________________
શાશ્વત સૌરભ ભાગ-૧
બાલ્યાવસ્થામાં જ માતાનો વિયોગ થયો. માતાનું છત્ર ગુમાવવા છતાં દાદીમાએ ઉછેરની સાથે સંસ્કારોનું સુંદર સિંચન કર્યું. સોળ વર્ષની ઉંમરે લગ્નના બંધનથી પિતાદિ સ્નેહીજનોએ બાંધ્યાં. શ્વસુરપક્ષમાં સુખસાહ્યબીમાં પણ ધર્મનું વાતાવરણ વિશેષ હોવાથી શ્રાવકજીવનને દીપાવનારાં, પાયાનાં અલંકાર સમાં જિનપૂજા અને જિનવાણી-શ્રવણ રોજનું કર્તવ્ય થયું. પછી તો એ બંને ચીજો વ્યસન બની ગઈ. એમાં વ્યાખ્યાન-વાચસ્પતિ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મ.ના માર્ગનો સચોટ બોધ કરાવતાં, આત્માને વૈરાગ્યના રંગે રંગી નાંખનારાં, ભવ્યજીવોમાં આત્મવિબોધક, સંસારશોષક, ધર્મપોષક, મર્મવેધક, તત્ત્વજ્ઞાનને જણાવનારાં, સત્ત્વને જગાડનારાં ચોટદાર-ધારદાર પ્રવચનોનું પીયૂષપાન મળ્યું.
યોગાનુયોગ ધર્મભૂમિ રાજનગરમાં બિરાજમાન કરુણાના અમાત્ર-પાત્ર, ચરણથી પવિત્રગાત્ર, વાગડ સમુદાયનાં પૂ. સાધ્વીજી ચરણશ્રીજી મ.ના પરિચયમાં આવ્યાં. જિનવાણીના શ્રવણ દ્વારા પેદા થયેલા વૈરાગ્યબીજને વાસ્તવમાં પલ્લવિત કરનાર વિશિષ્ટ પ્રેરણા મળી.
સંયમી દીર્ધતપસ્વી, દીર્ધજીવી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના વરદહસ્તે, રાજનગર આભૂષણતુલ્ય, તીર્થસમાન શેઠ હઠીસિંગ કેસરીસિંગની વાડીમાં રજોહરણની પ્રાપ્તિ થઈ. વિ.સં. ૧૯૮૭ના માગસર વદના શુદિવસે સંસારના પાંજરામાંથી હીરાબહેનને મુક્તિ મળી. સંયમના નીલગગનમાં વિહરવાનો મનોરથ પૂરો થયો. તે સમયે સમુદાયનાં સુકાની પૂ.સા. શ્રી ચતુરશ્રીજી મ. હતાં.
દીક્ષા સ્વીકારવાનો ઉદ્દેશ ધ્યાનમાં હોવાથી પહેલા જ દિવસથી વિનય-વિવેક-નમ્રતા-સરળતા-સમતા-ભક્તિવૈયાવચ્ચ–જ્ઞાનસ્વાધ્યાય વગેરે ગુણોને આત્મસાત્ કરવામાં લાગી ગયાં. પંચાચાર આદિ સદાચારોથી મૂક ઉપદેશક પણ બન્યાં. પોતાનાં ઉપકારી પૂજ્યો પ્રત્યે ભક્તિભાવ, બહુમાનભાવ અને અહોભાવ દાદ માગે તેવો હતો. તેથી જ પોતાની લઘુતા દર્શાવવામાં ક્યારેય અચકાયાં નથી. એના જ યોગે વડીલોનાં હૃદય-સિંહાસનમાં વાસ મેળવવા પૂર્વક ધન્યાતિધન્ય શિષ્યા’ બની ગયાં.
અનશન તપમાં વિશેષ પ્રગતિ ન કરી શકનાર તેઓશ્રી હંમેશાં આત્મનિંદક બનીને રહ્યાં છે, પણ ઊણોદરી–વૃત્તિસંક્ષેપરસત્યાગ-કાયક્લેશ-સંલીનતાવચ્ચ-જ્ઞાનસ્વાધ્યાય વગેરે બાહ્ય
Jain Education International.
