________________
૪૪
સાધકના કાને સ્વયંભુ સંગીતના સ્વરો સંભળાય છે. કોનો કોઈવાર મુખ-નાકમાંથી સ્વરોનું ગુંજન થાય છે તેને નાદયોગ કે સ્વરસાધના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણા સંગીતના સાચા સ્વરોનું મૂળ આ યોગમાં છે. આવા યોગસાધનાના સાધકને સંગીત વિદ્યા પ્રિય હોય તે સહજ છે. આમ સંગીતની ચાહના જેની સાધનાના પાયામાં રહેલી છે ત્યાં બારમી સદીમાં પ્રચલિત થયેલ ભક્તિ સંગીતના જુવાળનો લાભ બધા જ સંપ્રદાયોને મળ્યો છે. જો માનવી સાધના, તપ, યોગ, ભક્તિ, સંગીત કોઈ પણ દ્વારા આત્મોન્નતિ કરે તો સમાજને અને વ્યક્તિને લાભ જ છે. આ રીતે જૈન સમાજમાં ભક્તિ સંગીત પ્રચલિત થયું.
વખત જતાં મંદિરોમાં સંગીતકારોને સ્થાન મળ્યું. જૂની પરંપરાના દક્ષિણ ભારતના જૈનેતર મંદિરોમાં મૂર્તિના સભામંડપમાં નૃત્ય સાથે સંગીત હતું. પુષ્ટિ સંપ્રદાય દ્વારા પણ કીર્તનકારોને મંદિરમાં સંગીત માટે આવકારવામાં આવ્યા. જૈન ધર્મમાં સંગીત ક્યા સમયથી ગાવાનું શરૂ થયું તે સંશોધકોનો વિષય છે પણ ગુજરાતમાં હેમચંદ્રાચાર્યજીના વખતમાં શ્રીમાળમાંથી ‘ભોજક’ કુટુંબોને તેઓએ પાટણ બોલાવી વસાવ્યા અને જૈન મંદિરોમાં સંગીત દ્વારા પૂજા, ભાવના અને અન્ય ધાર્મિક ઉત્સવોનું કામ સોંપ્યું. આજે પણ તાનારીરીના વડનગર ગામના તથા ગુજરાતની પાટનગરી પાટણના ભોજક કુટુંબી જૈન સંગીત ગાવા માટે જાણીતાં છે. દલસુખરામ ઠાકોર, હીરાલાલ ઠાકોર, ગજાનન ઠાકોર, લાભશંકર ભોજક, છનાલાલ સંગીતકાર, ચંપકલાલ નાપક અને એમના સમકાલીન ઘણા નાયક-ભોજક જ્ઞાતિમાંથી જ જૈન સંગીતકારો મળ્યા છે એટલા અને એ કક્ષાના અન્ય ઘણા ઓછા છે. પાલિતાણામાં કેટલાંક બારોટ પરિવારો પણ જૈન સંગીતમાં ટોચનું સ્થાન ધરાવે છે.
જૈનધર્મ દ્વારા સંગીત વિદ્યાને શું લાભ થયો છે, શું મળ્યું છે ? તે જાણવું મહત્ત્વનું છે.
આપણા સંગીતની મૂળ ધારાથી જુદા થવાનું ભારતીય ધર્મોએ વિચાર્યું નથી. દૈવ બદલાય, ચિંતન બદલાય પણ સંગીત બધામાં એક જ રહ્યું છે, તો પછી જૈનોની વિશેષતા શું? અહીં એનો વિગતે વિચાર કરીએ.
Jain Education International
ધન્ય ધરાઃ
સંગીતનું માધ્યમ
ભાષા એ સાહિત્યનું વહન કરે છે એમ સ્વરોની રચનાઓ સંગીતનું વહન કરે છે. જો સ્વરો દ્વારા જ સંગીતનો પર્યાપ્ત આનંદ મળતો હોય તો ભાષાનું શું મહત્વ? આપણે ઇતિહાસનો સૌથી જૂનો કાળ જોઈશું તો સમજાશે કે સંગીત પ્રથમ ઉત્પન્ન થયું, ભાષા ઘણા સમય પછી. આપણા સંગીતકારો જ વખત જતાં કવિ બન્યા છે. વૈદ કાળથી માંડી મુદ્રણ કળા આવી ત્યાં સુધીના સમયમાં તૈય રચનાઓમાં જ સાહિત્ય રજૂ થતું હતું. આમ વખત જતાં સંગીતનો ઉપયોગ ભાષાના વહન માટે થયો. એ જ રીતે સામાન્ય જનસમુદાયને એકલા રાગ સંગીતને બદલે કાવ્યને સહારે થતું ગીત-સંગીત સરળતાથી સમજાતું. આજે પણ આ સ્થિતિ છે. શાસ્ત્રીય સંગીત જેમાં ભાષા ગૌણ છે ને સંગીત પ્રધાન છે તેનો શ્રોતાવર્ગ સીમિત છે, મોટો જનસમુદાય ગીત અને સાજ સંગીતને માણે છે, સમજે છે.
પહેલાં સંગીતનું માધ્યમ ભાષા બની તેમ વખત જતાં ભાષાનું માધ્યમ સંગીત બન્યું. આ બંને કળા પરસ્પર પૂરક બની છે. ખાસ કરીને કવિતાને લાગુ પડે છે.
શું સંગીત માટે જુદી ભાષા છે?
ભાષાના મૂળાક્ષરો શોધાયા તે પહેલાં સંગીતના મૂળાક્ષરો-સ્વરો--શોધાયા હતા. આથી સંગીતકારને સંગીતમાં જે ભાષા અનુકૂળ લાગે તે વિશેષ પ્રચલિત થાય. આજે પણ ઘણું ખરું શાસ્ત્રીય સંગીત વ્રજ ભાષામાં ગવાય છે. તેનાં ઘણાં કારણો પૈકી તે ભાષા વિશેષરૂપે સંગીતકારોની ભાષા હતી. સૂરદાસ, પરમાણંદદાસ ઇત્યાદિ અષ્ટછાપ કવિઓ પુષ્ટિ માર્ગીય હવેલીના નિમણૂક પામેલા સંગીતકારો હતા. ભગવાનના ગુણાનુવાદ ગાવા એ ભારતનાં તમામ મંદિરોમાં રિવાજ છે.
જેમ વ્રજભાષા શાસીય સંગીત માટે પ્રથમ પસંદગીની ભાષા બની તેમ ગુજરાતી ભાષામાં તે જેમાંથી ઊતરી આવી છે તે અપભ્રંશ, પ્રાકૃત કે માગધીભાષા સંગીત માટે તેમજ મીઠાશ માટે લોકપ્રિય હતી. સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાના પંડિત રાજશેખર સંસ્કૃતને કઠોર અને પ્રાકૃતને મીઠી કહેતાં લખે છે. પસા સક્કઅબન્યા વાઉઅબન્ધો વિહોઈ સુકિમારો । પુરુસમહિલાણું ઐત્તિ અમિહંતર તે નિયમિ મથું।।
એટલે કે “સંસ્કૃતની રચના પુરુષ જેવી અને પ્રાકૃતની રચના (સ્ત્રી જેવી) સુકુમાર હોય છે. જેટલું પુરુષ અને સ્ત્રીઓમાં અંતર હોય છે તેટલું આ બેમાં છે.”
For Private & Personal Use Only
www.jainelibrary.org