________________
૬૬૬
ધન્ય ધરા:
બનાવ્યા. આ ગુણોને લીધે જ ૨૫૦ ઠાણાનું સફળ સંચાલન કરતાં રહ્યાં. સમતા, સરલતા, સંયમ, નિઃસ્પૃહતા, નિઃસંગતા તપ, ત્યાગ, તિતિક્ષાના ત્રિભેટે શોભતું પૂજ્યશ્રીનું જીવન અનેક જીવો માટે અનુકરણીય, અભિનંદનીય એને અભિવંદનીય હતું.
પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવ અજબ હતો. સ્વ-સમુદાયના હોય કે પર સમુદાયના, નાના હોય કે મોટા, સૌ કોઈ પૂજ્યશ્રીની પ્રીતિના સમાનભાવે ભાજક બનતાં. અને તેઓશ્રીનાં દર્શન માત્રથી હિમગિરિનાં દર્શન સમી શીતળતાનો અનુભવ કરતા.
ગુરુકપા એ જીવનની સંજીવની છે, ગુરુકપા વિના સાધનામાં સફળતા ન મળે, ગુરુકપા વિના તારક યોગો મારક બની જાય, એવા વિચારો અને આચારોથી પૂજ્યશ્રીએ સાધના અને પ્રભાવનામાં અદ્ભુત પ્રગતિ કરી હતી. સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાન રહ્યાં હતાં. જયણાને જીવનમંત્ર બનાવ્યો હતો. સ્વાધ્યાયને શ્વાસોચ્છવાસ બનાવ્યો હતો. ફળસ્વરૂપ વિનય, વિવેક અને વૈયાવચ્ચ ગૌરવપૂર્ણ બન્યાં હતાં. વૈયાવચ્ચ તેઓશ્રીની અમૂલ્ય મૂડી હતી. વ્યાપારી જેમ લાભને ઝડપી લે, તેમ સેવાની કોઈ તક જતી કરતાં નહીં.
જેમણે જિંદગીભર જાતને જાગૃત રાખવા સાથે જગતને જાગતા રહેજો'ની અહાલેક જગાવી, પૂ. આણંદશ્રીજી મહારાજનાં સહાયક બની વર્ષો સુખી સંયમની સંપૂર્ણ સુવાસ ફેલાવી હતી, જેમનામાં આશ્રિતોને તૈયાર કરવાની ધગશ અને સંયમની સ્થિર કરવાની કળા અપૂર્વ હતી.
૪૯ વર્ષ સંયમજીવનનું સુંદર પાલન કરીને, સંયમજીવનના દિવ્ય વારસાને દીપાવીને, ચારિત્રની ચાંદની વરસાવીને, ચતુર્વિધ સંઘને શીતળતા બક્ષીને, વિરતિની વાટ બતાવીને એ શાસનનો સિતારો અસ્ત થયો ત્યારે અસંખ્ય ભાવિકોનાં અંતરમાં ઘેરો શૂન્યાવકાશ સર્જાયો હતો. એ દેદીપ્યમાન જ્ઞાનકુંજની આભા અહોરાત અનેકોનાં અંતઃકરણને અજવાળતી રહી છે. એક યોગાનુયોગ આ પ્રસંગે સાંભરે છે. અમદાવાદ પાલડી, પરિમલ ક્રોસિંગ પાસેનાં દર્શન બંગલે જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો સમાધિપૂર્ણ સ્વર્ગવાસ થયો. એ જ બંગલામાં આપણાં ચરિત્રનાયિકા પૂજ્ય સાધ્વીવર્યા શ્રી ચતુરશ્રીજી મહારાજનો પણ કાળધર્મ થયો હતો.
