________________
ced
મહાન દાનવીર : ઘર્મપ્રેમી
શેઠશ્રી કપૂરચંદજી ભીલોચા વોરા સમગ્ર દક્ષિણ ભારતમાં ‘દાનવીર’ના હુલામણા નામે સુપ્રસિદ્ધ શ્રીયુત શેઠશ્રી કપૂરચંદજી પૂનમચંદજી ભીલોચા વોરા (રાજતવાવ નિવાસી) પોતાનાં નામ અને કામથી જનમનમાં અપૂર્વ સ્થાન પામી ગયા.
સામાન્ય પરિસ્થિતિમાંથી પરિશ્રમ અને પુરુષાર્થથી શ્રીમંતાઈ સુધી પહોંચેલા આ શ્રેષ્ઠીવર્યે જીવનના અંત સુધી પોતાની પૂર્વની સામાન્ય સ્થિતિને નજર સમક્ષ રાખી બુદ્ધિ અને પૈસાને શુભ કાર્યોમાં જ વાપરવા એવા જીવનમંત્રને સાક્ષાત્કાર કરતાં દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મૂકીને વહેતો કર્યો છે.
તેમની ઉદારતા અને હ્રદયની સરળતા આકાશને આંબી જાય તેવી હતી. પોતાને ત્યાં આવેલ નાનામાં નાની વ્યક્તિની સાથે પણ પ્રેમપૂર્વક વાત કરવી, તેની ભાવનાને સમજવી અને ભરપૂર મદદ કરવી તેમ જ મોટામાં મોટું દાન પણ આપીને ભૂલી જવું આવી સરળતાના સ્વામી કપૂરચંદજી ખરેખર માણવા લાયક, મહામાનવ હતા. દરેકની સાથે ખૂબ જ નિખાલસતાપૂર્વક મળવું. મનમાં મેલ ન રાખવો અને શ્રીમંતાઈનો જરાપણ ગર્વ ન કરવો આ તેમના દૈવિક ગુણો હતા.
ફેરી કરતા અને નાની દુકાનમાંથી આગળ વધતાં સમગ્ર દક્ષિણમાં સુપ્રસિદ્ધ એસ. કપૂરચંદજી ફર્મથી સિલ્ક ઉદ્યોગમાં છવાઈ ગયેલ આ કપૂરચંદજીને પુણ્યે સાથ આપ્યો. લક્ષ્મીએ જાણે પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો એટલે બેંગ્લોરના દરેક દેરાસરોમાં પર્યુષણમાં હજારો મણની બોલીથી લાભ અચૂક લેતા
જ.
તેમનાં સુવર્ણમય કાર્યોમાં બેંગ્લોરથી ૪૦ કિ.મી. દૂર તેમની જૈન સિલ્ક મિલ્સની વિશાળ જગ્યા ભેટ આપવા સાથે પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી એક કરોડની વિશાળ રાશિ અર્પણ કરી સમગ્ર ભારતવર્ષમાં અનુમોદના પ્રાપ્ત કરી અને સમયે સમયે ૭-૮ વર્ષના તીર્થ નિર્માણના ગાળામાં મહાન રાશિ અર્પણ કરી લાભ લેતા રહ્યા. ફળસ્વરૂપ દક્ષિણ ભારતના ગૌરવતુલ્ય શ્રી નાકોડા અવન્તિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ દેવનહલ્લી આજે તેમની
Jain Education Intemational
ધન્ય ધરા
ગૌરવમય ગાથા ગાઈ રહ્યું છે. હજારો લોક દર્શન કરી પાવન બની અનુમોદના કરી રહ્યાં છે.
પ. પૂ. પૂર્ણાનંદસૂરિજીને પોતાના ધર્મદાતા ગુરુ માનતા કપૂરચંદજીએ તપોનિધિ આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ને દક્ષિણમાં લાવવા કુંભોજગિરિથી બેંગ્લોર છ’રીપાલિત સંઘના સંઘપતિ બની લાભ લીધો અને ગુરુદેવશ્રીને વિજયપુરા ગૌશાળામાં પદાર્પણ કરાવી ગુરુદેવશ્રીની ઉંમર ૭૮ વર્ષ પ્રમાણે ૭ લાખ ૭૮ હજારની માતબર રાશિ ગૌશાળામાં અર્પણ કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
બેંગ્લોરના કોઈપણ દેરાસરના નિર્માણ માટે શ્રેષ્ઠીનો સહયોગ હંમેશાં ભરપૂર રહેતો. લગભગ દરેક મંદિરોમાં ભૂમિપૂજન શિલાન્યાસ યા ભગવાન ભરાવવામાં તેમનો ફાળો ન હોય તેવું બન્યું નથી. પ્રતિમા ભરાવવાનો ખૂબ જ શોખ હતો તેથી જ દરેક જગ્યાએ જિનબિંબો ભરાવી લાભ લીધો.
સરળ મનવાળા શ્રેષ્ઠીવર્યને જીવદયા સાધર્મિકભક્તિજ્ઞાન આદિ દરેક ક્ષેત્રો પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી જ સ્કૂલહાઇસ્કૂલ હૉસ્પિટલ આદિમાં પણ લાભ લેવાનું ચૂક્યા નથી. તેમ જ ઇતર લોકોનાં પણ દરેક કાર્યોમાં શેઠશ્રી અવશ્ય ફાળો
આપતા જ.
આ. દેવ શ્રી પદ્મસાગરસૂરિજી, ભદ્રગુપ્તસૂરિજી, ભુવનભાનુસૂરિજી, હેમપ્રભસૂરિજી, પદ્મસૂરિજી આદિ દરેક પૂજ્યોના ભરપૂર આશીર્વાદ પામેલા શ્રીયુત્ કપૂરચંદજીને દરેક પૂજ્યો સમયે-સમયે યાદ કરી લાભ આપતા અને કહેતા કે “આવા સરળ નિષ્કપટ ઉદારમનવાળા દાનવીર શોધ્યા ય જડે.’’
લાભ લેવા સામે ચડીને દોડી જતા કપૂરચંદજીએ પોતાના ગામ તવાવમાં આયંબિલ ખાતા નિર્માણનો લાભ લીધો છે તો બેંગ્લોરથી દેવનહલ્લી છ'રીપાલિત સંઘનું ભવ્ય આયોજન અને દેવનહલ્લી તીર્થમાં પોષદશમીના પ્રથમ મેળાનું ભવ્ય આયોજન ઉદારતાપૂર્વક કરી તીર્થપ્રેમને પ્રદર્શિત કરેલ.
પાલિતાણાની પુણ્યભૂમિમાં બેંગ્લોર આરાધના ભવનમાં ટ્રસ્ટી અને દાનદાતા તરીકે ખૂબ જ લાભ લેતા શેઠશ્રીએ પોતાના ઉપકારી ગુરુદેવની સ્મૃતિમાં પૂર્ણાનંદસૂરિ હોલનું નિર્માણ કરી ગુરુ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે.
તીર્થપ્રેમી કપૂરચંદજીની એક જ ધગશ હતી કે આ બેનમૂન તીર્થ જલ્દી પૂર્ણ થાય અને પ્રતિષ્ઠા કરાવી ૧૦૮ ધ્વજા લહેરાવીએ. પોતાના ગૃહાંગણે રોજ ૪-૪ કલાક આરાધના
For Private & Personal Use Only
www.jainelibrary.org