________________
શાશ્વત સૌરભ ભાગ-૧
(૨) એ જ (શત્રુંજય) તીર્થમાં મ.મા. શ્રી તેજપાળે બંધાવેલ શ્રી સત્યપુરીય શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં એક બિંબ અને ગોખલો-૧.
(૩) શ્રી ગિરનાર તીર્થમાં મ.મા. વસ્તુપાલે બંધાવેલા શ્રી આદિનાથ ભ.ની આગળના મંડપમાં ૧ ગોખલો અને શ્રી નેમિનાથ ભ.નું બિંબ–૧.
લૂણવસહીના લે. નં. ૩૪૮-૩૪૯. સંવત ૧૩૮૪-મંત્રી મલયસિંહની ભાર્યા માણેકે પોતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભ. અને શ્રી મહાવીર સ્વામી એમ બે બિબો ૩૮મી દેરીમાં પધરાવ્યા.
લે. ૫૦૧–—શ્રી ભ્રૂણવસહીના એક ભોંયરામાં પડેલ પરિકરની ખંડિત ગાદી પર અધૂરો લેખ છે. મળેલા ભાગ પરથી જણાય છે કે–મહામાત્ય તેજપાલની ભાર્યા અનુપમદેવીના પુત્ર લાવણ્યસિંહે આ (સપરિકર મૂર્તિ) કરાવેલ.
પોરવાલ જ્ઞાતિના શેઠ નીનાના પુત્રનું નામ ‘લહર’ હતું. તેના વંશમાં કેટલાંક વર્ષો બાદ ‘વીર મહત્તમ' (વીર મંત્રી) ઉત્પન્ન થયેલ અને તે ચૌલુક્ય પહેલા-મૂળરાજનો મંત્રી હતો.
હવેથી અહીં વિ.વ. = વિમલવસહી સમજવું.
વિ.વ.નો લેખ-૪૭. મંત્રી દશરથે પોતાનાં સ્ત્રી-પુત્ર વ. સાથે ભમતીની ૧૦મી દેરીના મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું મનોહરબિંબ પોતાના કલ્યાણ માટે ભરાવ્યું. સાથે તેના પૂર્વજોના નામનો પણ ઉલ્લેખ છે. “શ્રી શ્રીમાલ કુળમાં ઉત્પન્ન થયેલા મહામંત્રી વીરના પુત્ર મહામંત્રી નેઢના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિંદુકના પુત્ર મંત્રી દશરથ...."
વિ.વ.નો લેખ નં. ૫૦—એક જ દેરીમાં વિમલ મંત્રીના મોટાભાઈ મંત્રી નેઢના પૂર્વજો અને વંશજોની ૮ મૂર્તિઓવાળો એક મૂર્તિપટ્ટ છે, તેમાં મૂર્તિ નીચે મંત્રીઓના નામ આ પ્રમાણે કોતરેલા છે—
(૧) શ્રી નીના (નિમ્નક) (૨) શ્રી નીનાના પુત્ર મંત્રી લહર (૩) લહરના વંશજ મંત્રી વીર (૪) વીરના પુત્ર અને વિમલ મંત્રીના મોટાભાઈ મંત્રી નેઢ (૫) નેઢના પુત્ર મં. લાલિગ (૬) લાલિગના પુત્ર મં. મહિંદુક (૭) મહિંદુકના મોટા પુત્ર હેમરથ અને નાનાપુત્ર (૮) મં. દશરથ.
વિ.વ. લેખ-૫૧ : વિમલ મંત્રી અંગે અગાઉનું લખાણ
જુઓ.
Jain Education Intemational
૦૯
વિ.વ. લેખ-૫૩ : સં. ૧૨૦૦ના જેઠ વદી ૧ને શુક્રવાર શ્રી વીર મંત્રીના સંતાનીય-પરંપરામાં થયેલા મંત્રી ચાહિલ્લના પુત્ર રાણાકના પુત્ર નરસિંહે પોતાના કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે ૧૧મી દેરીના મૂ.ના શ્રી મુનિસુવ્રત સ્વામીની પરિકરવાળી પ્રતિમા કરાવી.
વિ.વ. લેખ-૭૨ : સં. ૧૨૦૬, મહામંત્રીશ્વર વિમલના મોટાભાઈ મંત્રી નેઢના પુત્ર મંત્રી ધવલના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃથ્વીપાલે વિમલવસહીનો કુટુંબીઓ/સંઘ સાથે પધારી સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યાનું તેમાં નોંધ્યું છે, તે વખતે શ્રીમાન ચંદ્રસૂરિજીએ આબુની તીર્થયાત્રા કરી હતી.
વિમલવસહીની હસ્તિશાલામાંના સાત હાથીઓ મહામંત્રી પૃથ્વીપાલે સ. ૧૨૦૪માં કરાવ્યા, બાકીના ૩ હાથી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે સં. ૧૩૩૭માં કરાવ્યા (લેખ નં. ૨૩૩).
તે સમયમાં વિમલ શાહે કરોડો રૂ. ખર્ચીને જગતમાં અદ્વિતીય એવું વિમલવસહી નામનું ભવ્ય મંદિર બંધાવ્યું છતાં આ મંદિરની અંદર પ્રશસ્તિ તરીકે પોતાના નામનો એક અક્ષર પણ નહોતો લખાવ્યો. તેમના કુટુંબી મંત્રી પૃથ્વીપાલે ત્યાં સારો જીર્ણોદ્ધાર અને હસ્તિશાલા વ. કરાવવા છતાં અતિ સંક્ષેપમાં માત્ર બે શ્લોકમાં જ તે અંગે ઉલ્લેખ કર્યો છે. કેટલું નિરાભિમાનીપણું! મંત્રી પૃથ્વીપાલના પુત્ર પોરવાલવંશી મંત્રી ધનપાલે પણ સં. ૧૨૪૫માં ભમતીની કેટલીક દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ આઠે લેખો વિ.સં. ૧૨૪૫ના વૈશાખ વદી ૫ ને ગુરુવારના છે, જુઓ લેખ-૯૫. ધનપાલે મોટાભાઈ ઠ. જગદેવના કલ્યાણ માટે ભમતીની ૨૩-૨૪મી દેરીના મૂ.ના અનુક્રમે શ્રી ઋષભદેવ અને શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી હતી (લેખ-૯૮). ધનપાલે સ્વકલ્યાણ માટે ભમતીની ૨૫મી દેરીના મૂ.ના શ્રી સંભવનાથ ભ.ની મૂર્તિ ભરાવી (લે. ૧૦૦). પોતાની દાદીમા પદ્માવતીના શ્રેય માટે ભમતીની ૨૬મી દેરીના મૂ.ના શ્રી અભિનંદન ભ.ની પ્રતિમા ભરાવી (લે. ૧૦૩).
લેખ-૧૫૯ : સં. ૧૨૧૨ના માહ શુદી-૧૦ને બુધવારે મંત્રી લલિતાંગ ભાર્યા શીતાના પુત્ર ઠ. પદ્મસિંહે પોતાના મોટાભાઈ ઠ. નરવાહનના કલ્યાણ માટે આબુ પર શ્રી વિમલવસહી મંદિરની ભમતીની ૪૮મી દેરીમાં મૂ.ના શ્રી અજિતનાથ ભ.ની પ્રતિમા ભરાવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org