________________
૭૮૪
ધન્ય ઘરા:
રજૂ કરવાની પદ્ધતિ પ્રશંસનીય છે. સભાનું સંચાલન કે વક્તવ્ય રસપ્રદ શૈલીમાં કરી શકે છે. તેમણે બેંગ્લોર ખાતે શ્રુત ગંગા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે અને મહિલાઓમાં ધાર્મિક ઓપન બુક પરીક્ષાના માધ્યમે વાચનમાં જાગૃતિ લાવી રહ્યા છે. શ્રી રત્નત્રયી ટ્રસ્ટ, શ્રી વર્ધમાન સંસ્કાર ધામ, શ્રી અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ શ્રી જિનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ તથા અહમ્ સુંદરમ્ ટ્રસ્ટ વ. દ્વારા આયોજિત પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરવાની સાથે પરીક્ષા પણ આપે છે. * સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુજૈન ફિલોસોફિકલ એન્ડ લિટરટી રિસર્ચ સેન્ટર, ઉવસ્મગહરમ સાધના ટ્રસ્ટ દ્વારા - વિસ્મગહરમ્ શ્રુત એવોર્ડમાં સ્તોત્રની સર્વાગી સમીક્ષા તથા સ્તોત્રનાં રચિયતાના જીવનકવન જેવા બે બે વિષયો
પર નિબંધો લખી પ્રોત્સાહિત પારિતોષિક મેળવ્યું છે. * નવકારનો રણકાર' સામાયિક દ્વારા આયોજિત નવકારનો અચિંત્ય પ્રભાવ” નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા
થયા છે. * શ્રી કુલપાકજી તીર્થયાત્રા સંઘ હૈદ્રાબાદ (કાચીગુડા) સંઘ દ્વારા આયોજિત દીક્ષાર્થી મિત્રને અનુમોદનાત્મક-ભલામણ
પત્ર' વિષયમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. * મુંબઈકાલીના યુનિવર્સિટી દ્વારા આયોજિત ૨૦૦૨ પીએચ.ડી. સમકક્ષ નિબંધ સ્પર્ધામાં “તંદુરસ્ત જીવન જીવવાની
જૈન પદ્ધતિ The Jain way of Healthy living' વિષય પર અદ્ભુત વિચારો વ્યક્ત કરી
પારિતોષિક મેળવ્યું છે. * ગુજરાત કલા કેન્દ્ર, બેંગ્લોર દ્વારા આયોજિત વૈવિધ્યપૂર્ણ અભિયાનમાં તેમની ધાર્મિકપ્રવૃત્તિ-પ્રગતિના આધારે “મહિલા
મંચ' એવોર્ડથી ૨૦૦૭માં સન્માનિત કરવામાં આવ્યા, જેમાં બેંગ્લોરની દસ અગ્રેસર મહિલાઓને સન્માનિત કરેલ. * આજ ગ્રંથ “શાશ્વત સૌરભ'નું સંકલન “તવારીખની તેજછાયા'માં દક્ષિણ ભારતના સમર્પિત જૈન અગ્રેસરોની સંપૂર્ણ લેખનમાળા આલેખી. “સૂરજનો પ્રકાશ રવિનો ઉજાસ” શાસનરત્ન સમાજરત્ન શ્રી રવિલાલ લવજીભાઈ પારેખના અભિવાદન-સમારોહ પ્રસંગની સ્મરણિકાનું લેખન–સંકલન-સંચાલન સુંદર રીતે કરી શાસન પ્રત્યે નિઃસ્વાર્થ
ભાવનાને સિદ્ધ કરી છે. * અમદાવાદથી પ્રગટ થતા (ધર્મધારા) અંતરધારાના પ્રતિનિધિ છે. શ્રી પાર્શ્વકલાપૂર્ણ ભક્તિ મહિલા મંડળ (બેંગ્લોર- || ગાંધીનગર)ના સ્થાપનાથી દશ વર્ષ સુધી સફળ કોષાધ્યક્ષ અને સક્રિય કાર્યકર્તા રહ્યાં હતાં.
નિરંતર પ્રવૃત્તિ-પ્રગતિ કરતાં અમીબહેને અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને વિશિષ્ટ બહુમાનો મેળવ્યાં છે તથા અનેક મહિલા સંસ્થાઓમાં નિર્ણાયક તરીકે સફળતા મેળવી છે.
પુણ્યાત્માઓના સ્વર્ગવાસ પછી આયોજિત પ્રાર્થના શ્રદ્ધાંજલિ સભામાં પોષક, વૈરાગ્યપોષક ગીતો પર વક્તવ્ય પીરસવાની તેમની આગવી કળા છે. તેથી ભાવગીતોને સંકલન કરી “પરમશરણ તૈયાર કર્યું છે. ભાવસભર ઉચ્ચ ગીતો તથા સમાધિ સાધના એ આ સંકલનનું જમા પાસું છે.
મક્કમ મનોબળી અમીબહેનના પ્રત્યેક કાર્યમાં ઉત્સાહી શાસનપ્રેમી શ્રી કિરીટભાઈ દરેક રીતે સહયોગ આપી ઉત્સાહ અભિવૃદ્ધિ કરેલ છે. શાસનની ધગશવાળાં અમીબહેનને અભિનંદીએ. દક્ષિણાભારતના શ્રેષ્ઠીઓની આ પરિચયાત્મક હોખમાળામાં બેંગલોરના શ્રવણ તરફથી સજન્ય
સહયોગ મળેલ છે. હ. શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ * બેંગલોર આ સહચોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ -ગ્રંથ સંપાદક
Jain Education Intemational
Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org