________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૮. રાજાની રાણીનો ભયંકર તાવ પણ આ જ મંત્રીની શાલ ઓઢવાથી ઊતરેલ. ગાંડો થયેલો હાથી પણ આજ મંત્રીના વસ્ત્રથી સારો થયેલ. પ્રભુભક્ત એવા પેથડમંત્રીના બ્રહ્મચર્યનો કેટલો પ્રભાવ કહેવાય! જ્યારે આ મંત્રીએ ચતુર્થ વ્રત સ્વીકાર્યું ત્યારે ૧૪૦૦ શ્રાવકોને પાંચ-પાંચ રેશમી વસ્રો અર્પણ કરેલ.
૮. આ પેથડમંત્રીએ ૧૮ લાખ રૂપિયા ખર્ચીને ‘શત્રુંજયાવતાર’ નામનું ૭૨ દેરીઓવાળું ભવ્ય જિનાલય માંડવગઢમાં બનાવેલ.
એક વખત પેથડમંત્રીના પિતા દેદાશાને જેલમાં પૂર્યા ત્યારે દેદાશાએ માત્ર પાર્શ્વનાથના નામસ્મરણથી બેડી તોડી નાખેલ.
પેથડમંત્રીને રાજ્ય તરફથી દર વર્ષે ૧૪૭ મણ સુવર્ણ પ્રાપ્ત થતું હતું તે બધું દ્રવ્ય સુકૃત કાર્યમાં વાપરતા.
૮૩ આ રીતે પેથડમંત્રીએ જિનાલય-જિનબિંબ–જિનાગમને લક્ષમાં રાખીને સારી શાસનપ્રભાવના કરેલ. પેથડમંત્રીના પુત્ર ઝાંઝણમંત્રીએ માંડવગઢમાં જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવી સાતમાળનું જિનાલય બનાવેલ. ૮ ઝાંઝણ મંત્રીએ જીરાવલા તીર્થમાં કરોડ પુષ્પોથી જિનપૂજા કરેલ.
૮ પેથડ મંત્રીએ ૨૪ ભગવાનનાં ૮૪ (ચોર્યાસી) જિનાલયો બંધાવેલ.
II દેવગિરિના જિનાલયની વિશિષ્ટતા ||
દેવગિરિનું જિનાલય માંડવગઢનાં પેથડ મંત્રીએ બનાવેલ. આ જિનાલયની જગ્યા લેવા માટે હેમડમંત્રી નામે ત્રણ વર્ષ સુધી દાનશાળા ચલાવેલ. તેથી મંત્રીએ ખુશ થઈને રાજાને વાત કરી અને રાજાએ જિનાલય માટે વિશાળ જગ્યા આપેલ.
જે સોમપુરાએ રુદ્રમહાલય બનાવેલ તેના વંશમાં ઉત્પન્ન થયેલ રત્નાકર નામના સલાટે આ જિનાલય બનાવેલ. ૮૩ પેથડ મંત્રીએ કારીગરોના નિભાવ માટે માંડવગઢથી ૩૨ સાંઢો ભરી સુવર્ણ મોકલેલ.
ૐ આ જિનાલયના નિર્માણ માટે દેવિગિરમાં ૧૦,૦૦૦ ઇંટનાં નિભાડા રોકેલા. દરેક નિભાડામાં ૧૦,૦૦૦ ઈંટો
Jain Education International
૬ ૮to
પકાવવામાં આવતી હતી.
જિનાલયના પાયા માટે ૩ વાંસ ઊંડા ખોદેલ પાયામાં ૧૫ શેર સીસાનો રસ પૂરેલ.
આ જિનાલયમાં ૨૧ ગજ લાંબી ૧૪૪૪ પત્થરની પાટો ગોઠવેલ.
2 પ્રતિષ્ઠામહોત્સવ વખતે દરરોજ ૧૦૮ બ્રહ્મચારી શ્રાવકો વિધિપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરતા હતા અને મંત્રી તેમની ભક્તિ કરતા હતા.
20
ૐ પ્રતિષ્ઠા વખતે મંત્રીએ સર્વગચ્છના સાધુઓની વસ્ત્રથી ભક્તિ કરેલ.
આ જિનાલયમાં ૮૩ અંશુલ પ્રમાણવાળી વીરપ્રભુની પ્રતિમા પધરાવેલ.
~ આ જિનાલયની પ્રતિષ્ઠા વખતે પાંચ લાખ દ્રવ્યનો ખર્ચ થયેલ.
૮ દેવગિરિ જિનાલય પૂર્ણ થયાના સમાચાર આપનાર વ્યક્તિને પેથડમંત્રીએ ત્રણ લાખ ટાંકનું દાન આપેલ. પેથડ મંત્રીનાં ધર્મપત્નસ જિનમંદિરે જતી વખતે રોજ સવાશેર સુવર્ણનું દાન કરતાં હતાં. રાણકપુરમાં જિનાલય બનાવી જગમાં નામ અમર કરનાર ધરણાશાહ પોરવાલ
नलिनीगुल्म विमानोभिधान श्री चतुर्मुख युगादीश्वर परियंतु ।
રાણકપુર જિનાલયના સ્થાપક કુંભારાણાના મંત્રી ધરણાશાહ પોરવાલે માત્ર ૩૨ વર્ષની ઉંમરે ૩૨ સંઘોની વચ્ચે શત્રુંજય તીર્થ ઉપર સોમસુંદરસૂરિજીના હસ્તે તીર્થમાળા પહેરી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org