________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સુંદરબહેન ભુજપુર–કચ્છમાં મહાવદ તેરસ ૧૯૨૫ના ગાંગજીભાઈ સાવલાના કુળમાં માતા હંસાબાઈની કૂખે જન્મ્યાં. બે ભાઈ અને બે બહેનો સહિતનો તેમનો પરિવાર ધર્માનુરાગી, અપિરિગ્રહી, સંતોષી છે. બન્ને ભાઈઓ વિપશ્યના–ધ્યાનસાધનાના વરિષ્ઠ પ્રણેતા છે.
૨૧ વર્ષની ઉંમરે ગાંગજી ખીમશી ભેદાના પુત્ર નેમિદાસ ભાઈ સાથે વિવાહ થયા. ૨૩ વર્ષની ઉંમરે પુત્ર જન્મ્યો પણ ા વર્ષની કોમળ ઉંમરે માતાના ખોળામાં નવસ્મરણ સાંભળતા મૃત્યુ પામ્યો. પ્રસૂતિ ખબૂ તકલીફદાયી હતી. મૃત્યુના મુખમાંથી પાછાં ફર્યાં હતાં. આ પ્રસંગોએ ધર્મરુચિ વિશેષ વધારી. તેમનાં નિત્યકર્મમાં પરિવર્તન આવ્યું. નવકારશી, ચોવિહાર, પ્રતિક્રમણો, જિનદર્શન-પૂજા અને તપ જીવનનાં અંગ બની ગયાં. તેમની જ્ઞાનપિપાસા જાગૃત થઈ અને પાનાચંદભાઈ પંડિતજી પાસે ધર્માભ્યાસ પઠન-પાઠન-ચિંતન શરૂ થયું.
જીવનમાં જાણે જ્ઞાનદીપકનું તેજ પ્રગટ્યું. પાંચ પ્રતિક્રમણ, જીવવિવાહ, નવતત્ત્વ-દંડક, લઘુસંગ્રહણી, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (૫ અર્થ સાથે) તત્ત્વાર્થસૂત્ર (અર્થસહિત) બૃહત્ સંગ્રહિણી (અર્થ સાથે) લઘુ ક્ષેત્ર સમાસ (અર્થ સહિત) સમોવસરણ પ્રકરણ, ૬૭ બોલની સજ્ઝાય, વૈરાગ્યશતક, શત્રુંજય લઘુકલ્પ, વીતરાગ સ્તોત્ર, ગૌતમઅષ્ટક, સંબોધસિત્તરી, પુણ્ય પ્રકાશનું સ્તવન જેવો અભ્યાસ કરતાં ગયાં.
બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, ઓળા, વિશસ્થાનક તપ, ૩ ઉપધાન, ૯૯ યાત્રા સહિતનાં તપ વિધિ સાથે કરતાં રહ્યાં.
તેમના પતિનો ધર્મારાધના સદૈવ સાથ રહ્યો છે. તેથી જ ૨૭ વર્ષ પહેલાં તેઓએ ચતુર્થવ્રત અંગીકાર કર્યું. પતિ પણ ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રેરિત, પ્રોત્સાહિત કરતા રહ્યા અને સ્વયં સંપૂર્ણ સહકાર આપ્યો.
તેઓ પોતાના જીવનના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગોને મહત્ત્વ આપે છે.
