________________
શાશ્વત સૌરભ ભાગ-૧
આચાર્ય સોમસુંદરસૂરિજી વિક્રમની પંદરમી સદીના એક પ્રભાવશાળી આચાર્ય થઈ ગયા. શ્રેષ્ઠી ધરણાશાહ રાણકપુર પાસેના નાંદિયા ગામના વતની હતા અને પછી તેઓ માલગઢમાં જઈને વસ્યા હતા. એમના પિતાનું નામ શ્રેષ્ઠી કુરપાલ, માતાનું નામ કામલદે અને મોટાભાઈનું નામ રત્નાશાહ હતું. એમનો વંશ પોરવાલ.
તે સમયના પ્રભાવક પુરુષ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના સંપર્કથી ધરણાશાહ વિશેષ ધર્મપરાયણ બન્યા હતા અને કાળક્રમે એમની ધર્મભાવનામાં એવી અભિવૃદ્ધિ થતી ગઈ કે, બત્રીસ વર્ષની યુવાન વયે, એમણે તીર્થાધિરાજ શત્રુંજયમાં, આજીવન બ્રહ્મચર્યવ્રત જેવા ખૂબ કઠોર વ્રતનો સ્વીકાર કર્યો હતો. પોતાની કુશાગ્ર બુદ્ધિ, વહીવટી કુશળતા, રાજકારણી કાબેલિયત અને બાહોશીના લીધે તેઓ મેવાડના રાણા કુંભાના મંત્રી બન્યા હતા.
કોઈક શુભ પળે, મંત્રી ધરણાશાહના અંતરમાં ભગવાન ઋષભદેવનું એક ભવ્ય મંદિર ચણાવવાની ભાવના જાગી. આ મંદિર શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના જેવું સર્વાંગસુંદર થાય તે માટે તેઓ કંઈ કંઈ મનોરથો સેવતા હતા. એક અનુશ્રુતિ તો એમ કહે છે કે, મંત્રી ધરણાશાહને એક રાત્રે સુંદર સ્વપ્ન આવ્યું અને તેમાં એમણે સ્વર્ગલોકના નલિનીગુલ્મ વિમાનનું દર્શન કર્યું. નલિનીગુલ્મ વિમાન એ સ્વર્ગલોકનું સર્વાંગસુંદર દેવિવમાન લેખાય છે. ધરણાશાહે વિચાર કર્યો કે મારે આવો જ ભવ્ય જિનપ્રાસાદ ચણાવવો.
પછી તો એમણે જુદા જુદા શિલ્પીઓ પાસે મંદિરના નકશાઓ મંગાવ્યા. કેટલાક શિલ્પીઓએ પોતાના નકશા રજૂ કર્યા, પણ એક પણ નકશો જોઈને શ્રેષ્ઠી ધરણાશાહનું મન ઠર્યું નહીં. છેવટે મુન્ડારાના વતની શિલ્પી દેપા અથવા દેપાકે દોરેલું ચિત્ર શ્રેષ્ઠીના મનમાં વસી ગયું. શિલ્પી દેપાક ભારે મસ્ત મિજાજનો અલગારી કળાકાર હતો. પોતાની કળાનું ગૌરવ અને બહુમાન જાળવવા માટે એ ગરીબીને સુખેથી નિભાવી લેતો હતો. છેવટે મંત્રી ધરણાશાહની સ્ફટિક સમી નિર્મળ ધર્મભક્તિ દેપાકના અંતરને સ્પર્શી ગઈ અને એણે મંત્રીના મનોરથને સજીવન કરે એવું મનમોહક, વિશાળ અને ભવ્ય જિનમંદિર નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું—જાણે ધર્મતીર્થને આરે ભક્તિ અને કળાનો સુભગ સંગમ થયો!
મંત્રી ધરણાશાહે રાણા કુંભા પાસે મંદિર માટે જગ્યાના માંગણી કરી. રાણાજીએ મંદિરને માટે ઉદારતાથી જમીન
Jain Education International
આપવાની સાથે ત્યાં એક નગર વસાવવાની પણ સલાહ આપી. અને એ માટે માદ્રી પર્વતની તળેટીમાં આવેલ જૂના માદગી ગામની ભૂમિની પસંદગી કરવામાં આવી, એટલે મંદિરની સાથે જ ત્યાં નવું નગર ઊભું થયું. રાણાના નામ ઉપરથી તેનું નામ
રાણકપુર : મંદિરનું ત્રણમાળનું કોતરણીવાળું શિખર આકાશ સાથે વાતો કરે છે.
૬૮૯
રાણપુર રાખવામાં આવ્યું. સમય જતાં લોકોમાં એ રાણકપુરના નામે વિશેષ ખ્યાતિ પામ્યું.
વિ.સં. ૧૪૪૬માં શરૂ કરવામાં આવેલું આ મંદિરનું બાંધકામ ૫૦ વર્ષે પણ પૂરું થયું નહીં ત્યારે, પોતાની વૃદ્ધાવસ્થાનો વિચાર કરીને, શ્રેષ્ઠી ધરણાશાહે એની પ્રતિષ્ઠા કરાવવાનો નિશ્ચય કર્યો એટલે વિ.સં. ૧૯૪૬ની સાલમાં એની પ્રતિષ્ઠા થઈ, એ સુનિશ્ચિત છે. મંદિરમાંના મુખ્ય શિલાલેખમાં આ જ સાલ આપવામાં આવી છે. આ પ્રતિષ્ઠા આચાર્ય સોમસુંદરસૂરિજીના વરદ્ હાથે જ થઈ હતી અને એ રીતે પાંચ દાયકા સુધી ચાલેલ ચણતરકામને અંતે, મંત્રી ધરણાશાહની ભાવનાને મૂર્ત કરતા દેવિમાન જેવા મનોહર મંદિરનો ધરતી ઉપર અવતાર થયો હતો. ચાલી આવતી અનુશ્રુતિ પ્રમાણે આ મંદિરમાં નવ્વાણું લાખ રૂપિયા જેટલું ખર્ચ થયું હતું. એના
For Private & Personal Use Only
www.jainelibrary.org