________________
શાશ્વત સૌરભ ભાગ-૧
'ભાવનગરના જૈન સંગીતકારો |
સૂરીલો કંઠ ધરાવતા અશોક પરમાણંદદાસ શાહ
હાલ બાવન વર્ષની ઉંમર ધરાવતા, તા. ૧૬-૬-૧૯૫૫ના રોજ જન્મેલા અશોક પરમાણંદદાસ શાહ જૈન સંગીતકાર તરીકેની કારકિર્દી છેલ્લાં પચ્ચીસ વર્ષથી ધરાવે છે. દરેક પ્રકારનાં પૂજન, ભાવયાત્રા, પ્રાર્થના, ભાવનાના કાર્યક્રમો આપે છે અને પોતાનો ચાહકવર્ગ ધરાવે છે..
શ્રી અશોકભાઈએ જૈન સ્તવનના કાર્યક્રમો આપવા માટે વિદેશ-પ્રવાસ પણ કરેલ છે. તેમની પાંચ ઑડિયો કેસેટ-સી.ડી. પણ બહાર પડેલ છે. તેઓ ભાવનગરની એસ.બી.એસ.માં સેવા આપે છે. તેમનું સરનામું છે : “પરમ', પ્લોટ નં. ૬૧૮/બી૬, ગીતાચોક, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪ ૦૦૧. તથા ફોન નં. ૦૨૭૯-૨૨૦૦૮૬૨ અને મોબાઈલ નં. ૦૯૪૨૬૪૫૪૫૦૬ છે.
સુમધુર કંઠના સાધિકા કુ. હીરલ અશોકભાઈ શાહ
પિતા અશોકભાઈનાં પગલે-પગલે કુ. હીરલ શાહે પણ કારકિર્દી ક્ષેત્રે સંગીત અપનાવવાનું મુનાસીબ માન્યું. તેઓ છેલ્લાં દસેક વર્ષથી પિતાની સાથે જૈન સ્તવનના કાર્યક્રમો આપે છે.
- તા. ૨૨-૪-૧૯૮૩ના રોજ જન્મેલાં હાલ ૨૪ વર્ષની વય ધરાવતાં કુ. હીરલ “સંગીત-વિશારદ'ની પદવી ધરાવે છે. ઝી ટીવી–ગુજરાતીની ‘સારેગામા’ શ્રેણીમાં તેઓ રનર્સઅપ છે તથા પ્રાર્થના-સ્તવનના કાર્યક્રમોમાં ઉદ્ઘોષિકાની ફરજ પણ બજાવે છે. તેમનું સરનામું : “પરમ', પ્લોટ નં. ૬૧૮/બી-૬, ગીતા ચોક, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪ ૦૦૧ છે. ફોન નં. ૦૨૭૮-૨૨૦૦૮૬૨ તથા મોબાઈલ નં. O૯૩૨૮૦૨૪૮૬૩ છે.
આકર્ષક અવાજ ધરાવતા દીપેશ અશ્વિનભાઈ કામદાર
જીવનનાં સત્યાવીસ વર્ષ પસાર કરી ચૂકેલા શ્રી દીપેશભાઈ અશ્વિનભાઈ કામદાર છેલ્લાં ૧૫ વર્ષથી જૈન સંગીતકાર તરીકે કાર્યક્રમો આપે છે. પૂજન અને ભાવનાના કાર્યક્રમો આપે છે. તેમનું સરનામું છે : “અરિહંત', પ્લોટ નં. ૯૫૩-એ-૧-બી, ગીતાચોક, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪ ૦૦૧. ફોન નં. ૦૨૭૮-૨૨૦૫૨૬૩ અને મોબાઈલ નં. ૯૩૨૮૦૦૨૨૦૪ અને ૯૭૨૫૨૩૪૦૯૮ છે.
ભાવનામય સ્વર- સાધક ભાવિક વિક્રમભાઈ શાહ શેક્ષણિક ક્ષેત્રે બી.બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરનાર શ્રી ભાવિકભાઈ શાહ છેલ્લાં વીસ વર્ષોથી ધાર્મિક પૂજા, પૂજન, ભાવના, સાંજી, પ્રતિષ્ઠા-અંજનશલાકા, સંઘયાત્રા, દીક્ષા, પ્રાર્થના તથા સ્તવનોના કાર્યક્રમ આપે
વ્યવસાયક્ષેત્રે ‘ભાવિક ટેક્ષટાઇલ'ના માલિક એવા ભાવિકભાઈનું સરનામું આ મુજબ છે : “ભાવિક' –૬/સી, શક્તિ હાઉસિંગ સોસાયટી, ડૉ. દ્વિજેશ શાહના દવાખાના સામે, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪ ૦૦૨ છે. ફોન નં. ૯૮૯૮૬૨૪૫૫૨, ૯૯૨૫૯૨૬૮૯૯ અને ૯૭૨૩૫૩૨૦૫૨ છે.
કામણગારો કંઠ ધરાવનાર કમલેશ કાંતિલાલ શાહ છેલ્લાં વીસ વર્ષથી જૈન સંગીતકાર તરીકે કાર્યક્રમો આપતા શ્રી કમલેશ કાંતિલાલ શાહ બી.કોમ., એલ.એલ.બી. થઈ એડ્વોકેટની કામગીરી કરે છે. તેઓ માત્ર જૈન સંગીતના જ કાર્યક્રમો આપે છે, જેમાં પૂજા, પૂજન, પ્રાર્થનાસભા, ભાવના, અંજનશલાકા વગેરેમાં જૈન સંગીતકાર તરીકે ભક્તિ કરાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org