્લાની આજની શૈક્ષણિક વિદ્યાલયમાં શ્રી સત્ય સાંઇ હાઇસ્કૂલ પ્રથમ હરોળમાં આવતી એક માત્ર ગુજરાતી અંગ્રેજી મિડીયમનું સ્કૂલ છે, જેમાં અંદાજે ચારેકહજાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહ્યા છે !?! શ્રી આણંદાબાવા આશ્રમને તાજેતરમાં એક લાખ રૂપિયાની સખાવત શેઠ પરિવાર તરફથી આપવામાં આવી. શ્રી આણંદાબાવા અનાથ આશ્રમ, સાકળબહેન અંજારિયા મહિલા આશ્રમ, શ્રી રામચંદ્ર અંધ આશ્રમ, શ્રી ધનાણી ગૂંગા-મૂંગા-પેરા શાળામાં પરિવારની પુણ્યતિથિએ મિષ્ટભોજન ઉપરાંત બપોરની આઈસ્ક્રીમ, ઇડલી, મસાલા ઢોસાનો નાસ્તો શેઠ-પરિવાર તરફથી અવારનવાર આપવામાં આવે છે. ધર્મપ્રેમી જૈન શ્રેષ્ઠીશ્રાવકોને જૈન દેરાસરના નિર્માણ માટે ઉત્સાહ જાગૃત થતાં પેલેસ જૈન દેરાસર, ઉપાશ્રય અને આયંબિલ-ભવન નિર્માણ પામ્યાં. તેના મંગલ ઉદ્ઘાટનના પ્રસંગે શ્રી કાન્તાબહેન ડી. શેઠ પરિવાર દ્વારા નવકારશી જમણવાર યોજવામાં આવેલ. શ્રી ગીતા વિદ્યાલય (શ્રી પારસ સોસાયટી)નો આજે સુજ્ઞધર્મપ્રેમીઓ લાભ લઈ રહ્યા છે.
રોયલ પાર્ક જૈન ઉપાશ્રય (રાજકોટ), તેજપ્રકાશ (શ્રીમતી કોકિલાબહેન પ્રભુલાલ સંઘરાજ શાહ) જૈન ઉપાશ્રય, દિગ્વિજયપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં શ્રી કે. ડી. શેઠની હયાતીમાં તન-મન-ધનથી સાધર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ તેમજ બેવાર સ્થા. જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય ભોજન રાખવામાં આવેલ. દિવંગત કાન્તાબહેનની જન્મતિથિએ દર વર્ષે શ્રી દશાશ્રીમાળી લહાણી સંસ્થાના જ્ઞાતિજનોને સ્વામીવાત્સલ્ય ભોજનનો લાભ આપી જન્મદિવસ ઊજવવામાં આવે છે.
સ્વ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ ન્યૂ) દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાનો ૨00૫નો સેવાકીય એવોર્ડ શ્રી કિશોરભાઈ પી. કોરડિયાને અર્પણ કરતાં કેન્દ્રીયમંત્રી શ્રી રાજશેખરન, વચ્ચેથી હરભજનસિંઘ ભવ્ય ગોલ્ડન એવોર્ડ
અને પ્રશસ્તિપત્રનો આ સમારોહ ન્યૂ દિલ્હીમાં તા. ૧૮( ૧૧-૨૦૦પના ગોઠવાયેલ હતો."
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org