________________
૮૧૨
ધન્ય ધરાઃ
લય
(૧૦) શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહાજન, બેંગ્લોર
ખજાનચી. (૧૧) શ્રી નાકોડા અવન્તિ ૧૦૮ પાર્શ્વનાથ તીર્થધામ, બેંગ્લોર
એક દેવકુલિકા નિર્માણમાં સંપૂર્ણ લાભ. (૧૨) શ્રી સંભવ લબ્ધિ જૈન મંદિર વિજયનગર, બેંગ્લોર
ઉપાશ્રય દાનદાતા. (૧૩) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ બેંગ્લોર, અનેક લાભ. (૧૪) શ્રી પાર્શ્વનાથ લબ્ધિધામ, બેંગ્લોર સ્વાધ્યાય રૂમ અને
અનેક લાભ. (૧૫) શ્રી શિવકમલકમલા ભવન, પોલારપુર (સૌરાષ્ટ્ર)
મુખ્યદાતા.
અનેક જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠામાં અને વિદ્યાર્થીઓને આર્થિક લાભ સહાય, સાધર્મિક મદદ તથા નાનાં મોટાં દરેક પ્રકારનાં સુકૃતોમાં ઉત્સાહપૂર્વક કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર યોગદાન આપી રહ્યા છે.
સંકલન : શ્રી પ્રવીણભાઈ એમ. શાહ-બેંગ્લોર
દાનવીર સરળ સ્વભાવી શ્રી માણેકલાલ રતનશી પારેખ
મૂળ કચ્છના અંજારનિવાસી શ્રી માણેકલાલભાઈ પારેખ બેંગ્લોરમાં એમ. આર. પારેખ હીરોહોન્ડાવાળાના નામથી જાણીતા હતા. માતુશ્રી પાર્વતીબહેન તથા પિતા રતનશી પારેખ વર્ષો પહેલાં બેંગ્લોરમાં આવ્યાં. માણેકભાઈની જન્મભૂમિ અને કર્મભૂમિ બેંગ્લોર રહી. ખૂબ જ ગરીબીમાં મોટા થયા. મોટા પરિવારના જયેષ્ઠ પુત્ર. ભણતર ન થયું પણ પુરુષાર્થ, સાહસ, મહેનત હૈયામાં હામ સાથે સંઘર્ષો સાથે લડતાં ૧૯૨૯માં એમ. આર. પારેખ એન્ડ બ્રધર્સ નામથી સાયકલની દુકાન શ્રી રતનશીભાઈએ શરૂ કરી અને શ્રી માણેકભાઈએ વ્યવસાયમાં ઝંપલાવ્યું. ૧૯૩૧માં તેનો દોર સંભાળ્યો. ખંત, મહેનત, નીતિ આજે પૂરા વ્યવસાય સાથે નામયશ-કીર્તિથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. સમગ્ર ભારતમાં Hiro Hondaની ડિલરશિપ મેળવી. Meyestic Auto
એજન્સીના નામથી મોટો શો-રૂમ કર્યો. પુણ્યપ્રભાવે આર્થિક રીતે સદ્ધર થતાં જ જીવનને ધર્મના રંગે સુકૃતોની વણથંભી આગેકૂચ કરી જીવનના અંતિમ સમય સુધી જૈનશાસનનાં અનેક કાર્યો કર્યા. સાદા, સરળ, સ્પષ્ટવક્તા શ્રી માણેકભાઈએ ગાંધીનગર, બેંગ્લોરમાં સૌ પ્રથમ જૈનભવનમાં હોવાનો આદેશ લઈ પૂ. પિતાશ્રી રતનશી કલ્યાણજી પારેખની સ્મૃતિમાં અર્પણ કર્યો. દેવનહલ્લી તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં એક દેરીનો સંપૂર્ણ લાભ લેવા સાથે શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં બાવન જિનાલયનો શિલાન્યાસ તેમના હસ્તે થયો, ઉપરાંત મુખ્યમંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠામાં સમૂહ લાભ લીધો હતો. ગાંધીનગર શ્રી દાદાવાડીમાં શ્રી મણિધારી દાદાની પ્રતિમા ભરાવવાની સાથે કાયમી ધ્વજારોહણનો સુંદર લાભ લીધો. હમણાં જ થયેલા પૂ. સાધ્વીજીના ઉપાશ્રયમાં ખાતમુહૂર્ત કરવા સાથે મુખ્ય આધારસ્તંભ બન્યા. સાધારણ ખાતાની ૧૧ તિથિ લખાવી મોટી રકમ ચૂકવી. ભૂકંપમાં ધ્વસ્ત થયેલ વતન અંજારની નવી દાદાવાડીના નિર્માણમાં શિલાન્યાસ સાથે પૂ. માતુશ્રી પાર્વતીબાઈ રતનશી પારેખની સ્મૃતિમાં અર્પણ કરી ત્યાં જ ગામની સ્કૂલમાં મોટા દાન સાથે ધર્મપત્ની ઝવેરબહેનના નામે એક રૂમ અર્પણ કર્યો.
અહીંના પેદામ્બપુર (આદોની) મંદિર શિલાન્યાસ તથા અલ્વર (રાજ0) મંદિરમાં ખાતમુહૂર્ત તથા ગોવામાં થયેલ પ્રથમ મંદિર શિલાન્યાસ તેમનાં કરકમલોથી થયેલ. અમદાવાદ નજીક ધણપ શ્રી ચંદ્રપ્રભુબ્ધિ ધામમાં એક દેરીનો સંપૂર્ણ લાભ લીધો હતો.
રાજસ્થાન કોટામાં પૂ. ચંદ્રપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શાળામાં એક રૂમ નોંધાવ્યો. શ્રી સરદાર પટેલ ગુજરાતી ભવનમાં એક રૂમ લખાવ્યો છે. ગાંધીનગરના નવા ઉપાશ્રયમાં પાઠશાળા માટેનો હોલ નોંધાવી ધર્મપત્ની ઝવેરબહેનની સ્મૃતિને કાયમી બનાવી. બેંગ્લોર બરાવનગુડી શ્રી વિમલનાથ જૈન મંદિર આરાધના ભવનમાં એક રૂમ નોંધાવી અને ત્યાં શ્રી જિનકુશલસૂરિ દાદાવાડીના ફાઉન્ડર ટ્રસ્ટી બન્યા. અત્રેના મૂર્તિપૂજક સંઘના કાયમી ટ્રસ્ટી હતા. ઈડરમાં પૂ. સ્થૂલિભદ્ર સૂરીશ્વરજીની પ્રેરણાથી ધર્મશાળામાં એક રૂમ લખાવી તેમના જીવનમાં જ્યાં જ્યાં તક મળી તેને ઝડપી ઉલ્લાસપૂર્વક સુકૃતો કરતાં પૂ.શ્રીની પ્રેરણાને પોતાનું અહોભાગ્ય સમજતા.
શાસનનાં કામો સાથે સાથે બીજાં ક્ષેત્રોમાં પણ તેઓ હંમેશાં સહાયક બનતા. Bangalore Lions Clubના પ્રમુખ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jaineti