________________
७
શાશ્વત સૌરભ ભાગ-૧
સેવા આધનાનો પમરાટ
સદ્વિચાર પ્રવૃત્તિના પ્રણેતાઓ
જીવનમાં સિદ્ધિ સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર સમાજ પરત્વેની નિષ્ઠા અને સેવા. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેમાં સવાયું કરીને પાછું આપવાની ઉદારતા ઘણામાં જોવા મળે છે. પોતાના વ્યવસાયમાંથી સમય મેળવીને વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહેનારા, વિવિધક્ષેત્રે પુરુષાર્થની અનોખી ગાથા ઊભી કરનારા ઘરદીવડાઓના પ્રકાશમાન જીવનનું અત્રે અવલોકન કરીએ.
કરુણાભાવથી ભરપૂર અને દીનદુઃખીઓના સાચા બેલી એવા ઘણા નરપુંગવોના ઉત્તમ સુકુત્યોની હૈયાના ભાવથી આપણે અનુમોદના કરીએ.
સખાવતી વ્યક્તિ નહીં, વિશ્વવિખ્યાત સંસ્થા, એટલે શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડી શીલભદ્ર શ્રેષ્ઠી, સંસ્કૃતિપૂજક અને દૃષ્ટિપૂત વ્યક્તિત્વનું તેજસ્વી અનુસંધાન.
મહાત્મા
ગાંધીજીને નરસિંહ મહેતાનું જે ભજન પ્રિય હતું તેમાંનો વૈષ્ણવજન’
એટલે શું? વૈષ્ણવજન એટલે ઉત્તમ માનવ અને
ઉત્તમ માનવની પ્રથમ પહેલી ઓળખ શી? તો કહે,
“વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.’’
આ બ્રહ્માંડની અગણિત જીવસૃષ્ટિમાં મનુષ્ય અવતાર અતિ દુર્લભ માનવામાં આવે છે. એમાંયે અગણિત માનવસૃષ્ટિમાંથી કોઈ પણ ક્ષેત્રે સહેજે અ-સાધારણ ઓળખ બનાવવી અતિ દુર્લભ હોય છે. એમાં યે કોઈ કોઈ મનુષ્ય સ્વ.અર્થે પુરુષાર્થ કરીને નાની-મોટી સિદ્ધિને હાંસલ કરે છે. ધર્મ, વિજ્ઞાન, રાજકારણ, વેપારઉદ્યોગ, સમાજ, શિક્ષણ વગેરે એનાં ક્ષેત્રો છે. ઇતિહાસ એવી વ્યક્તિઓને સાચવી રાખે છે. સામે પક્ષે, કોઈ જ વ્યક્તિ એવી હોય છે જે પર–અર્થે પુરુષાર્થ કરીને પોતાની ઓળખ રચે છે. એવી વ્યક્તિનું સ્થાન સ્થળ અને
lose
Jain Education Intemational
સમયના સીમાડા વીંધીને લોકોના હૃદયમાં અવિચળ હોય છે. એ વ્યક્તિ મટીને વિભૂતિ બની જાય છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડી સમાવિભૂતિની આ પહેલી ઓળખ છે. પર દુઃખે ઉપકાર કરવાની ભાવના જન્મવી અને એ ભાવનાની પરિપુષ્ટિ માટે જીવનયજ્ઞ આરંભવો, એ યજ્ઞને સતત દીર્ધકાળ સુધી સંવર્ધિત કર્યા કરવો એ સઘળું અતિ દુષ્કર છે. દીપચંદભાઈના સઘળા પુરુષાર્થો એ યજ્ઞકાર્યને સફળ કરવામાં કાર્યરત છે. એ માનવજીવનની અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટના છે. દીપચંદભાઈ એટલે દુર્લભ માનવ-અવતારની દુર્લભ ભાવનાનો સાક્ષાત્કાર. દાન, ધર્મ, પરોપકાર, પરમાર્થ, સખાવત, જે કહો તે, એક વ્યક્તિની આ એક ઉત્તમ ભાવનાનું બીજ પાંગરીને-ફૂલીફાલીને કેટકેટલી શાખા-પ્રશાખામાં ફેલાઈ શકે તેનું જીવતુંજાગતું ઉદાહરણ તે શ્રી દીપચંદભાઈ ગાર્ડી.
વિરાટ વ્યક્તિત્વ :
શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના ‘ભામાશા' તથા ‘શલાકા પુરુષ' રહેલા શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ. ગાર્ડીનો જન્મ દિનાંક ૨૫-૪-૧૯૧૫ના રોજ. સૌરાષ્ટ્રના પડધરી-વાંકાનેર જિલ્લો- રાજકોટ મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પડધરી, વાંકાનેર તેમજ જ્યાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને એલ.એલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરીને, મુંબઈને કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા પછી ‘બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા.
For Private & Personal Use Only
www.jainelibrary.org