________________
૬૯૮
ધન્ય ધરા:
“धर्मस्थानांकितामुर्वी सर्वतः कुर्वताऽमुना। दत्तः पादो बलाबन्धुयुगलेन कलेर्गले ॥२४॥"
“ઠેકાણે ઠેકાણે પૃથ્વીને ધર્મના સ્થાનોથી યુક્ત બનાવતા એવા આ બંને ભાઈઓએ બલાત્કારથી કલિકાળના ગળા ઉપર પગ દીધો છે અર્થાતુ-કલિકાલને દબાવીને અધમુવો કરી નાખ્યો
છે."
ત્યારપછી ૨૫થી ૨૯ સુધીની પદ્યપંક્તિઓમાં ધવલકપુર–ધોળકાના સોલંકી-વાઘેલા રાજાઓનું વર્ણન આવે છે : ચૌલુક્ય-સોલંકી વીરોના વંશની કોઈ શાખામાં (વાઘેલાબઘેલ) અતિ તેજસ્વી અને દુનિયામાં પ્રસિદ્ધ અણરાજ નામનો પુરુષ થયો. ૨૫. તેની પછી તરત જ (તેનો પુત્ર) અત્યંત પ્રતાપી અને જેના શત્રુઓનો નાશ થઈ ગયો છે એવો લવણપ્રસાદ નામનો રાજા થયો, કે જેની સ્વર્ગલોકની નદી–ગંગાના જળથી ઉજ્જવલ કરાયેલ શંખની જેવી સફેદ (નિર્મળ) કીર્તિ લવણસમુદ્રનું ઉલ્લંઘન કરીને–તેનાથી પણ આગળ ચાલે છે. ૨૬. કકુસ્થવશીય રાજા દશરથના જેવા અથવા રાજા દશરથ અને રામચંદ્રના જેવા તે (લવણપ્રસાદ)ને શત્રુભૂત રાજાઓના બળ સૈન્યને ખાઈ જનારો-નાશ કરનારો એવો વરધવલ નામનો પુત્ર થયો....”
શ્લોક નં. ૪ થી ૭માં મંત્રી તેજપાલના પૂર્વજોનું વર્ણન આવે છે. અણહિલપુર-પાટણમાં પોરવાડ જ્ઞાતિમાં મુગટ સમાન, નિર્મળ યશવાળો, દાન કરીને કલ્પવૃક્ષના વનને જીતનાર એવો ચંડપ થયો, તેનો પુત્ર ચંડપ્રસાદ, તેનો સોમ, સોમનો અશ્વરાજ (પત્ની-કુમારદેવી) કે જેને મંત્રી ભૂણિગ નામનો પહેલો પુત્ર હતો. “તે બાલક હોવા છતાં પણ ભાગ્યના યોગથી ઈન્દ્રના સાથે રહેવાના સ્થાન (દેવલોક)ને પામ્યો...૮. જે નિર્મળ મતિવાળા (લુણિગ)ની બુદ્ધિએ, બૃહસ્પતિની બુદ્ધિને પણ લગભગ તિરસ્કૃત કરી નાખી છે, એવા તે મંત્રી ભૂણિગને પંડિત પુરુષો ગુણવાન મનુષ્યોમાં મુખ્ય જ ગણે છે. ૯.” ત્યાર પછી ૧૦મા શ્લોકમાં લૂણિગના લઘુબંધુ કે જેણે) શ્રી મલ્લિનાથ ભગવાનનો હંમેશા આશ્રય લીધો છે અને જે મંત્રીઓમાં શ્રેષ્ઠ છે તેવા મંત્રી મલદેવના ભાઈ વસ્તુપાલની કીર્તિનું, વાણીરૂપી અમૃતને ઉત્પન્ન કરનાર, ધાર્મિક કાર્યો કરનાર, પંડિતોના-સ્વજનોના ભાલ-કપાળમાં લખાઈ આવેલ દારિદ્રયપણાના અક્ષરોને ભૂંસી નાખનાર તરીકેનું વર્ણન આવે છે. વસ્તુપાળ મંત્રીપણાનું કામ કરતી વખતે ન તો કોઈના દ્રવ્યની ચોરી કરતો તેમ જ “કાવ્ય બનાવતી વખતે બીજાના
લૂણ-વસહીતી હસ્તિશાલામાં, મહામંત્રી ક વસ્તુપાલ-તેજપાલના માતા-પિતા રચેલાં શ્લોકો, પદો કે વાક્યોના કદાપિ ઉતારા કરીને પોતાના ગ્રંથમાં દાખલ કરતો નથી”-આમ ૧૪મી પંક્તિમાં કહ્યું છે, ત્યારબાદ “જેણે પોતાના સ્વામી–રાજાના તેજના સમૂહપ્રતાપનું રક્ષણ કર્યું છે, દુરાચારીઓ જેનાથી ત્રાસ પામે છે, જેની કીર્તિ આખી દુનિયામાં ફરી રહી છે અને મંત્રીઓમાં શિરોમણિ એવો તેજપાલ નામનો નાનો ભાઈ શોભે છે”-એ પ્રમાણે ૧પમા શ્લોકમાં વર્ણન આવે છે. આમ લૂણિગમલદેવ-વસ્તુપાલ-તેજપાલ એ ચાર ભાઈઓ અને તેમની ૭ બહેનો-(૧) જાહૂ (૨) માઉ (૩) સાઉ (૪) ધનદેવી (૫) સોહગા (૬) વયજુ (૭) પદમલદેવી (પઘલા)નાં નામો આવે છે. અશ્વરાજના આ ચાર પુત્રો છે તે, દશરથ રાજાના ચારે પુત્રો પહેલાં જુદી જુદી માતાઓથી ઉત્પન્ન થયા હતા, તે એક જ માતાની કુક્ષિથી ઉત્પન્ન થવાના લોભથી ફરીવાર પૃથ્વી પર જાણે અવતર્યા હોય તેમ લાગે છે.....'-આ ૧૮મી પંક્તિમાં કેવી સુંદર કલ્પના કરી છે? ૧૯થી ૨૪ સુધીનાં પધોમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલની યુગ્મરૂપે પ્રશંસા આવે છે. તેમની ભુજાઓ માટે “ધોંસરાના જેવડી લાંબી ભુજાઓની શોભાવાળું જોડલું એવી ઉપમાનો ઉપયોગ થયેલો છે.
૩૨ થી ૪૨ સુધીનાં પદ્યખંડોમાં ચંદ્રાવતીના પરમાર રાજાઓનું વર્ણન આવે છે–શ્રેષ્ઠ વસિષ્ઠ ઋષિના હોમ કરવાના
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org