________________
૦૦૪
ધન્ય ધરા:
બંધાવેલું. નેટ મંત્રીને લાલિગ મંત્રી અને લાલિગને સદ્ગણી મહિંદુક (મંત્રી) નામનો પુત્ર હતો. તેને હેમરથ તથા દશરથ (મંત્રી) નામના પુત્ર હતા. દશરથ મંત્રીએ આબુ પર્વત પર શ્રીમાનું ઋષભદેવ ભગવાનના સુંદર જિનાલય (વિમલવસહી)ની ભમતીની શ્રેષ્ઠ એવી આ દશમી દેરીમાં; મહામંત્રી પૃથ્વીપાલની સુંદર પ્રસન્નતા–મહેરબાનીથી, પોતાના અને પોતાના ભાઈ હેમરથના પુણ્યસંગ્રહ માટે શ્રીમાન નેમિનાથ ભગવાનની મૂર્તિ બનાવરાવી. જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૨૦૧ના જેઠ માસમાં થયેલ. મંત્રી ધવલનું વંશવૃક્ષ આ પ્રમાણે ચાલે છે.
ધવલ
આનંદ
(૧ પદ્માવતી
૨ સત્ર )
૨ સલૂણ )
નાના
પૃથ્વીપાલ (નામલદેવી)
(ત્રિભુવનદેવી)
વિમલ-વસહી, શ્રી પાર્શ્વનાથ ભગવાનની
ઊભી મૂર્તિ (કાઉસગ્ગીયા)
જગદેવ ધનપાલ નાગપાલ નાગાર્જુન (માલદેવી) (રૂપિણી/પિણાઈ)
આસવીર યશોધવલ : જુઓ લેખ-૨૫૦.
રામદાસ : પિતલહરના લેખ નં. ૪૦૭–૪૧૦-૪૧૧. અગાઉના લેખમાં ‘ડુંગરસિંહ'ના લખાણમાં જુઓ.
| રામદેવ-અગાઉનો લુણવસતીનો લેખ- ૨૫૦ (અર્ણોરાજ) જુઓ.
લવણપ્રસાદદેવ-લેખ નં. ૨૫૦, ૨૫૧ જુઓ.
લૂંઢ લૂંઢા/લૂણિરવિંભલૂંભક–તે માટે અગાઉનો લેખ-૧ જુઓ. વિમલવસહીના લે. નં. ૨૪૦-૨૪૧-૨૪૨૨૪૩. વિમલ મંત્રીશ્વરની હસ્તિશાળાની પાસેના મોટા મંડપમાં સુરહી’ના પથ્થર પર કોતરેલા છે. સુરહી = સુરભી = ગાય. રાજસ્થાનમાં જે પથ્થરને મથાળે સૂર્ય અને ચંદ્ર કોતર્યા હોય, તેની નીચે વાછડાસહિત/વાછડારહિત ગાય કોતરેલી હોય અને તેની નીચે રાજા, ઠાકોર, જાગીરદારો વ.એ ગામ-ગરાસ-જમીન વ. અર્પણ કર્યા અંગેના દાનપત્રના/કર–લાગા વ. માફ કર્યા અંગેના કોતરેલા લેખને ‘સુરહી’ કહે છે. પછીથી મારવાડમાં તેનું “સરઈ
નામ પડ્યું. લેખ નં. ૨૪૦, સં. ૧૩૭ના ચૈત્ર વદ (એકમ?) ને રવિવારનો છે, તેમાં અર્બુદગિરિ પર મહારાવ લંઢાના રાજ્યનો ઉલ્લેખ છે, “તેમણે જ પોતાના રાજ્યની દિવાનગીરીના કામ માટે નિયુક્ત કરેલ મંત્રી પૂનસિંહ વગેરે પંચકુલઅમલદારોની ખાત્રી માટે ધર્મશાસન લખાય છે, કે-આબુ ઉપર શ્રી આદિનાથ અને નેમિનાથના દરેક પૂજારીઓ અથવા દરેક મોટી પૂજા ભણાવનારાઓ પાસેથી ૨૪ દ્રમ્મ કર તરીકે જાગીરદાર અથવા ગામના લોકો લેતા હતા તે....ગામના લોકોના સમુદાયે મળીને ૨૪ દ્રમ્મ લેવાના હંમેશને માટે છોડી દીધા....”
સુરતી’ પરના લેખ નં. ૨૪૦ પરનો બીજો લેખ નં. ૨૪૧, સં. ૧૩૯૭નો છે.
આબુ પર્વત પરનાં ગામ દેલવાડા અને ગામ આરણા, શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથની નૈવેદ વ. શ્રેષ્ઠ પૂજાને માટે રાણા વીરસિંહે આપ્યાં હતાં. તે સુરહીને કોઈ પાપીઓએ ભાંગી નાખેલી જોઈને મહારાવ લૂંઢા કલ્યાણ રાજાએ પોતાના પણ પુણ્ય-શ્રેયને માટે તે બંને ગામો શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથને અર્પણ કરીને નવી સુરાહી કરાવી આપી. લે. ૨૪૨ (સુરહી બીજી) સં. ૧૩૭૨ના જેઠ સુદી રને સોમવારે, આબુ
Jain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org