________________
tooc
ધન્ય ધરાઃ
વિમલવસહીતા રંગમંડપતો એક ભાગ (આબુ)
પૂનપાલ તથા તેની ભાર્યા મં. પૂનદેવીના શ્રેય માટે દેરી ૩૪મીમાં શાશ્વત શ્રી ચંદ્રાનનદેવની મૂર્તિ ભરાવી (કદાચ આ ૩૪મી દેરી પોતાના મામા-મામીના શ્રેય માટે
કરાવી હશે.) લે. ૨૭૮-લૂણવસહીના આ લેખમાં પોરવાડ જ્ઞાતિના મંત્રી
સિરપાલની ભાર્યા સંસારદેવીના પુત્ર મંત્રી વસ્તાએ પોતાની માતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ.નું બિંબ ભરાવ્યું.
લે. ૨૭૯-સં. ૧૨૯૩માં આબુ ઉપર મહામાત્ય તેજપાલે કરાવેલા શ્રી નેમિનાથ ચૈત્યની મમતીની ૧૦મી દેરીમાં.....ચંદ્રાવતીવાસી સોમસિંહ અને આંબડે પોતપોતાનાં માતાપિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ.નું બિંબ ભરાવ્યું.
લે. ૨૮૭–સં. ૧૨૯૩ના વૈશાખ સુદી ૧૫ને શનિવારે શ્રી અર્બુદાચલતીર્થમાં મહામાત્ય તેજપાલે બંધાવેલ શ્રી લૂણસિંહ વસાહિકા મંદિરની ભમતીમાં ચંદ્રાવતીના શેઠ વીરચંદ અને કુટુંબે શ્રી શાંતિનાથ દેવની પ્રતિમા ભરાવી.
લે. ૨૮૯–સં. ૧૨૯૭ના ચૈત્ર વદ ૮ને શુક્રવારે શ્રી અર્બુદાચલતીર્થમાં મહામાત્ય શ્રી તેજપાલે બંધાવેલ શ્રી લૂણસિંહવસહિકા મંદિરની ભમતીમાં; ચંદ્રાવતીના પોરવાડ
જ્ઞાતીય મંત્રી કઉડિના પુત્ર, કાકાના ભાઈઓ, ભત્રીજા વ. કુટુંબીજનો સાથે શેઠ સાજણે મૂલનાયક શ્રી ઋષભનાથ ભગવાનની પ્રતિમાથી શોભતી પંદરમી દેરી કરાવી.
લે. ૩૧૯-૩૨૦ : લૂણવસહીના આ લેખ પ્રમાણે આ મંદિરના મૂળ ગભારાની પાછળ મહામાત્ય તેજપાલે એક વિશાળ હસ્તિશાળા બંધાવી છે. તેમાં વચ્ચે મેરુ પર્વતની રચના તરીકે ઉપરાઉપર ત્રણ ખંડોમાં ચૌમુખજી અને તે સિવાય બીજી પણ કેટલીક જિનમૂર્તિઓની સ્થાપના કરેલ છે. ચૌમુખજીની બંને બાજુએ હારબંધ આરસના સુંદર કુલ ૧૦ હાથીઓ કરાવ્યા છે. દરેક હાથી ઉપરની પાલખીમાં તેજપાલના કુટુંબના ૧-૧ માણસની મૂર્તિ, ૧-૧ મહાવત, પાછળ ૧-૧ છત્રધર એમ દરેક હાથી પર ૩ માણસોની મૂર્તિઓ છે. તે બધી નષ્ટ થઈ ગયેલ છે. તે મૂર્તિઓ નીચે લખેલાં નામો લે. ૩૧૯માં છે– (૧) મંત્રી ચંડપ (૨) (તેનો પુત્ર) ચંડપ્રસાદ (૩) તેનો પુત્ર સોમ (૪) તેનો પુત્ર આસરાજ (અઘરાજ). તેનો પ્રથમ પુત્ર (૫) ભૂણિગ, (૬) અશ્વરાજનો બીજો પુત્ર મલદેવ (૭) ત્રીજો પુત્ર મંત્રી વસ્તુપાલ (૮) ચોથો પુત્ર મંત્રી તેજપાલ (૯) મં. વસ્તુપાલનો પુત્ર જેબસિંહ (જયંતસિંહ) (૧૦) મં. તેજપાલનો પુત્ર-લાવણ્યસિંહ,લૂણસિંહ,
દશે હાથીઓની પાછળ દીવાલ પાસે દશ ખંડોમાં દશ મોટા મોટા ગોખલાઓમાં વસ્તુપાલ-તેજપાલના ગુરુઓની તથા તેમના કુટુંબીઓની સ્ત્રીઓ સાથેની ઉભી મૂર્તિઓ સ્થાપન કરાઈ છે. મૂર્તિઓ નીચે લખેલાં નામો લેખ–૩૨૦માં છે.
લે. ૩૩૪-સંવત્ ૧૨૯૭ના ચૈત્ર વદ ૮ ને શુક્રવારે, શ્રી ચંદ્રાવતી નગરી નિવાસી પોરવાડ જ્ઞાતીય, મંત્રી અજિત, તેનો પુત્ર મંત્રી આભટ, તેનો પુત્ર મંત્રી સાંતિમ, તેનો પુત્ર મંત્રી શોભનાદેવ, તેની ભાર્યા માઉ, તેની પુત્રી રતનદેવીએ પોતાનાં માતા-પિતાના શ્રેય માટે, શ્રી લૂણસિંહવસહિકા નામક શ્રી નેમિનાથદેવના મંદિરની ભમતીની (૩૩મી) દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ.ની પ્રતિમા ભરાવી હતી. •
લૂણવસહીનો લેખ-૩૫ર, વિક્રમ સં. ૧૨૯૬, વૈ. સુદ૩. વહુડિયાવંશીય શેઠ નેસડના કુટુંબના માણસોએ આબુ અને તે સિવાયનાં બીજાં તીર્થો અને ગામમાં પણ મંદિરો, મૂર્તિઓ, ગોખલા, દેરીઓ તથા જીર્ણોદ્ધાર વ. જે કરાવ્યું તેનો ઉલ્લેખ છે
(૧) શ્રી શત્રુંજય મહાતીર્થમાં મહામાત્ય શ્રી તેજપાલે બંધાવેલા, શ્રી નંદીશ્વર દ્વીપની રચનાવાળા, શ્રેષ્ઠ ચિત્યના પશ્ચિમ દિશાના મંડપની દેવકુલિકા ૧, શ્રી આદિનાથ ભ.નું બિંબ–૧.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org