________________
૮૩૦
ધન્ય ધરાઃ
મક્કમતાથી દરેક ક્ષેત્રે સિદ્ધિ મળી અને બેંગ્લોરમાં આ. ભ. સ્થૂલભદ્રસૂરિને મહાવીર હોસ્પિટલમાં શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવાનો ઉત્કૃષ્ટ લાભ મળ્યો. સુશીલાબહેન પારેખ, ભાઈ સમાન પ્રવીણભાઈ તથા શ્રીમતી અમીબહેનની મારી આ ક્ષેત્રે ઓળખાણ કરાવવામાં મદદ બદલ તેમનો ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.
કરબટિયા : એક નાનકડું ગામ. ત્યાં બે મહિના રહીને ગરીબ-પછાત બાળકોની સંસ્કાર અને સ્વચ્છતાના પાઠો નીતિઆદિની શિબિર આ.ભ. જગચંદ્રના આશીર્વાદથી થઈ.
પ્રભાવક વ્યક્તિત્વ સંપતરાજ ગાદિયા (આહોર) “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજ-એ-કાતિલ મેં હૈ.”
પ્રતિભા કોઈની મહોતાજ નથી હોતી, જરૂર હોય છે એને ઉખેડીને બહાર લાવવાની. આવા જ એક વિલક્ષણ વ્યક્તિત્વના સ્વામી, આહોરની ધર્મધરામાં અવતરિત કુશળ અને ઝૂમનારા વ્યક્તિત્વના માલિક સંપતરાજ ગાદિયા, જેઓ ૭૨ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એવા પોતાના સહજ વ્યક્તિત્વના પ્રભાવથી સમસ્ત બેંગ્લોર જૈન સમાજની આંખોનું તેજ બની ગયા છે.
તેઓ ૧૯૪૮માં અહોરથી બેંગ્લોર પધાર્યા, ત્યારે એમના મોટાભાઈ કુશલરાજજી ધાતુ-વ્યવસાયમાં વેપાર કરી રહ્યા હતા. તેઓ પણ તેમની સાથે જોડાઈ ગયા, પરંતુ એમને આ વ્યવસાય માફક ન આવ્યો. એમણે ફિલ્મ-વિતરણ, સ્ટીલફેક્ટરી વગેરે વ્યવસાયમાં હાથ અજમાવ્યો. સરકારી દખલ વધારે હોવાને કારણે એને આ કામ પણ ન ફાવ્યું. પછી એમણે એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું કામકાજ “કોન્ટિનેંટલ એક્સપોર્ટ'ના નામે શરૂ કર્યું. તરત જ એમના ભાગ્યનો સિતારો ચમકી ઊઠ્યો. આજે બેંગ્લોરનાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં એમની ફર્મનું નામ અત્યંત આદર સાથે લેવામાં આવે છે.
તેઓ મહેનતુ હોવા સાથે કુશળ સંચાલકનો ગુણ પણ
એમનામાં ભર્યો પડ્યો છે. તેઓ બેંગ્લોરની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંલગ્ન છે, જેમાંની એક શ્રી ભગવાન મહાવીર હોસ્પિટલ, જેના તેઓ વર્તમાન અધ્યક્ષ છે. એમના નેતૃત્વમાં ભગવાન મહાવીર હોસ્પિટલ, super speciality Hospitalની શ્રેણીમાં પહોંચી ગઈ છે, જેનો સમગ્ર બેંગ્લોરને ગર્વ છે. એમણે હોસ્પિટલમાં સંપતરાજ ગાદિયા ફ્રી કેમ્પ સેન્ટરનું નિર્માણ કરાવ્યું છે. આ ફૂી કેમ્પ સેન્ટર દ્વારા બેંગ્લોર શહેરના દૂર-સુદૂરના પ્રદેશોમાં દર માસે ફ્રી કેમ્પ યોજાય છે, જેમાં દરેક ગરીબ દર્દીની નિઃશુલ્ક સારવાર થાય છે અને સર્જરી (ઓપરેશન) પ્રસિદ્ધ મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ સિવાય કપાયેલા હોઠોની પ્લાસ્ટિક સર્જરી પણ એમની હોસ્પિટલમાં ફ્રી થાય છે અને દાનવીરો પાસેથી પ્રાપ્ત ધનરાશિમાંથી ડાયાલિસિસ કોઈ પ્રકારના ચાર્જ વિના ફ્રી કરવામાં આવે છે. એમની હોસ્પિટલ આવાં જનોપયોગી કાર્યોના કારણે બહુચર્ચિત બની ગઈ છે. આ સિવાય તેઓશ્રી જિનકુશલસૂરિ જૈન સંઘના અધ્યક્ષ પદે બિરાજમાન છે. તેઓ ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી, શ્રી દેવનહલ્લી તીર્થના ટ્રસ્ટી, B.B.U.L. સ્કૂલના એક્ઝિક્યુટિવ મેમ્બર, બેંગ્લોર ક્રિકેટક્લબના સભ્ય, બિલિયર્ડ ક્લબના સભ્ય, ટેનિસ ક્લબના સભ્ય, ક[િફ ઈક્લબના મેમ્બર, મડાસ રેસ ક્લબના મેમ્બર વગેરે જગ્યાઓ સાથે જોડાયેલા છે. વિશેષમાં એમની હોસ્પિટલમાં સાધુસંતોની સેવા-સારવાર ૧00% ફી કરવામાં આવે છે. એમની હોસ્પિટલમાં ગરીબ સાધર્મિક ભાઈઓનો ઇલાજ પણ ફ્રી કરવામાં આવે છે.
કહેવાય છે “અર્જુનની આંખ પક્ષીની આંખ પર’ની માફક જ્યારે કોઈ માણસ ગમે તે રીતે એક ઉદ્દેશ્યને પોતાનો Target બનાવી લે છે ત્યારે એને આગળ-પાછળ કોઈ પ્રકારનું ધ્યાન નથી રહેતું. સંપતરાજજીએ પણ હોસ્પિટલને પોતાનો Target બનાવતાં વેપાર વગેરેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરિવાર માટે પણ એમની પાસે સમય નથી. દરરોજ એમનો વધારેમાં વધારે સમય હોસ્પિટલના પ્રાંગણમાં જ પસાર થાય છે. એમના પ્રયત્નોથી જ ભગવાન મહાવીર હોસ્પિટલ બેંગ્લોરની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક છે અને દિવસે દિવસે પ્રગતિના પથ પર આગળ વધી રહી છે. આવા સેવાભાવી વ્યક્તિત્વના સ્વામીને આપણા વારંવાર વંદન. તેઓ આમ જ સેવા-ભાવ રાખતાં, જિનશાસનની સેવા કરતાં કરતાં શતાયુ બને એવી મંગલકામના સાથે.....
– સંકલન : રમેશ સોલામુથા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org