________________
૪૮
રાગોનો ઉપયોગ :
જે તે સમયમાં લોકોને કયા રાગ વિશેષ પ્રિય જઝાયા, ગાવામાં સહેલા લાગ્યા તે પણ આ નિરીક્ષણથી જાણવા મળે છે. અહીં એક મહત્ત્વની બીજી વાત વિચારવાની છે કે રાગનો ઉપયોગ ભારતીય સંગીતમાં ક્યારથી થયો? ભરતના નાટ્ય શાસ્ત્રમાં સ્વર અને તાલની ચર્ચા છે પણ રાગનો નિર્દેશ નથી છેક બારમી સદીમાં પ્રસિદ્ધ કવિ અને સંગીતકાર જયદેવના રચેલા પ્રબન્ધ મળે છે. સંશોધકોનો અભિપ્રાય એવો છે કે જયદેવના પ્રયોજેલા રાગો કોઈ ગાતા હોય તથા જે મૂળ કવિએ ગાયેલા રાગ જ ગાતા હોય તેવા ગાયકો મળતા નથી! પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે લખે છે કે "શકે વર્ણ ૧૭૮૨ એટલે કે સન ૧૧૬૨માં લોચન કવિએ જયદેવ અને વિદ્યાપતિના નામનો ઉલ્લેખ કર્યો. એમનાં પર્દા તેણે પોતાના ગ્રંથ ‘રાગ તરંગિણી'માં લખ્યાં છે, જેના પર રાગનાં નામ લખ્યાં છે. જેમ કે કવિ જયદેવના પદ પર દેશાભ' રાગ લખ્યું છે. રાગ વિષે તેમાં માહિતી મળતી નથી. છેક સન ૧૪૨૫ લગભગમાં વિજયનગરના રાજા દેવરાજના દરબારમાં પંડિત કલ્લિનાવ હતા. તેમણે સારંગદેવ રચિત સંગીત રત્નાકર' પર ટીકા લખી છે. આ સંગીત રત્નાકર' એક જ સૌથી જૂનો ગ્રંથ છે, જેમાં રાગ વિષે નોંધ છે પણ તે રાગો આજ સમજી શકાય તેમ નથી.
સાચ રાગ કયા અને કેવા :
જૂના વખતના સંગીત વિશે વિદ્વાનો કેમ કશું કહી શકતા નથી તેનું એક કારણ એ છે કે રાગ ગાવાનો પ્રારંભ થયો તે પૂર્વે જાતિગાયન, શ્રુતિ, ગ્રામ, મૂર્ચ્છતા વિષે જ માત્ર ચર્ચા તથા ગાયનક્રિયા થતી હતી. આપણે એક જ દાખલો લઈએ જેને આજે આપણે શુદ્ધ થાટ બિલાવલ કહીએ છીએ તેમ જ પૂર્વ કાળના સ્વરોની ગોઠવણ કરવાથી તે ‘કાફી' રામના સ્વરો બને છે. હવે આપણા જૈન આચાર્યો. જેઓ બારમી તેરમી સદીમાં થઈ ગયા તેમણે જ્યાં રાગ બિલાવલ લખ્યો તેજ ૧૪મી પંદરમી સદીના ગાયકોએ કાફી રાગ જેવો ગાવા લાગ્યા. આમ જૈન દેશીઓમાં કાફી' અને બિલાવલ’ શું બંને સરખા હશે? આનો જવાબ નથી, કેમ કે આજની જેમ નોટેશન પતિ ત્યારે ન હતી. વળી પ્રથમ સ્વર સા' ક્યાંથી ગણવો તે પણ નિશ્ચિત આપણે ત્યાં નથી. યુરોપીય દેશોમાં સૈકાઓથી આ નિશ્ચિત છે તેથી તેમનું જૂનું સંગીત જે તે જમાનામાં ગવાતું, વગાડવામાં આવતું તે આજે પણ
Jain Education International
ધન્ય ધરાઃ
સાંભળી શકાય છે. આજે આપણે હેમચંદ્રાચાર્યજી યા આનંદઘનજી અને યશોવિજયજીના સમયમાં કેવી રીતે ગવાતું હતું તે વિષે ખાતરીપૂર્વક કહી શક્તા નથી. માત્ર ગાયન પરંપરા દ્વારા ‘દેશી’ના ઢાળોમાં આપણે ગેય સ્તવનો, પદો સારાં બચાવી શકયા છીએ.