Elo
તપથી અનશનની ઊણપને દેખાવા નથી દીધી. બાહ્યતપની સાથે અત્યંતરતપથી એટલે કે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગાદિ ધ્યાનના અલંકારોથી આત્માને ખૂબ જ સજાવ્યો છે.
સંયમના ૬૭ વર્ષ સુધી તમામ મેવા-મિષ્ટાન્ન-કડા વિગઈ-ફૂટ વગેરેના ત્યાગથી જીવનને મઢ્યું જ હતું. પરંતુ પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ પછી ત્યાગના તેલથી જીવનદીપને વધુ ઝળહળતો બનાવ્યો.
૧૦૫ વર્ષની વયે પણ પંચાચારનું પાલન અપ્રમત્તપણે કરી રહ્યાં છે. વિશિષ્ટ ત્યાગ અને મર્યાદાયુક્ત જીવન જીવવા સાથે શારીરિક-માનસિક સ્વસ્થતાપૂર્વક, મોટાભાગે આરોગ્યની અનુકૂળતાવાળું સંયમજીવન જીવી રહ્યાં છે. ગુરુજનોની કરેલી વૈયાવચ્ચ–ભક્તિના પ્રભાવે ઊભા થયેલા પુણ્યથી તેઓશ્રીની સેવા પણ શ્રમણીવૃંદ દ્વારા એવી જ સુંદર પ્રેરણાબળ પૂરું પાડે છે. સંયમ દ્વારા મેળવેલી આત્મમસ્તી તેઓશ્રીના મુખ ઉપર તરતી દૃષ્ટિગોચર થાય છે.
લઘુતાને તેઓ પચાવી ચૂક્યાં છે. ‘વાત્તાપિ હિત ગ્રાહ્યમ્' – એ નીતિને આત્મસાત્ કરી છે. હિતકારી વાત બાળકની (નાનાની) પણ હોય તો સહજતાથી સ્વીકારી લે છે. એમાં ક્યારેય મોટાઈ નડતી નથી, હિચકિચાટ હોતો નથી ! આજ્ઞાપાલનથી વડીલોનાં-પૂજ્યોનાં દિલને જીતનારાં છે તો નિર્વ્યાજ વાત્સલ્યના દાનથી નાનાઓનાં દિલને જીતનારાં છે.
સમગ્ર સંસારની જડ સમાં રાગ-દ્વેષને બરાબર ઓળખી લીધા હોવાથી હિતશિક્ષા આપતાં-શ્રમણીગણને ખાસ કહે કે“રાગ-દ્વેષની પરિણતિને ઘટાડવા શ્રમણજીવન સ્વીકાર્યું છે તે ભૂલશો નહીં.” આ રાગ-દ્વેષને ઉપદેશમાળામાં મોટા દોષો ગણાવ્યા છે. એમાં જણાવ્યું છે કે-“આ જીવ જો સમ્યગ્દર્શન ન પામતો હોય, સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી સંવેગ ન આવતો હોય અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાચતો હોય તો એ દોષ રાગ-દ્વેષનો છે. શાસ્ત્રના આવા પદાર્થોને પચાવે ત્યારે જ પરિણિત ઘડાય છે. આવી પિરણિત જ મોક્ષ પામવા માટે પરમ આવશ્યક અને અનિવાર્ય છે.”
‘ઇન્દ્રિયો ચોર છે’ આ વાતને હૈયામાં કોતરી રાખનારાં આ શ્રમણીનેતાએ ઇન્દ્રિયોને ખૂબ જ કાબૂમાં રાખી છે. જેના કારણે ખાવા-પીવામાં કે અન્યમાં ઇન્દ્રિયોની ગુલામી ક્યાંયૈ ડોકાતી નથી! અલબત્ત, ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાના યોગે
For Private & Personal Use Only
www.jainelibrary.org