________________
શાશ્વત રભ ભાગ-૧ * શ્રી આણંદજી કલ્યાણજી પેઢીમાં બેંગ્લોર ગુજરાતી
સમાજવતી પ્રતિનિધિ. - શ્રી રાજેન્દ્રવિહાર ધામ વિરમગામ-ટ્રસ્ટી.
શ્રી બેંગ્લોર ગુજરાતી સંયુક્ત સમાજ-ટ્રસ્ટી. - શ્રી ડી.વી.વી. ગુજરાતી સ્કૂલમાં પોતાનું યોગદાન આપેલ છે
ઉપરોક્ત અન્ય સંસ્થામાં રહી પોતાની અનોખી સેવા તન, મન, ધનથી આપી રહ્યા છે. -સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ (હણવાળા) હાલ-બેંગ્લોર
જીવદયાપ્રેમી, શાંત, સરળ સ્વ. શ્રી દલપતલાલ ગુલાબચંદભાઈ શાહ
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રાજસ્થાનની સરહદની સુવર્ણભૂમિ જૂના ડીસા ખાતે રહેતા શ્રીયુત્ ગુલાબચંદભાઈ ઝૂમચંદભાઈ શાહના ઘરે હૈયાના હેતથી સદા ભજવનારી એવી જન્મદાત્રી જ નહીં સંસ્કારદાત્રી એવી જનેતા પસીબહેનની રત્નકુક્ષિએ ઈ.સ. ૧૯૨૮ના ઓક્ટોબર માસની નવમી તારીખે પુત્રનો જન્મ થયો હતો. તે પુત્રનું નામ દલપતભાઈ પાડેલ.
એમની માતા પાંચ વર્ષની ઉંમરે ગુજરી ગયેલ અને ૭ વર્ષની ઉંમરે પિતાજીનો વિયોગ થતાં તે વખતે સદાસદેવ સાથે રહેનાર માતા-પિતાથી વિખૂટા પડી ગયેલ ત્યારે વિરહ વેદનાથી વ્યાકુળ અને વ્યથિત થતાં તેમની ત્રણ બહેનો જે (સ્વ. બબુબહેન, તારાબહેન, જાસૂદબહેનોએ પોતાના ભાઈને સુંદર સાથ સહકાર આપેલ. ખાસ કરીને સ્વ. બબુબહેનને ત્યાં રહી મોટા થયા ત્યારે ભણવાનો હુન્નર, હિંમત, હોંશલા સાથે નિર્ભય, નિખાલસતાપૂર્વક પાલનપુર જૈન બોર્ડિંગમાં રહી અભ્યાસ કરેલ. ૧૮ વર્ષની ઉંમરે મદ્રાસ રહેતાં તેમનાં બહેન-બનેવીના સહયોગથી તેમની પત્ની શ્રીમતી વિમળાબહેન સાથે મદ્રાસ આવ્યા અને શરૂઆતમાં ખંતપૂર્વક ઇમાનદારી નીતિન્યાયના ધોરણે પોતે સર્વિસ કરી.
પાંચેક વર્ષ મદ્રાસ રહીને પુત્ર અશોકભાઈ તથા પુત્રી કલ્પનાબહેન સાથે ગાર્ડન સિટી બેંગ્લોર આવેલ અને સ્થાયી થઈ કર્મભૂમિ બનાવી.
૮૦૦ પોતાનાં ખંત, મહેનત, હિંમત અને તેમની પત્ની વિમળાબહેનના અપૂર્વ સાથ-સહકારથી શૂન્યમાંથી સર્જન કરી માતાની કૂખ દિપાવી અને પિતાનું કુળ અજવાળ્યું.
શરૂઆતથી તેઓનું જીવન સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, વિનય, વિવેક અને ધર્મમય જેવું આભૂષણ સમાન હતું.
નાનપણથી ખૂબ જ હોંશિયાર, હિંમત, નિખાલસતા, પ્રવીણતા જેવું કર્તવ્યપરાયણ રહી હૃદયમાં ધર્મભાવના અતિપ્રભાવી અને લક્ષ્મીકૃપા બની રહી હતી.
શાસનના કોઈપણ કાર્યમાં હંમેશાં તન, મન, ધનથી સેવા આપવામાં તત્પર રહી ક્યારેય પીછેહઠ નહીં કરી હોય, પછી તે કર્મભૂમિ હોય કે જન્મભૂમિ હોય, તેવા ઊંચા આદર્શ સાથે દરેકને પ્રેરણારૂપ બની તેમના મનની ઊંડી કોઠાસૂઝ તેમજ પરોપકારની ઉજ્જવળ ભાવનાઓ તેમનામાં વણાયેલી હતી.
ધાર્મિક તેમજ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે અને જીવદયાઅનુકંપાદાન, કરુણાની શીલભરી લાગણી દ્વારા અન્ય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે સહકાર આપી કાર્યમાં હાજર રહી સચોટરૂપથી સુંદર રીતે માર્ગદર્શન આપી સહભાગી બની રહેતા.
તેઓશ્રી અન્ય સંસ્થાઓમાં પોતાની જીવન જીવવાની શૈલી દ્વારા પોતાનું કાર્ય સંભાળતા અને કાર્યની સુવાસ ફેલાવી કાર્યક્ષેત્રમાં અડગ રહેતા અને દરેકને પ્રેમ અને હૃદયનું ઉષ્માભર્યું વાત્સલ્ય આપી જીવન જીવી જાણ્યું. તેમનો આદર્શ વ્યવહાર સામાન્ય માણસ સાથે રાખી અંતરનાં અમીભર્યું જીવનકાર્ય પ્રેરણારૂપ રહેલ.
તેમની જન્મભૂમિ જૂના ડીસા ખાતે આશરે લગભગ પંદર વર્ષ પહેલાં શ્રી આદેશ્વર દાદાની પ્રતિષ્ઠા સમયે સુંદર લાભ
નવા ડીસા ખાતે નેમનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે સુંદર યોગદાન કરેલ.
જીવદયાપ્રેમી આત્મા હોઈ કોઈપણ ક્ષેત્રમાં પાંજરાપોળમાં ઉદાર દિલથી ફંડફાળામાં સહકાર આપી દાનગંગા વહેવડાવતા હતા.
વિવિધ દેરાસરો, ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધનાભવન વગેરેમાં ક્યાંક ખાતમુહૂર્ત, શિલાન્યાસ, ક્યાંક નાની દેરી, ભગવાન ભરાવાના તેમજ શિખર ઉપર કળશ ચડાવવાના, ક્યારેક ધ્વજા ચડાવવાના વગેરે જુદી જુદી જગ્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org