________________
શાશ્વત સૌરભ ભાગ-૧
અષ્ટપ્રકારી પૂજા કરતા હતા અને દરરોજ ૨ જિનાલયોમાં ચૈત્યપરિપાટી કરતા.
કુમારપાલ રાજાએ ૧૪૪૪ (ચૌદસો ચુમ્માલીસ) નવાં જિનાલયો બનાવીને પ્રતિષ્ઠા કરાવેલ.
ત્રિભુવનપાલ નામના જિનાલયમાં ૨૪ ચાંદીના પ્રતિમાજી અને મૂલનાયક શ્રી નેમિનાથ રિષ્ટરત્નમાંથી બનાવેલ. એ વખતે એકજ જિનાલયમાં ૯૬ કરોડ સોનામહોરોનો ખર્ચ થયેલ
આ રણવીર રાજાએ ૧૦૦૦ થાંભલાવાળું ભવ્ય જિનાલય શત્રુંજય મહાતીર્થ ઉપર બનાવી આર્દાર દાદાની મૂર્તિસ્થાપના કરેલ.
૩. વિક્રમ રાજાએ કૈલાસ પર્વત જેવાં ૧૦૦ જિનાલયોનું નિર્માણ કરાવી દરેક જિનેશ્વરનાં ૧ લાખ જિનબિંબો ભરાવી, ૧ લાખ સાધર્મિકોને ભોજન કરાવી વસ્ત્રની લક્ષણી કરાવી ભવ્ય પ્રતિષ્ઠાઓ કરાવેલ.
ક કહેવાય છે કે વિક્રમ રાજાએ ઋષભદેવ ભગવાનની પૂજા માટે સૌબા આદિ ૧ ગામો, વસાડ આદિ ૮૪ ગામો, ઘંટારસી આદિ ૨૪ ગામો, ઇસરોડા આદિ પ૬ ગામો અર્પત કરેલ, એટલે એ ગામોમાંથી જે આવક આવતી તે બધી જિનાલયમાં વપરાતી. (વિક્રમચરિત્ર)
જગજયવંત અતિ પ્રાચીન શ્રી જીરાવલા તીર્થ
Jain Education International
& CA
રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં આવેલું જીરાવલા તીર્થ ઘણું જ પ્રાચીન અને ઇતિહાસથી ભરપૂર છે. ચોરાશી ગચ્છોનું આ તીર્થ કહેવાય કારણ કે દરેક ગચ્છોના આચાર્યો અહીં ચાતુર્માસ કરી સાધના-આરાધના તથા સંધો લઈને આવેલા છે.
૬૯૧
વર્તમાનકાળમાં કોઈપણ ઠેકાણે પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો દરેક જિનાલયમાં જીરાવલા પાર્શ્વનાથનો મંત્ર લખવામાં આવે છે અને બોલાવવામાં પણ આવે છે.
જીરાવલા પાર્શ્વનાથનો મૂલમંત્ર “। ૐ હીં અહં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહાઃ ।''
જીરાવલા પાર્શ્વનાથની પ્રાપ્તિનો ઇતિહાસ
વિ.સં. ૧૨૭માં કોડીનારનગરના ઓસવાલજાતિના બાણા ગોત્રના અમરાસા શેઠને રાત્રિના પાછલા પહોરે સ્વપ્ન આવ્યું કે હું પાર્શ્વનાથનો અધિષ્ઠાયક દેવ છું. તું જીરાવલ્લી પહાડની નજીક આઠસો ડગલાં પહાડ ઉપર ચડી ગુફાની અંદર ઈશાન ખુણામાં ખાડો ખોદતાં તને પાર્શ્વનાથની મૂર્તિ પ્રાપ્ત થશે તે મૂર્તિ લાવીને તે પહાડ નીચે જ જિનાલય બનાવી તેમાં પધરાવો.
આટલું સ્વપ્ન પૂર્ણ થતાં શેઠ જાગૃત થઈ ધર્મધ્યાનમાં લીન બને છે. સૂર્યોદય થયા પછી પોતાના નગરમાં બિરાજમાન આચાર્ય શ્રી દેવસૂરિજીને વિધિપૂર્વક વંદન કરી સ્વપ્નનું ફળ પૂછે છે ત્યારે દેવસૂરિજીએ કહ્યું કે મને પણ રાત્રિના પાછલા પહો આ સ્વપ્ન આવેલ.
દેવસૂરિએ આ વાત સકલસંઘને કરી અને સંઘ સાથે પહાડ ઉપર મૂર્તિની શોધ માટે ગયા. અમરાસા શેઠ નિશ્ચિત બતાવેલ જગ્યાએ ખાડો ખોદતા મૂર્તિ પ્રાપ્ત થયેલ. સંપૂર્ણ સંઘ હર્ષોલ્લાસ સાથે ગુંજી ઊઠ્યો. આજુબાજુના સંધોની ભીડ લાગવા માંડી બધા સંઘો પ્રતિમાજી પોતાના ગામે લઈ જવા માટે પડાપડી કરવા લાગ્યા, વિશેષતઃ કોડીનગર અને અરાવલ્લી ગાંવના સંધોનો વિશેષ આગ્રહ હતો. બધા સંધી આચાર્ય ભગવંતને વિનંતી કરવા લાગ્યા. સ્વપ્ન અનુસાર આચાર્ય ભગવંતે જીરાવલ્લી સંઘને આદેશ આપ્યો.
સકલ સંઘ સાથે જીરાવ ગામમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિનો પ્રવેશ કરાવ્યો અને શેઠ અમરાસાએ
For Private & Personal Use Only
www.jainelibrary.org