સુશ્રાવક બાકુભાઈ શેઠનો એ બંગલો છે. એ શેઠશ્રી તેઓ શ્રીમદના પરમ ભક્ત પરમ સમર્પિત સુશ્રાવક હતા તો
એમનાં ધર્મપત્ની નારંગીબહેન પણ પૂ. શ્રી ચતુરશ્રીજી મહારાજ બિરાજમાન થયેલાં હતાં. તેઓ પ્રત્યે પરમ આદર ધરાવતાં હતાં. પરમ સમાધિના આદર્શને સમર્પનારાં બંને ગુરુવર્યોની પરમ સમાધિના અને અંતિમ આરાધનાના પુણ્ય પરમાણુઓ આ બંગલામાં પથરાયેલા છે. બંને ગુરુભક્ત શ્રાવક-શ્રાવિકા પણ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા હતા. પૂજ્યશ્રીની આજ્ઞારૂપી
નીરસની પ્રાપ્તિ સંસારની સમાપ્તિ સુધી થાય અને સૌની આત્મસંપત્તિ અને પરમ તૃપ્તિ વિકાસ પામતી રહો એ જ અભિલાષા. જ્ઞાનાદિ આરાધના દ્વારા અપૂર્વ આત્મતેજને પામવાનું સામર્થ્ય આપણામાં પ્રગટે, રાગાદિભાવોનાં અંધકાર સદાયને માટે ચિત્તરૂપી આકાશમાંથી પલાયન થઈ જાય તો જ તેની સાચી સફળતા માણી શકાય. પૂજ્યશ્રીનાં પાવન ચરણોમાં શતસહસ્ત્ર વંદના!
–ચરણસંચરિકા સાધ્વી શ્રી ચંદ્રાનનાશ્રીજી ત્યાગ-વૈરાગ્ય અને તિતિક્ષાની મૂર્તિ પ્રવર્તિની પૂ. સાધ્વીજીશ્રી હેમશ્રીજી મહારાજ
વયની સદી વિતાવવા સાથે સંયમના સાક્ષાત્ સાડા સાત દાયકા પસાર કરી ચૂકેલા શ્રમણ-શ્રમણ-શ્રમણી ગણની યાદી સેંકડો વર્ષના ઇતિહાસમાં પણ સાવ નાની છે. એવી જ નાની યાદીમાં પોતાનું નામ નોંધાવનારાં એક છે, પૂજ્ય સ્વનામધન્ય, નિઃસ્પૃહતાની ટોચે બિરાજમાન, પ્રવર્તિની સાધ્વીજીશ્રી હેમશ્રીજી મહારાજ, કે જેઓ “સૂરિરામચન્દ્ર'ના સુવિશાળ ગચ્છના એક ભાગ સમા વાગડ સમુદાયનાં ૧૯૪ શ્રમણી ભગવંતોનાં શિરતાજ હોવા સાથે ૬૭ વર્ષનો સંયમપર્યાય અને ૧૦૫ વર્ષનું આયુષ્ય ધરાવે છે. આટલી બુઝર્ગ વયે પણ અત્યંત પ્રસન્ન અને અપ્રમત્ત સાધક બની પ્રવર્તિની પદને શોભાવી રહ્યાં છે!!
વિ.સં. ૧૯૫૯ના વૈશાખ સુદ-૬ના મંગળ દિને સવારના સમયે પિતા લાલભાઈના કુળમાં અને માતા મણિબહેનની રત્નગર્ભા કુક્ષિએ એક અણમોલરત્નને જન્મ આપ્યો. હીરાબહેન' નામાભિધાન થયું. બીજું નામ જાસુદબહેન પણ હતું. “યથા ગુણ તથા નામ' આ ઉક્તિને સત્ય પુરવાર કરનાર આ નામ હતું. બાલ્યાવસ્થાથી સંપત્તિથી સંપન્ન અને શોખીન હોવા છતાં મધુરભાષી હતાં. ભાષામાં મધુરતા હતી, તો સ્વભાવમાં લજ્જા હતી. પૂર્વભવમાં જીવદયા સારી પાળી હશે તેથી સુંદર રૂપ-પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, સારું આરોગ્ય, પ્રશંસનીયતા વગેરે સહજ હતું.
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org