________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શ્રી મેહુલ દિલીપભાઈ ઠાકુર
વતન : શંખેશ્વર હાલ : શંખેશ્વર
શંખેશ્વર મહાતીર્થમાં પ્રસિદ્ધ સંગીતકાર પિતાશ્રી દિલીપભાઈ તથા કાકાથી મલયભાઈ તેમજ પરિવારના વડીલો પાસેથી સંગીતના સંસ્કારો મળ્યા. મેહલભાઈને બાલ્યકાળથી
ભક્તિસંગીતનો શોખ હતો. મધુર સૂરીલા કંઠની કુદરતી બક્ષિસ છે. જૈન સંગીતકાર બની પ્રભુભક્તિ કરવાની ઉત્કટ ઝંખના હતી. નાનીવયે સંગીતકાર તરીકે અપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરી છે. સુંદર મધુર પ્રકાશિત કંઠ ધરાવે છે. સંગીતના સતત અભ્યાસુ છે. પોતાના ભક્તિસંગીતથી ભાવવાહી ગીતો દ્વારા શ્રોતાઓને તરબોળ કરી દે છે. ઓરગન અને હાર્મોનિયમ પર સુંદર પ્રભુત્વ ધરાવે છે. નાનીવયે પૂજા, ભાવના અને અંજનશલાકામહોત્સવના ભરચક કાર્યક્રમોમાં પ્રસિદ્ધિ પામ્યા છે. અંજનશલાકામહોત્સવોમાં આગવી વિશેષતાથી ભક્તિ સંગીતના કાર્યક્રમો આપે છે. અનેક સંગીતપ્રેમીસંઘો દ્વારા સમ્માન પામી સુંદર ખ્યાતિ પ્રાપ્ત કરી છે. જૈનસમાજમાં ભક્તિસંગીતક્ષેત્રે સિદ્ધિનાં શિખરો સર કરી તેમણે ભક્તિ-સંગીતના યુવા કલાકાર તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. મેહુલભાઈ સુવર્ણ પ્રતીકોથી નાની વયે સમ્માન પામનાર જૈન સંગીતકાર છે. તેમની ઓડિયો સીડી અને કેસેટ પ્રસિદ્ધ પામી છે.
સરનામું : ૨. પાર્શ્વનાથ સોસાયટી, પેટ્રોલપંપ પાછળ, શંખેશ્વર-પીન : ૩૮૪ ૨૪૬ જિ. પાટણ
ફોન : (૦૨૭૩૩)૨૭૩૩૬૧ મો. ૯૪૨૭૪૮૮૩૯૬૧, શ્રી લલિતકુમાર દામોદરદાસ ભોજક
(ઠાકુર)
વતન : રાધનપુર નિવાસ : રાધનપુર
પરિવારના જન્મદત્ત સંસ્કારો અને ગુરુબંધુ પાસેથી સંગીતની તાલીમ લીધી. ઘેઘૂર-મધુર અવાજ ધરાવે છે. પૂજા, ભાવના અને મહોત્સવોમાં સારી લોકચાહના મેળવી છે. લોકગીત, ભજન
અને ડાયરાના કાર્યક્રમો પણ આપે છે. તેમના સંગીતમાં લોકસંગીતનો પ્રભાવ છે. હાર્મોનિયમ અને ઓરગન પર પ્રભુત્વ
Jain Education International
totlo
ધરાવે છે. તબલાંવાદનનું વિશેષ જ્ઞાન ધરાવે છે. તેમની ઓડિયો કેસેટ અને ઓડિયોસીડી ઉપલબ્ધ છે. પ્રગતિને પંથે તેમની વિકાસયાત્રા ચાલુ છે.
સરનામું : ફોન : ૦૨૭૪૬-૨૭૫૧૬૭ ભોજકવાસ રાધનપુર જિ. પાટણ
બંધુબેલડી નીરવ-નિકુંજ ઠાકુર એન્ડ પાર્ટી
વતન : રાધનપુર હાલ : મુંબઈ.
પ્રસિદ્ધ સંગીતકાર પિતાશ્રી બળવંત ઠાકુરનું સંગીત વારસામાં મેળવ્યું. શાસ્ત્રીય સંગીતજ્ઞ ઉસ્તાદ પાસેથી શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી છે. આ બંધુ-બેલડીએ મુંબઈ અને શહેરી વિસ્તારોમાં પૂજા-ભાવના અને અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવોમાં નાનીવયે સંગીતક્ષેત્રે જૈન સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની ભક્તિસંગીતની ઓડિયો કેસેટ તેમજ વીડિયો સીડી ઉપલબ્ધ છે. ૧૦ વર્ષના સેવાકાળમાં અનેક સંઘો દ્વારા સુંદર જિનભક્તિસંગીત માટે સન્માન પામ્યા છે.
સરનામું : શ્રી બળવંત ઠાકુર/નીરવ-નિકુંજ ૧૨મી ખેતવાડી ક્રોસ લેન, ૧૩–સોનાવાલા કમ્પાઉન્ડ, બીજે માળે, ફ્લેટ નં. ૪, મુંબઈ-૪૦૦૦૦૪, ફોન : ૦૨૨-૨૩૮૨૪૩૧૬, મો. નં. ૯૩૨૨૧૨૧૬૫૩ ૯૩૨૨૨૨૭૮૩૫, ૯૩૨૪૨૬૯૬૮૪
ચુંવાળ પંથકના સંગીતકાર
શ્રી ડાહ્યાલાલ કાંતિલાલ ભોજક વતન : કડી હાલ : ભોયણીતીર્થ.
મલ્લિનાથદાદાના ભોયણીતીર્થમાં છેલ્લાં ૩૫ વર્ષથી સંગીતકાર તરીકે સેવા આપે છે. તેમના પિતાશ્રી કાંતિભાઈ પાસેથી સંગીત વારસામાં મળ્યું. બુલંદ અવાજ ધરાવે છે. ચુંવાળ પંથકમાં ‘કથા-ગીત-ભક્તિ-સંગીત' માટે ખ્યાતિ ધરાવે છે. પૂજા-ભાવના-પૂજનના કાર્યક્રમોમાં સંગીતકાર તરીકે સેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org