(૧) શાંતાબહેન (નાનાં નણંદ-સાધ્વીશ્રી નિર્મલગુણાશ્રીજી)ની દીક્ષા
(૨) પૂ. લક્ષ્મણસૂરિનાં વ્યાખ્યાનો
(૩) પાનાચંદભાઈએ આપેલ ધર્મજ્ઞાન
તેઓ ભદ્રંકર વિજયજીને ગુરુ માને છે. તેઓ
Jain Education International
ho
બારવ્રતધારી શ્રાવિકા છે. જ્ઞાન-ભક્તિ વૈયાવચ્ચ, દાન જીવનમાં ઓતપ્રોત બની ગયાં છે. પોતાને પ્રાપ્ત થયેલી આંતરિક સમૃદ્ધિ પોતાના પૂરતી સીમિત ન રાખતાં તેની પ્રભાવના કરતાં રહ્યાં. સુપાત્રદાન, સાધર્મિકભક્તિ, અનુકંપાદાન બધું જ નિર્મળ પ્રવાહ રૂપે જીવનસ્ત્રોત સાથે વહેતું રહે છે. અન્ય જ્ઞાનપિપાસુઓને પણ જ્ઞાનદાન દેતાં રહે છે. શાસનપ્રભાવના કરતાં કરતાં કષાયોથી મુક્ત થતાં જતાં હોવાનો અહેસાસ તેમના મુખ પર વિલસતીઆંતરગુણોની પ્રભા કરાવે છે. જ્ઞાનોપાર્જનથી જે સુખશાંતિ તેમને પ્રાપ્ત થયાં છે તેની સર્વત્ર પ્રભાવના કરતાં રહે છે. ગાંધીનગર પાઠશાળાને દાન આપી પોતાના કુટુંબનાં નામ સાથે જોડી તો રાજાજીનગરની બહેનોની પાઠશાળા શરૂ કરવાનું શ્રેય પણ તેમના ભાગે જ આવ્યું છે.
સંસારમાં સંયમનું તેઓ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. સુકૃતોની અનુમોદના અને દુષ્કૃતની ગ્રહાનો ગુણ તેમની નસેનસમાં સમાયેલો છે. તેમનો એક મહાગુણ છે અપ્રમત્ત દશા. જીવનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરી લેવી તે જ માત્ર તેમનું અંતર-લક્ષ્ય. સમય મળે ધાર્મિક અનુષ્ઠાનોમાં જાતને એવી ઓત-પ્રોત કરી દે કે તેમનો આત્મા અંતરંગ ઉચ્ચદશાનો, જાગૃતિનો સમતાભાવનો અનુભવ કરી શકે. શરીરની બિમારીઓએ તેમની શ્રદ્ધાને વિચલિત થવા દીધી નથી. દેહ પ્રત્યેનો અનાસક્તિ ભાવ તેમને દેહાતીત અવસ્થાએ પહોંચાડે છે. શરીરની સ્પૃહાથી મુક્ત થઈ ઉપાધિમાં સમાધિ કેળવી જાણી છે. ભૌતિક પુદ્ગલોની રુચિ અને તૃષ્ણાથી પર થઈ ગયાં છે. તેથી અંતર્મુખી બની શકયાં છે. શરીર–રોગથી નહીં પણ ભવરોગથી મુક્ત થવા અને કરવાની કામના જ તેમનું ધ્યેય છે. જીવનમાં સદાચારીપણું, અવિચલ નિયમબદ્ધતા, સાદાઈ અને સવિ જીવં કરુ શાસન રસી'ની મનોભાવના આ મૂઠી ઊંચેરા આત્માને સ્ફટિક જેવો નિર્મળ અને રત્નો જેવો તેજસ્વી બનાવે છે.
તેથી જ નિર્મલગુણાશ્રી જેવા ગુરુજનના મુખેથી આશીર્વચન સરી પડે છે. “તમારી જ્ઞાન વૃત્તિ-પ્રવૃત્તિ મુક્તિના ધ્યેયપૂર્વકની હોઈ નિવૃત્તિ નિર્વાણકારણ બનશે જ.”.
શિક્ષણપ્રેમી બહુમુખીપ્રતિભાસંપન્ન શ્રી દામજી જાદવજી છેડા
કચ્છની ભાતીગળ ધરતી પર અનેકાનેક રત્નો પાકયાં છે, જેમાંનાં કેટલાંકે પોતાના કુળની સાથે સાથે જ્ઞાતિનું નામ પોતાનાં સત્કાર્યોથી ઉજ્વળ કર્યું છે. તેવા જ એક અગ્રગણ્ય સજ્જન
For Private & Personal Use Only
www.jainelibrary.org