આનંદઘનજીએ કેટલા રાગોનો પ્રયોગ કર્યો છે તેની તપાસ કરતાં બત્રીસ રાગો જાણી શકાયા છે. તેમાં પણ ગ્રંથકારોમાં ક્યાંક રાગનાં નામ નથી તો ક્યાંક નામ જુદાં છે. તેમના જ સમકાલીન પોવિજય છે. પ્રેમાનંદ પણ સમકાલીન ગણાય તેણે બાવીસ જેટલા રાગો પ્રયોજ્યા છે, પણ આ સંખ્યા વિશ્વસનીય નથી. સંશોધનના આ વિષયમાં બધાએ રસ લેવા જેવું છે. આમ છતાં જૈન કવિઓએ પ્રયોજેલા રાગોમાંના કેદાર, રામગ્રી, ધનાશ્રી, ગોડી, દેશાખ, કરો, પરિયો, મહાર રાગ પ્રેમાનંદે પણ ગાયા છે.
આજે જૈનોનું રાગસંગીત તથા દેશી કેવી રીતે ગવાતાં હતાં તે જાણવું હોય તો ઉત્તર ગુજરાતના મોજક સંગીતકારોને સાંભળવા જોઈએ. સ્વ. હીરાલાલ ઠાકુર, ગજાનન ઠાકુર, લાભશંકર ભોજક આજે હયાત નથી. તેમની પરંપરામાં હવે ગાયકો ખૂબ ઓછા થતા જાય છે ત્યારે ખંભાતના એક શ્રાવકે હીરાલાલના કંઠે ગવાયેલ પૂજાઓ રેકોર્ડ કરી રાખી છે, તેમ રેકોર્ડ કરી લેવાનું ઉચિત ગણાશે. આચાર્ય શ્રી શીલચં વિજય સૂરિ જેવા પ્રાચીન સંગીતના ચાહક આનંદઘનજીનાં પદોની ચાર કેસેટો પ્રસિદ્ધ કરી છે, જે જયદેવ ભોજક આકાશવાણી વડોદરાના મ્યુઝિક પ્રોડ્યુસરે તૈયાર કરી આપી છે. એવી જ રીતે મુંબઈથી પણ આનંદઘનજીનાં સંપૂર્ણ પૌની સી.ડી. બહાર પડી છે.
અહીં એક સૂચન કરી શકાય કે જેમ અન્ય સંપ્રદાયોમાં ભક્તિ-પદો ગાવાની પરંપરા છે, તેમ પાછલા કાળના જૈન કવિઓએ પણ લોકપ્રિય થાય તેવાં પદો રચ્યાં છે. તેને તેના પરંપરાના ઢાળમાં અથવા અનુરૂપ નવા ઢાળમાં પ્રચલિત કરીશું તો ‘જૈન ભક્તિસંગીત' પ્રચલિત થશે. હાલ એક નવો જુવાળ પણ જોવા મળે છે તે રાગ પર આધારિત પદોનો શોખ એક નિશ્ચિત વર્ગ રસપૂર્વક સાંભળે છે. તેમને ગાયકોની જરૂર છે. સંગીતશાસ્ત્ર તો કરે જ છે કે સંગીત એ પરિવર્તનશીલ કળા છે. આ પરિવર્તન કેવું જોઈએ તે માટે આચાર્ય શીલચંદ્રવિજયજી જેવા સંગીતજ્ઞ આચાર્યો પાસેથી માર્ગદર્શન લઈ આરંભ કરી
શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org