________________
શાશ્વત સૌરભ ભાગ-૧
છે કે છેલ્લાં ત્રણ વર્ષોથી કન્નડ પાઠ્યપુસ્તકોમાં આ શ્રેષ્ઠીવર્યનું નામ નિરંતર પ્રકાશિત થઈ રહ્યું છે. કન્નડ પાઠ્યપુસ્તકો કર્ણાટકની દરેક માધ્યમિક શાળાઓમાં ભણાવાઈ રહી છે. સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગરૂક, ધર્મરથ પર આરૂઢ કર્મપથના વીર
તેજરાજજી કુહાડ (આહોર)
કહેવાય છે કે સૂરજ પોતાનો પ્રકાશ અને ચંદ્રમા પોતાની ચાંદની છુપાવી શકતા નથી. આહોરની ધન્યધરા પર અવતરનારા એક મહાન વ્યક્તિત્વનું નામ છે તેજરાજજી કુહાડ. કદમાં નાના પરંતુ ભાવનાઓની વૈચારિકતા એમનામાં અદ્ભુત છે. એમના
દાદા શ્રી હીરાચંદજી અને પિતાશ્રી વક્તાવરમલજી આંધ્રપ્રદેશના કાકીનાડામાં વ્યવસાયરત હતા. એમણે એમના નાના ભાઈઓ સાથે બેંગ્લોરમાં પેપરનો વ્યવસાય કર્યો અને પોતાની મહેનત અને લગનના બળે સતત પ્રગતિ કરતાં કરતાં એ શિખર પર પહોંચાડી દીધો, જ્યાં સામાન્ય માણસનું પહોંચવું એક સ્વપ્નમાત્ર બની જાય છે. અર્થઉપાર્જન સાથે જૈન ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી ધાર્મિક કાર્યોમાં પોતાની લક્ષ્મીનો સુકૃત વ્યય કરી એક શાનદાર દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
એમણે પ.પૂ. મુનિરાજ શ્રી જયાનંદવિજયજી મ.સા.ની પાવન નિશ્રમાં આહોરથી શત્રુંજય મહાતીર્થનો છ’રીપાલિત સંઘ (જેમાં લગભગ એક હજાર યાત્રાળુ હતા) કાઢ્યો હતો. આહોરમાં ઉપધાન તપનું ભવ્ય આયોજન, પાલિતાણામાં આજ મહાન સંતની છત્રછાયામાં ૧૨૦૦ તપસ્વીઓથી પરિપૂર્ણ ઐતિહાસિક ભવ્ય ચાતુર્માસનું આયોજન અને અન્ય મંદિરોના નવનિર્માણ અને જીર્ણોદ્વારમાં વિપુલ ધનરાશિ અર્પણ કરી.
શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન શ્વેતાંબર મંદિર અક્કીપેટ, બેંગ્લોર જે ત્રિખંડીય બેંગ્લોરનું એકમાત્ર વાસ્તુ તથા શિલ્પકલાના અદ્ભુત રૂપ, પ્રભુની નયનાભિરામ પ્રતિમા અને કોરનીમાં રાણકપુર તીર્થના સમકક્ષ એવા અદ્ભુત મંદિરજીના નિર્માણમાં એમનો વિશિષ્ટ સહયોગ રહ્યો છે અને તેના ટ્રસ્ટીમંડળના તેઓ
Jain Education International
૮૨૩
માનદ્દચિવ છે. આ ઉપરાંત તેઓ આહોર ગોડી પાર્શ્વનાથ મંદિરના ટ્રસ્ટી, શ્રી આહોર જૈન પ્રવાસી સંઘ, બેંગ્લોરના ઉપાધ્યક્ષપદે તથા કર્ણાટક પેપર મરચન્ટ એસોસિએશનમાં તેઓ વિભિન્ન પદોને શોભાયમાન કરી ચૂક્યા છે. તેઓ અર્થઉપાર્જન ઉપરાંત હંમેશા સામાજિક હિત માટે મનન-ચિંતન કરતા રહ્યા છે. કોઈપણ કાર્યક્રમ એમની ગેરહાજરીથી ઝાંખો લાગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ ક્યાંય પણ, કોઈ પણ રીતે, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ દરેક સમયે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં અત્યંત વ્યસ્ત રહેવા છતાં પોતાની હાજરી નોંધાવે છે.
એમનો સ્વભાવ સરળતા અને સાદગીથી પરિપૂર્ણ છે. કૂટનીતિ સાથે એમને દૂરનો પણ સંબંધ નથી. આજના આધુનિક યુગમાં દેવદર્શન, જિનપૂજા, સાંજનું પ્રતિક્રમણ અને ત્રિવિહાર એમની દૈનિક દિનચર્યાના અંગો છે. જેનાથી તેઓ ક્યારેય વિમુખ નથી હોતા. સામાજિક અને ધાર્મિક ટીપ-ટીપ્પણી એમના નામ વિના અધૂરી છે. એમના મુખમાં સરસ્વતી અને ભાગ્યમાં લક્ષ્મી બિરાજમાન છે. તેઓ લક્ષ્મી અને સરસ્વતીનો ઉપયોગ બહુ કુશળતાથી કરે છે. કોઈ પણ સધર્મબંધુને તેઓ દુઃખી નથી જોઈ શકતા. શક્ય એટલી ગુપ્ત સહાય પણ કરે છે.
તેમના મોટા ભાઈઓ શ્રી મોહનલાલજી અને નાનાભાઈ શ્રી પ્રવીણકુમારજી પણ તેમની જેમ સુસભ્ય અને સુસંસ્કારવાન છે. સામાજિક અને ધાર્મિક આયોજનોમાં નાનાભાઈઓનો યથેષ્ટ સહયોગ મળી રહે છે. નાની વયમાં અને ઓછા સમયમાં પોતાના વ્યવસાયને ઉચ્ચત્તમ શિખર પર પહોંચાડી અર્થ ઉપાર્જન કરી વધુમાં વધુ મર્યાદામાં ધાર્મિક કાર્યોમાં રોકાણ કરવું એ એમની પુણ્યકમાઈનું એક ઉદાહરણ છે.
એમની મોટામાં મોટી ખાસિયત એ છે કે સામાજિક હિત માટે તેઓ વિના સંકોચે નમતું જોખીને પણ સામાજિક અહિત ક્યારેય નહીં થવા દે.
આજના વિલાસમય અને ભૌતિકયુગમાં એમનો એ પણ અભિગ્રહ છે કે પોતાની પારિવારિક જવાબદારીઓથી મુક્ત થતાં જ તેઓ તેમનાં સહધર્મિણી રતનદેવી સાથે પાલિતાણામાં જ હંમેશ માટે સ્થિર થવાની ભાવના છે અને સામાજિક પ્રપંચ છોડી દેશે. પરમ પિતા પરમાત્મા એમનો એ અભિગ્રહ જલદીમાં જલદી પૂર્ણ કરાવે. પરમાત્મા અને સાધુ–ભગવંતોમાં એમને અતૂટ શ્રદ્ધા છે. એમની આજ્ઞા તેઓ માટે સર્વોપરી છે. જ્યાં સુધી એમનો અભિગ્રહ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org